પહેલાં બોલીને પછી ફરી જાય છે માણસ.
જાણે પોતાના જ વેણે ડરી જાય છે માણસ.
હિંમત નથી દાખવતો સત્ય કહેવાની કદીએ,
પરિણામના વિચારે થરથરી જાય છે માણસ.
ગમે છે દરેકને મનગમતી વાત સાંભળવાની,
તેથી હોઠે આવેલું સત્ય ગળી જાય છે માણસ.
અપેક્ષા એવી રાખે કે સામેની વ્યક્તિ ના છૂપાવે,
ને પોતે જ પર્વત જેવડું દબાવી જાય છે માણસ.
જો બતાવે કોઈ એના દોષો એની હાજરીમાં તો,
કરી ક્રોધને શું નું શું પોતે બોલી જાય છે માણસ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.