The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મોહબ્બત તો ગઝબકી હે ઈસ ગલીઓ સે, લેકિન... હર રોજ ગુઝરના નસીબ મે કહાં... ~વિશાલ તેરૈયા
તાશકન્ત ફાઈલ્સ : આ દેશ ફક્ત ગાંધી અને નેહરૂનો છે તો શાસ્ત્રીજી નો કેમ નહીં, આ વાત થી ચાલુ થાય છે વિવેક અગ્નિહોત્રી દ્વારા લિખિત અને નિર્મિત મૂવી તાશકાન્ત ફાઈલ્સ. આપણે બધુ જ જાણતા કઈ પણ નથી જાણતા નો અહેસાસ આ મૂવી કરાવસે. એ તો સત્ય જ છે કે આપણે એટલું જ જાણીએ છીએ જેટલું આપણને જણાવવામાં આવે છે. આઝાદી ના 70 વર્ષે પણ આપણને સાચું શું અને ખોટું શું એ ખબર નથી. કેહવામાં આવે છે કે ઈસવી સન 1193 માં બખટિયાર ખીલજી નામના ટર્કિશ રાજા એ નાલંદા વિધ્યાલય પર હમલો કરી સૌથી પહેલા એ લાઈબ્રેરી ને સડગાવવામાં આવી, જે ને 7 દિવસ સુધી સડગી રહી હતી, શું કામ ? કેમ કે આ દેશ નો નાશ કરવો અથવા રાજ કરવું તોજ શક્ય છે જો એના સંસ્કારો અથવા એમનું જ્ઞાન એ શું છે એ એમના મગજ માથી ભૂલવવા, કાઢી નાખી કઈક અલગ જ સત્ય કેહવામાં આવે. કોઈ એ બોલેલું અમુક વ્યક્તિ સુધી યાદ રહે અને એ વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી યાદ રહેસે પણ જે લખવામાં આવેલું હોય છે એ આવતી પેઢી ને વિકાસ અને જ્ઞાન માટે જરૂરી બની જાય અને એટ્લે જ આ દેશ ના સંસ્કારો, વેલ્યુસ અને જ્ઞાન ને ભૂલાવવા માટે એ સમયે નાલંદા વિધ્યાપીઠ ને સડગાવવા માં આવી હતી. અને સદીઑ આપણે ગુલામીમાં કાઢી. પરંતુ વાત આવે છે દેશ આઝાદ થયો ત્યારની જ્યારે શું કામ આપણે ગાંધીજી અને નેહરૂ ને એ ક્યારે જનમ્યા કેટલી વાર વિદેશમાં હડતાળ કરી? કયાઁ આશ્રમ કર્યો કોણે કોણે શું ઉપદેશ આપ્યો કઈ રીતે અઝાદી મેળવવા જેલ માં ગયા, આપની પાસે 1869 થી લઈ ને હે રામ બોલ્યા ત્યારની 3 ગોળી છૂટી ત્યાં સુધી નો હિસાબ છે. શું કામ આપણાં ભણવામાં એ નથી આવતું કે સુભાષચંદ્ર બોસ કઈ રીતે કયાઁ કઈ કોલેજ માં ભણ્યા, કેટલા આંદોલનો કર્યા બધા ગાંધીજી ને જાણે છે, 2 ઓક્ટોબર એટ્લે સૌ કોઈ જાણે છે કે ગાંધી જી ની જન્મજયંતી પણ આપણે એટલી જ સારી રીતે વગર યાદ કર્યે જાણીએ છીએ કે સુભાષબાબુ ની જન્મજયંતી ક્યારે છે? હું કોઈ ગાંધીજી નો વિરોધી નથી મને પણ એમના ઘણા આદર્શો ગમે છે અને એને અનુસરું છું, પણ વાત ત્યાં જ આવી ને અટકે કે ફક્ત અમુક લોકોને જ કેમ આપણે જાણીએ છીએ. આની પાછળ એ જૂના વિદેશી ઑ જેમ દેશ પર રાજ કરી ગયા એમ આપણને એટલું જ જણાવવામાં આવ્યું છે કે એ જ સારા હતા અને આ બધુજ ગોખવી દેવામાં આવ્યું છે. ક્યારેક નીરખીને ધોરણ 6 થી 12 સુધી ને પુસ્તકો ખોલી ને જુવો, કઈ વ્યક્તિ વિષે કેટલું અને કેવું છાપવામાં આવ્યું છે, તો માલૂમ પડે કે આખો એતિહાસ એ હરી ફરી ને ગોળ ગોળ એક જ પાર્ટી આસપાસ ફરે છે. હું મારી વાત માનવાનું નથી કહતો તમે જ જાતેજ જુવો અને કહો. બધુ ચકડોળ માફક એક જ કેન્દ્રબિંદુ એ ફરસે. અને..........વાત હવે અઝાદી પછી ની તો.....આ તશકાન્ત ફાઈલસ મૂવી જરૂર જુવો અને થોડું કોઈ પાર્ટી પ્રસપેક્ટિવ થી નહીં પણ દેશ ને જરાક ટ્રેક પર લાવવાની રીત થી જુવો. જય હિન્દ #moralstories
Visit of "THE ગોપનાથ મહાદેવ Temple" જામજોધપુરના ઝીણાવારી ગામ (નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય) ત્યાં વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું અદભુત સ્થળ ને તેવો એક ગગનચુંબી અને અડગ એવો ગોપ શિખર જેના મથાળે શોભતું 6ઠી સદી એટલે કે 1400 વર્ષ પહેલા નું નાગર શૈલીમાં બનાવેલ સૂર્યમન્દીર એટલે કે મહાદેવ નું ધામ,ગોપનાથ મહાદેવ મંદિર અથવા ગોપેશ્વર તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે. શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. આશરે સાતસો કે આઠસો પગથિયાં હશે, પણ 4 થી 5 કિલોમીટર નો ઢાળવાળા રસ્તા પર તમારુ વાહન લઈ ને છેક ટોચ સુધી જઈ શકો. અને રોડટ્રીપ જબરજસ્ત થઈ જાય. આજુ બાજુ ના ગામડા અને શહેરોમાં મહાત્મ અને પ્રસિદ્ધિ ઘણી પણ રાજ્યવ્યાપી દ્રષ્ટિએ એટલું આકર્ષણ મળ્યું નથી. મહત્વની વસ્તુ તો એ કે મારા હાલારનો આ પઁથકમાં નામ માત્ર પ્રદુષણ નથી એમાં પણ આવા સ્થળે અદભુત અને અકલ્પનિય અને થોડો થ્રીલિંગ અનુભવ જોઈતો તો બિન્દાસ નીકળી પડો. કુછ દિન તો ગુજારો હાલાર મેં (જામનગર=હાલાર) ~વિશાલ તેરૈયા #Gujarat #tourism @ Gopnath Mahadev
"ડેલ્ટા 91 !! ડેલ્ટા 91 !! આર યુ લીસનિંગ ?" મારા એન્જિનના પાછળના ભાગે આગ પકડી લીધી છે. હેલો હેલો...ડેલ્ટા 91 ..." અને અચાનક જ ફોનનું કનેક્શન કપાય ગયું. MIG 27 નો પાયલટએ એન્જિનને રીએગ્નાઇટ (ફરીથી શરૂ) કરવાની મથામણમાં પડ્યો હતો પણ આમ એન્જિન શરૂ કરવા માટે 5 થી 6 કિલોમીટર નો રનવે આવશ્યક હોય છે, પણ આ તો હવામાં અને આસપાસ કારગિલનો હિલ વિસ્તાર હતો, ઊંચી ઊંચી ગગનચુંબી પર્વતની હારમાળા જ દેખાતી હતી. એન્જિનની ઝડપ ધીમે ધીમે ઓછી થવા લાગી અને કોઈ પણ શક્યતા લગતી નહોતી એટલે પાયલેટએ કહ્યું "માન્ડો ઈજેકટિંગ" અને પોતાના પેરાશૂટ ખોલી કૂદી પડ્યા. એ ફ્લાયટ હાંકનાર જાબાંઝ હતા કેપ્ટન કમ્બાપતિ નચિકેતા, તેઓ ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે ૨૭ મે ૧૯૯૯ના રોજ આ ઘટના ઘટી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન કાર્યવાહી સમયે નચિકેતા ફ્લાઇટ લેફ્ટનન્ટના હોદ્દા પર હતા. તેઓ 26th May ના રોજ બટાલિક વિસ્તારમાં બોમ્બમારો કરનાર 9મી સ્ક્વોડ્રનના વિમાનચાલકોમાંના એક હતા.તેમણે પ્રથમ હુમલો 80 MM વડે દુશ્મન ઠેકાણાંઓ પર કર્યો હતો અને બીજો હુમલો 30MM ની તોપ વડે. પરંતુ, ત્યારબાદ તેમના વિમાનનું એન્જીન બંધ પડી ગયું હતું અને ઇજેક્શન હેન્ડલ ખેંચ્યું. પેરાશૂટના આંચકાએ એમને તરત જ બહાર લાવ્યા. અને ફક્ત અમુક સેકન્ડમાં જ વિમાન ટેકરીના કિનારે ક્રેશ થયું, અને એમણે કહ્યું "મારી ઉતરાણ વખતે, મેં જોયું કે કેટલાક લોકો લગભગ 1-1.5 કિ.મી.ના અંતરેથી મારી તરફ ચાલી રહ્યા છે. નીચે હું જે જગ્યાએ પાકિસ્તાન માં ઉતરણ કર્યું એ સ્થળે પાકિસ્તાનના જવાનો એ અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો. પરન્તુ ત્યાંથી છટકી ગયા અને 3-4 કલાક સુધીના પ્રયાસ બાદ પાકિસ્તાનની આર્મીના હાથે ઝડપાઇ ગયા." આમ 8 દિવસ માટે 03 જૂન 99 સુધી, તેઓ પાકિસ્તાનમાં PoW તરીકે રહ્યા. ત્યાં તેમની સાથે ખુબ જ બરબરતાંપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, તેમના અનુસાર, આ અનુભવને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ હતો અને તેમને લાગ્યું કે તેના કરતાં મૃત્યુ વધુ સહેલું હતું. તેમને પેરાસ્યુટ વડે ઉતરાણ દરમિયાન થયેલ ઈજાને કારણે પીઠનો દુખાવો આજે પણ મોજૂદ છે. પાકિસ્તાની વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન કૈસર તુફૈલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના દાવા અનુસાર સમગ્ર વાતચીત સભ્યતા પૂર્ણ હતી અને બે અધિકારીઓ વચ્ચેની સામાન્ય વાતચીત પ્રકારની હતી. આ જંગના માહોલ દરમિયાન પાકિસ્તાન પર ભારત સરકાર અને વિશ્વ બંનેનું પ્રેશર એ ખુબ પાકિસ્તાન પર હતું અને જીનીવા કન્વેક્શન તો ખરું જ. રાવલપિંડી થી લાહોર લાવવામાં આવ્યા અને એ ઘડી આવી કે અચાનક જ વાઘા બોર્ડરપર નો દરવાજો ખુલ્યો ને આપણો સપૂત નચિકેતાને ભારત ૩ જૂન ૧૯૯૯ના રોજ પરત મોકલાયા. તેમને પાકિસ્તાનમાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા અને લાહોર-અમૃતસર માર્ગ પર સ્થિત વાઘા ખાતેથી સ્વદેશ મોકલાયા. ત્યાંના અને આખા દેશના દરેક વ્યક્તિના મનમાં એક હાશકારાની લાગણી અનુભવાય હતી. બસ. વધારે કઈ નહીં એટલું જ કેહવાનું કે જે આર્મી ના જવાન દ્વારા કહેવામાં આવે છે."અમારા માટે દેશ પ્રથમ,પછી અમારા સાથી અને છેલ્લે અમારી જાન".આપણે દેશની સરહદ પર જઈને ઉભાના રહી શકીયે પણ એને પાછળથી ટેકો આપવો જરૂરી બની જાય છે. સાચું કહીયે તો એમના માટે અને દરેક જવાન માટે કે જેને કારણે આપણે અતિ નિરાંત ની ઊંઘ કરીએ છે એમના માટે કોઈ શબ્દ નથી એવા દરેક જવાનને આ 125 કરોડની જનતા તરફથી વંદન. (સ્વીકૃતિ: આ લેખનો અમુક અંશ આઇએએફ જર્નલ માંથી લેવામાં આવ્યો છે) ~ વિશાલ તેરૈયા
(Copied) શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ? - અનિલ ચાવડા
ગુજરાતની ....છે..ગુજરાતી, વાત એની નિરાળી , છે ભાષા એવી કે એના શબ્દો સઁગીતના સુરમયી ગર્વ છે ગુજરાત નું ભાષા બોલાય જે રુદિયા થી, એ આ ગરવી ભાષા ગુજરાતની ... કર્યો માતએ પ્રેમ પ્રથમ જે લાગણી થી જે ભાષા થી ... એવી મારી માતૃભાષા ને કરુ વન્દન અભિલાષાથી..... #માતૃભાષા #દિવસ
|| જય હિન્દ || સેલ્યુટ છે આપણી બોર્ડર ઉપર અડીખમ ઉભા રહેલા જવાન ને. હાલમાં પુલવામા આતંકી હુમલાની બનેલી ઘટનાનો દરેકના મન માં જબરજસ્ત ગુસ્સો અને દુઃખની લાગણી છે અને હાલ તો ભારતબંધ કરી જબરજસ્ત વિરોધ અને ગુસ્સો બતાવ્યો, પણ એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે આપણા દેશમાં ઘણોમોટો મજુરવર્ગ છે જે કોઈક રોજિંદા કામ કરી થોડું કમાયને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે અને સાંજ નું એક ટાઈમ ખુદનું અને પરિવારનું જમવાનું પણ આ રોજિંદા કમાણી થીજ થતું હોય તો આ લોકો જે રોજનું કમાય ને પોતાના છોકરા અને પરિવાર ને પોષે એ છોકરા અને પરિવાર પણ બંધને લીધે આજે રાતે જમ્યા વગર વિરોધ અને ગુસ્સો દર્શાવશે (અને ભૂખ્યા સુઈ જશે). તો થોડું અલગ વિચારીએ, કેમ ના એવું બને કે જે કમ્પની કે સંસ્થામાં કામ કરતા હોય ત્યાં એકદિવસ ઓવરટાઈમ કરી જે કમ્પનીની કે ખુદ ની એકદિવસની કમાણી થઈ એ કમાણીથી શહિદભાઈ ઓના પરિવાર ને મદદ કરીએ. સૌ કોઈ જાણે કે દેશને એક દિવસ બંધ રહેવાથી એકોનોમીને કેટલું નુકશાન થાય તે બદલે 1% પણ આ ઇકોનોમીનો આ પરિવારને મળે તો મહદઅંશે મદદ પુરી પાડી એમ કહી શકાય. દેશ માં શું થઈ રહ્યું છે એ ફક્ત જોવા ને બદલે દેશ માટે આપણે શું કર્યુ ?, કરી શકીયે અને કઈ રીતે દુઃખની ઘડી માં એ શહીદભાઈના પરિવાર ને ફક્ત પૈસાથી જ નહી પણ લાગણી અને સાંત્વના આપી અથવા શક્ય બને તો રૂબરૂ જઈ સપોર્ટ કરીએ એ મહત્વનું છે.આ એક ભારતીય નાગરિક તરીકે તે કરવા જેવું કાર્ય તો છેજ તેમજ રાષ્ટ્રધર્મ પણ છે. ~ વિશાલ તેરૈયા
શરીર ભલે અલગ અલગ હોય, પણ જયારે કાન અને ગળા પર ધીરેકથી હાથ ફેરવી સામે વાળી વ્યક્તિ ને સમાવી લેવામાં એટલે કે આલિંગન કરવામાં આવે ત્યારે અચાનક જ ધબકાર એક જ સરખી ફ્રીક્વન્સી પર થઈ જાય. બન્ને ના હ્દય વચ્ચે શૂન્યાવકાશ હોય છે ફક્ત ને ફક્ત લાગણીઓ ની આપ લે થાય. જાદુ ની આ જપ્પી એ બધા જ દુઃખ ને ભુલવી નાખે અને વર્ષોથી ના મળ્યા હોય એ દર્દ પણ. ફક્ત એક આલિંગન એ પણ તમારા પ્રિયજન સાથે એ દુનિયામાં જીવવાના હાજર અને હજાર કારણ બતાવી દુનિયા જીતવામાં માં મદદ કરશે. હેપી Hug ડે
આપ લોકો એ આગળના "એટીટ્યુડ ડાયરી"ના બે ભાગ 4.5 સ્ટાર અને 1000+ ડાઉનલોડ સાથે ખુબ સફળ કર્યા અને હવે 'એટીટ્યુડ ડાયરી ભાગ 3' ને વાંચો તથા તમારો અમૂલ્ય અભિપ્રાય અને પ્રેમ આપો. હાય, માતૃભારતી પર આ વાર્તા 'એટીટ્યુડ ડાયરી ભાગ 3' વાંચો https://www.matrubharti.com/book/19863970/attitude-dairy-part-3
સુપરહિટ ડાયરી નું નવું ચેપ્ટર... હાય, માતૃભારતી પર આ વાર્તા 'એટીટ્યુડ ડાયરી ભાગ 3' વાંચો https://www.matrubharti.com/book/19863970/attitude-dairy-part-3
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser