તું હતો
તું છે અને
તું જ રહીશ
હંમેશા મારા ભીતર ની ભીનાશ માં
હંમેશા મારા વિચારો ની માયાજાળ માં
હંમેશા મારા યાદોં ના સંગ્રહાલય માં
હંમેશા મારા સંવેદનાઓના સ્પર્શ માં
હંમેશા મારા અંતરની ઉજાસ માં
હંમેશા મારા વ્હાલપ ના વર્તુળ માં
હંમેશા મારા શ્વાસોશ્વાસની રિધ્ધમ માં
હંમેશા મારા ઉચ્ચારો ના પડઘમ માં
બસ તું
અને બસ તું જ રહીશ
મારા જીવનના અંત થી મરણોપરાંત માં
બસ તું
અને બસ માત્ર તું
તું જ રહીશ મારામાં
તું જ હતો
તું જ છે
અને બસ તું જ રહીશ ....
- Bindu