🎯 તમારા *મત* ની એવી શક્તિ છે.
_________________________
તમારા એક મતથી, આસમાન પણ નીચે આવે છે,
ગોવર્ધન પર્વત તમારી એક આંગળી પર ઉભો છે.
એકબાજુ કૃષ્ણ કનૈયો છે ને સામે કૌરવ સેના છે,
સત્ય-અસત્ય તમારી એક જ આંગળી પર બેઠા છે,
એક જ ભુલથી ભીષ્મ પિતામહ, બાણશૈયા પર સૂતા છે,
કર્ણ હરેક હૃદયમાં બેઠા છે, પણ ખોટા સંગાથની ગાથા છે.
ગોવર્ધન એક જ આંગળીથી ઊંચકાય એવી તમારી શક્તિ છે,
' કવિરાજ ' કહે તમારા મતની કિંમત ઘણી ઘણી મોટી છે.
*- જયવંત બગડીયા / કવિરાજ*