જેમ આપણા સપના હોય એમ,
સામેવાળી વ્યક્તિનાં પણ સપના હોય
અને એમ પણ બની શકે કે,
એ બેઉના સપના એક જેવા જ હોય,
હા કદાચ એ બંનેના
પોતપોતાના સપના સુધી પહોંચવાના
રસ્તા અલગ અલગ હોઈ શકે,
પરંતુ એ જાણવા માટે પણ શરૂઆત તો
કોઈ એક વ્યક્તિએ કરવી પડે ને ?
તો એ કોઈ એક વ્યક્તિ આપણે કેમ નહીં ?
- Shailesh Joshi