Gujarati Quote in Blog by Thobhani pooja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિકરી......

માતા પિતાની લાડકવાયી એક દીકરી કાળજાનો કટકો છતાં પરાઇ એક દીકરી કયારેક પરી તો ક્યારેક ઢીંગલી ક્યારેક મનના ટોડલે ટહુકતી કોયલ એક દીકરી

સંબંધોના સરવાળાને સાચવતા આવડે જેને એવા બંને કુળનો ઉદ્ધાર કરતી એક દીકરી જેને જોતા જ દિલના દરિયામાં ભરતી આવે એવી પૂનમની ચાંદની એક દીકરી જેનો ખાલીપો કોઇથી ભરાય ના એવી સુખદુઃખની સખી એક દીકરી દીકરો ભલે પરણીને લઇ આવે વહુને પણ એ હોય તો કોકની એક દીકરી ગૃહાસ્થાશ્રમમાં જેનો છે અમૂલ્ય ફાળો એ સમસ્ત સંસારની નારી એક દીકરી

કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ... આ ભેગું થાય અને આકાશમાં જે હેલી ચડે ને તેની વાદળી બંધાય અને જે આનંદ વરસે એનું નામ દિકરી

પાપાની લાડલી, માની છે જાન દિલ નાદાન પણ કરે બધા માટે જાન કુરબાન ભાઇઓની મુસ્કાન, ને પરિવારની શાન આ છે દિકરીની સાચી ઓળખાણ

માતા-પિતાની આંખો આસુંથી બે જ વખત છલકાય છે, જયારે દિકરીઓ ઘર છોડે ત્યારે, અને દિકરાઓ તરછોડે ત્યારે"

Gujarati Blog by Thobhani pooja : 111982256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now