એકધારું મારી આંખોમાં જોયા ન કર!
વરસતી લાગણીને આમ માપ્યા ન કર!
અંગારા પર છે, ક્યારનીય મારી કાયા.
આમ એકલા સળગવાની રીત ન કર!
દરરોજ છોડ તારા બાગમાં રોપુ છું.!
લાગણી કેરાં એ છોડને કાપ્યા ન કર!
તારી લાગણીને માન આપી દૂર જતી રહું!
રોજ તું કત્લેઆમ જાહેરમાં ન કર!
ના ઈચ્છા કોઈ મારી કે તને પામી શકું!
તું આમ વેદના ના ઘા પર ઘા ના કર!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹