કા રાધા!! બેઠી છે તું આમ ઉદાસ થઈને ..
તારી ઉદાસી જોઈને મને ચેન ન પડે લગીરે..
એ રાધા!!તું હવે એકવાર હસ ને જરા, કહી દે કેમ રિસાણા છો મારાથી રાધા
તેં વાંસળી પણ મારી તારી પાસે છે રાખી
કેવી રીતે વગાડું વેણુ ને તને કરું હું રાજી
મનાવી મનાવી ને થાકી ગયો તારો કાનો હવે,
રાધારાણી હસવાનું એક બહાનું બતાવો હવે.
હવે રાધા કહે છે..
જરા મુખડું ચઢેલું છે, શબ્દો થોડા નારાજગી વાળા છે..
ઓયે કાના!! ખબર છે મને લીલા તને આવડે છે ઘણીયે,
જાણે છે તું મેં કેમ રિસાણી,તોયે પૂછે છે વારેઘડીએ.
આ ગોપીઓ તારો કેડો છોડતી નથી,
ને મને તારી સાથે વાત કરવા દેતી નથી.
તને તો ક્યાં પડી જ હોય છે કોઈ'દી મારી,
તને આમ ગોપી સંગ જોઈને આત્મા બળે છે મારી
બહાના કેટલા કાઢીને મળવા આવતી હોઉં છું તને,
ગોપીઓ સંગ રાસ રચે, ને નજરઅંદાજ કરે મને.
કાના ને હવે સમજાણુ
કે રાધાનું મનડું કેમ રિસાણું?
કાનો હવે રાધાને સમજાવે છે,
ભલે રહું ગોપી સંગ હું,
દિલમાં તો તું જ રાજ કરે છે.
રાધા પણ મરક મરક હસે છે,
મનમાં એ કાનાને વધુ ચાહે છે.