એમ કૈં ગુસ્સે ના થવાય વાતવાતમાં.
એમ કૈં ભ્રમરતંગ ન કરાય વાતવાતમાં.
છે દુનિયા તો હસવા બોલવાની ભલા,
એમ કૈં સંબંધ ના તોડાય વાતવાતમાં.
રિસાવુંને મનાવું વચ્ચે ના હો અંતરને,
એમ કૈં મુખ ના લટકાવાય વાતવાતમાં.
હસો,બોલોને હેત કરો ક્રમ છે જગનો,
એમ કૈં મુખને ના ચડાવાય વાતવાતમાં.
સાગર જેવું હૃદય રાખીને જીવીએ તો!
એમ કૈં મનમાં દુઃખ ના ભરાય વાતવાતમાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર