શીર્ષક - "આવ્યો ફાગણ"

ફાગણીયો તે'વાર ઉજાવી તો જો;
હૃદયને હૃદયથી તું મળાવી તો જો;

ઊગી ઊઠશે પ્રેમ વાવતાં લાગણી,
ક્યાંક તો લાગણીને વાવી તો જો;

ફાગણીયો ખીલ્યો સોળે કળાએ,
પ્રેમ રંગથી દિલને રંગાવી તો જો;

ઊભો છું ભરીને સ્નેહ પિચકારી,
તું પણ જરા સામે આવી તો જો;

કેશુડે કેશુડે મ્હોરી ઊઠ્યાં છે મોર,
ખુશીઓથી વસંત સજાવી તો જો;

નફરતની કર પાનખર, પ્રેમને આજ-
ફાગણ માફક તું ફણગાવી તો જો;

સુખ તો છે હાથ વેંત છેટૂં "વ્યોમ"
દુઃખની હોળીને સળગાવી તો જો;


✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111863162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now