આવું તે કંઈ હોય! વાદળોમાં ઘર હોય!
છતાં કલ્પના કરીએ, મનમાં ઉમંગ હોય.
વાદળોમાં એક ઘર, આકાશ એનું છત,
નીચે ધરતી લીલી, જાણે કુદરતની રમત.
હવામાં હિંચકો ઝૂલે, વાદળોની પાળ,
પંખીઓ ગીત ગાય, ટહુકે રસાળ.
સૂરજની કિરણો રમે, વાદળના આંગણે,
તારાઓ ઝબકે રાત્રે, ચાંદાના સંગાથે.
વાદળોનું ઘર મારું, સપનાઓનો દેશ,
શાંતિ અને પ્રેમથી ભરેલું, મન હંમેશ.
આવું તે કંઈ હોય! વાદળોમાં ઘર હોય!
છતાં કલ્પના કરીએ, મનમાં ઉમંગ હોય.
- Kaushik Dave