Quotes by Varsha Bhatt in Bitesapp read free

Varsha Bhatt

Varsha Bhatt Matrubharti Verified

@varshabhatt221403
(196)

કાચિંડાની જેમ રંગ બદલતો માણસ...
પોતાનાં કામ પૂરાં એટલે હાથ ઉંચા....
સ્વાર્થનાં આ દરિયામાં ખુદને બચાવવા વલખાં મારે માણસ...
જીવનની આ આટીઘૂંટીને સમજવી છે મૂશ્કેલ...
તારું મારું સહિયારું ને મારું મારાં બાપનું....
હે પ્રભુ સૌને સદબુદ્ધિ આપજે કરું હું પ્રાર્થના..‌

વૃંદા....

Read More

સૂરજનું ડૂબવું અને ઢળતી સાંજે યાદ આવે છે, તું અને તારી વાતો.

એ હાથનાં સ્પર્શની મહેંક અને ભીની રેતીમાં પગને સ્પર્શી જતી લહેરો આતો.

મંદ મંદ વાતા વાયરામાં ઊડતી તારી લટો અને સહેજ શરમાતી તું.

ડૂબી ગયો સૂરજ અને છૂટી ગયો હાથ તારો....હવે યાદ આવે, તું અને તારી વાતો.

જીવી લઈશ તારાં વિરહમાં, બસ, સાથે રહેશે..*તું અને તારી વાતો*....

વર્ષા ભટ્ટ ( વૃંદા)

Read More

માની મમતા, બાબુલનો દુલાર છોડી આંખો મારી રડે.

ભાઈની મસ્તી, ભાભીનો સંગ છોડતાં દિલ મારું રડે.

જે ફળિયામાં કરી છે ધમાલ મસ્તી એ છોડતાં મન મારુ કચવાય.

મા ના પાલવની હૂંફ, પિતાનાં ખભાની સવારી યાદ આવતાં ઉરમાં થાય ગભરામણ.

જે પરિવાર સાથે વિતાવી ખુશીઓની પળો, વહાલી બેનડીઓનો સાથ છોડતાં હાથ મારો ખચકાય.

બનાવી છે આ રીત અનોખી દિકરી છોડી બાબુલનુ ઘર, નવાં હમસફરની સાથે જતાં આંખો મારી રડે.

ભલે હું છોડી જાઉં મહિયર પણ મારી યાદો રહેશે સદા મારાં ઉરમાં ધબકતી.

વરસો વિતાવ્યાં આ ઘરની ચાર દિવાલોમાં એ છોડી જતાં મા...મારી આંખો રડે છે...

વર્ષા ભટ્ટ ( વૃંદા)

Read More

નહોતી સમજણ સૂતરના તાંતણાની પણ ભાઈને રાખડી બાંધી...
કરુ હરદમ એક જ પ્રાર્થના કે મારો ભાઈ રહે ખુશ....
વૃંદા કહે..ભાઈ રહે સદા ખુશ તો ઠરે મારી આંખડી....

વૃંદા ❣️

Read More

પરિવાર ખાલી કહેવાથી નથી બનતો, સુખની ક્ષણો, દુઃખની ક્ષણે એકબીજા સાથે વહેંચવાથી બંને છે....

વૃંદા ❣️💐💐💐

શીર્ષક :- નારાજગી



રૂઠેલા પીયુને મનાવવાની મજા કંઈક અલગ છે.

તેનાં ફૂલેલા ગાલ, મોં પરની નારાજગી જોવાની મજા કંઈક અલગ છે.

માની જાય પછી પ્રેમ કરવાની તલપની મજા કંઈક અલગ છે.

ઉરમાં સચવાયેલાં સ્પંદનોની ઝણઝણાટી કંઈક અલગ છે.

કોરાં હોંઠો ભીનાં થઈ જવાની મજા કંઈક અલગ છે.

આલિંગનમાં લઈને પ્રેમ કરવાની મજા કંઈક અલગ છે.

નારાજગી દૂર થઈ અને તેનાં હસતાં ચહેરાની મજા કંઈક અલગ છે.

વર્ષા ભટ્ટ વૃંદા

Read More