Some photos of Bengaluru international airport snd mumbai international airport.
બેંગલોર એરપોર્ટ ટર્મિનલ 2 બધું સ્ટ્રકચર વાંસ નું , પોલિશ કરેલું છે.
મુંબઈ એરપોર્ટ આમ તો ઇન્ટરનેશનલ, એર ઇન્ડિયા ત્યાં થી ઉપડે છે. તે એક મ્યુઝીયમ ના concept પર છે. અમુક જગ્યાએ QR કોડ સ્કેન કરો એટલે દરેક ચિત્ર કે મ્યુરલ વિશે તમને ઓડિયો ક્લિપ દ્વારા જણાવે.
એ મુંબઈ એરપોર્ટ ઘણું વિશાળ છે. અમારો 44B ગેટ હતો. 66 ગેટ છે અને એક થી બીજે છેડે જવા એકાદ કિમી ચાલવું પડે છે. બોર્ડિંગ પાસ પણ મશીન થી જનરેટ કરી પ્રિન્ટ કરવાના.
ઊપડ્યાં ત્યારે 15.45 નો ઉપડવાનો ટાઇમ હતો તે 16.25 ના ટેક ઓફ થઈ. ખૂબ વરસાદ અને ટ્રાફિક congestion.
રસ્તે એક વાર તો મોટાં કાળાં વાદળાં સાથે ટકરાતું બચાવવા પ્લેને નીચે ડાઇવ મારેલી. વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ હવાનું તોફાન, air turbulance એવું કે પ્લેન કોઈ ખાડા ખબડા વાળી જમીન પર દોડતું હોય એવું લાગે. અમુક વખત બારી ની બહાર ધોધ જેવું આવરણ આવી જાય. જો કે ક્યાંય વીજળી ન હતી.
ઉપરથી સરદાર ડેમ, તેના નિવાસો ની સફેદ ભૂરી છાપરીઓ જોઈ, સંપૂર્ણ ગોળ કાંકરિયા અને છેક ગાંધીનગર જતા લાંબા , ફ્લાય ઓવર સાથેની એસ.જી. હાઈવેની પટ્ટી જોઈ ત્યાં જ પાઇલોટે એનાઉન્સ કર્યું કે નીચે 38 નોટ , 90 કિમી કલાકે પવન ફૂંકાય છે ને વરસાદ છે તેથી લેન્ડિંગ ની પરમિશન ATS દ્વારા અપાઈ નથી. 5000 ફૂટ ની ઊંચાઈ થી પ્લેન પાછું ફર્યું, ઊંચકાયું. વળી નીચે સાવ સીધી પટ્ટી, કદાચ પાણી ભરેલી જોઈ, નર્મદા કેનાલ હશે. એકલી બ્રાઉન લેન્ડ જોઈ. ક્યાં જતા હશું? કદાચ ઉત્તર. થોડા વખત પછી એણે કહ્યું કે fuel થોડું છે, તે ફરી પરમિશન માગી રહ્યો છે. પછી તરત પ્લેને સ્પીડ પકડી ઉતરાણ શરૂ કર્યું અને એનાઉન્સ થયું કે 'will try landing with best of efforts '.
વરસતા વરસાદમાં છબાકા સાથે લેન્ડિંગ કર્યું, 4.50 વાગે થવાનું હતું તે 6.10 સાંજે!
રસ્તે ટેક્ષી નું પણ વાઇપર સતત ચાલતું હતું. વરસાદનું જોર હતું.
ઠીક, આવી ગયા. બેંગલોર થી 6.50 ની ફ્લાઇટ માટે ચેક ઈન, બોર્ડિંગ કલાક પહેલાં ને દોઢ કલાકનો રસ્તો એટલે ઘર સવારે 3.30 ના છોડેલું. મુંબઈ 8.30 ના, 7 કલાક લે ઓવર એટલે પવાઈ એક સગા ને ઘેર નાસ્તો પાણી કરી ફ્રેશ થઈ પવાઇ લેક જોવા ગયા ને વરસાદ પડ્યો. પવાઈ વિસ્તારમાં કેટલીક તસવીરો લીધી અને ફર્યાં તે ફોટા કાલે.
ખૂબ ઝડપથી વરસતા મુંબૈયા વરસાદમાં બપોરે સવા બે વાગે ઉબેર પકડી 3 વાગે એરપોર્ટ, ચેક ઇન અને બોર્ડિંગ 3.45 વાગે ચાલુ પણ ફ્લાઇટ ઉપડી જ 4.20 ના. અહીં ઘેર બોપલ આવ્યા ત્યાં સાડા સાત વાગેલા.
ટ્રેન ની 30 કલાકની જર્ની નિવારવા ફ્લાઇટ પકડી પણ એમાં પણ 17 કલાક ઘર થી ઘર!
ડાયરેક્ટ ફ્લાઈટ 8000 જેવા એક ના હતા અને વાયા મુંબઈ લે ઓફ સાથે જાઓ તો 4300 તેથી એ પકડેલી.
હા, એર ઇન્ડિયા એટલે લેગ સ્પેસ ખૂબ, પગ ખેંચીને લાંબા થાય એટલી, સીટો પહોળી અને નાસ્તો બેય વખત સરસ. સવારે રાગી ઈડલી, ઉપમા , યોગર્ટ સાંજે સેન્ડવીચ, બે બિસ્કીટ, ફ્રુટી.
All is well that ends well.
એરપોર્ટસના ફોટાઓ ની લિંક.
https://quickshare.samsungcloud.com/gZWKy12f189X