Quotes by ગફુલ રબારી ચાતક in Bitesapp read free

ગફુલ રબારી ચાતક

ગફુલ રબારી ચાતક

@swxpvwvy3887.mb


ભરીને મન મહીં દોજખ , પછી જાત્રા કરેથી શું ?
ઘરે બાપુ જ ઘોળે વખ , પછી જાત્રા કરેથી શું ?
જનારા સાનમાં સમજી જજે તું એટલું બેશક ,
ન હો ખુદની જરા ઓળખ , પછી જાત્રા કરેથી શું ?

ગફુલ રબારી "ચાતક" .

Read More

અમારા ઘર તરફ ફરકી ગયું કોઈ ,
મને જોઇ તરત મલકી ગયું કોઈ .

બહારો સામટી ખીલી ગઈ જૂઓ ,
હ્રદય ભીતર જરા ધડકી ગયું કોઈ .

અગાસીમાં જતી જોઇ હતી એને ,
પછી તો ચાંદ થઇ ઝળકી ગયું કોઈ .

અરે ધબકાર ચૂકી ગઈ જુઓ ધડકન ,
જ્યાં આવી ઉંબરે અટકી ગયું કોઈ .

ઉતાવળ શું હતી પૂછો જરા "ચાતક" ?
કબર માં જોરથી પટકી ગયું કોઈ .

ગફુલ રબારી "ચાતક"

Read More

કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી ,
ચાહક તમારા કાંય હજારોથી કમ નથી .

ભૂલી જજે ઓ રાત તું તારા ગુમાનને ,
કાજલ ભરેલા નેણ સિતારોથી કમ નથી .

ચુમ્યા લટે જ્યાં ગાલ ને હૈયું ઝુમી ઉઠ્યું ,
જોબન ભરેલું રુપ નજારોથી કમ નથી .

એને કહીદો યાર ? નજર કાબુમાં રાખે ,
કાતિલ નયનનાં તીર પ્રહારોથી કમ નથી .

આંખો ખૂલે છે , જેમ ગુલાબો ખીલી ઉઠે ,
સાચે જ "ચાતક" દ્રશ્ય સવારોથી કમ નથી .

ગફુલ રબારી કવિ "ચાતક" .

Read More

જગત ભાસે મને સુંદર , નિહાળી ભાત ફુલોની ,
પ્રભુ વરસાવતો ક્યાંથી સદા સોગાત ફુલોની ?

વસંતે રંગમાં આવી જુઓ લઇ છાબ ફુલોની .
રૂપાળી નાર પર આખી ઢોળી છે જાત ફુલોની .

હતો સંદેશ ફુલોનો હ્રદય કોમળ ધરી રે'વુઃ ,
છતાં સમજ્યા નહીં કાંટા લગીરે વાત ફુલોની .

હજારો તારલા ટાંકી અમુલખ ઓઢણી ઓઢી ,
નિરાંતે સૌ દિશાઓમાં પોઢી છે રાત ફુલોની .

રુપાળા ચાંદથી ઝળહળ કવિએ જોઇ છે એને ,
કસમથી ત્યારથી "ચાતક" બેઠી છે ઘાત ફુલોની .

ગફુલ રબારી "ચાતક" .

Read More