Quotes by Sweety Jariwala in Bitesapp read free

Sweety Jariwala

Sweety Jariwala

@sweetyjari123gmailco
(101)

લગ્નજીવનમાં જ્યારે પતિ પત્ની એકબીજાને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારી લે છે પછી સંબંધ માં એક અલગ જ નિખાર આવે છે. તું સ્ત્રી છે તારે આમ જ કરવાનું, તું પુરુષ છે તારે આમ જ કરવાનું.
આ ચોકઠાં જ્યાં ઓગળી જાય છે ત્યાં સબંધમાં નવો ઓપ આવી જાય છે.
લગ્નગ્રંથી માં એક થયેલ સ્ત્રી પુરુષ ને એકબીજાની લગન લાગી જાય ત્યારે તે લગ્ન ખરા અર્થમાં સાર્થક બને છે.

Read More

ટાઈમ ઈસ મની, મની ઈસ ટાઈમ
અત્યાર ના આધુનિક સમય માં બધાની એક ફરિયાદ છે.’ટાઈમ નથી’ શોધકર્તા,વૈજ્ઞાનિક, એન્જીનીયર બધા એવા એવા સાધનોની શોધ કરે છે,જેના વડે માનવીનો સમય બચે.આજે દરેક ઘરમાં સુવિધા માટે વોશિંગમશીન, માયક્રોવેવ,જ્યુશમશીન, ઘરઘંટી જેવી અનેક ઝડપી કામ કરનાર સાધનો ઉપલબ્ધ છે.તે સિવાય ઝડપથી મુસાફરી માટેની સુવિધા આવન,જાવન ઓંછું થાય તે માટે મોબઈલ,ઈન્ટરનેટ,જેવી અનેક સગવડ થી માનવી નો ઘણો સમય બચે છે. આજથી ૨૦ ૨૫ વર્ષ પહેલા જે વાત શેખચલ્લી જેવી લાગતી હતી તે વાત હવે રમત જેવી થઈ ગઈ છે.
તેમ છતા દરેક વ્યક્તિ ની એક જ ફરિયાદ છે. ‘સમય નથી’ કુદરતે આપણે બધાને એક સરખો સમય આપ્યો છે. સફળ વ્યક્તિઓંને અને સામાન્ય વ્યક્તિઓં માટે કોઈ દિવસ-રાત, કલાકોમાં ફેરફાર કે ભેદભાવ કુદરતે રાખ્યો નથી. છતાં બધાની એક જ ફરિયાદ શા માટે?
આપણે આ વિષય પર આપણા માટે વિચારીએ,એક દિવસ માટે પોતાને નિરીક્ષણમાં મુકીએ. આખા દિવસની નોધપોથી બનાવીએ.એક દિવસમાં ક્યારે, કેટલું અને કેવી રીતે કામ કરીએ છીએ? સમયનો સમજદારીથી કે બેજવાબદારીથી ઉપયોગ કરીએ છીએ તે જાત તપાસ કરીએ. આ જાત તપાસ માટે સવારથી ઉઠ્યા ત્યારથી રાત્રે સૂતા સુધીની દિનચર્યાનું નિરીક્ષણ કરી લેવું
જો તમને સમય માટે માન હશે, તમારા કિંમતી સમયની કિંમત ખબર હશે તો તે ક્યાં વેડફો છો તે તરત સમજાય જશે. આ વેડફાયેલા સમય ને તમે ફરી પાછો લાવી ના શકો, પણ ‘જાગ્યા ત્યાર થી સવાર’ હવે તમે તમારા સમયને સારી રીતે આયોજનબંધથી ઉપયોગ જરૂર કરશો.
૨૪ કલાકમાં ઊંઘવાના,જમવાના, મનોરંજન, આમ જરૂરિયાત મુજબ સમયની વહેચણી કરવી. ટાઈમ ટેબલ એકવાર બનાવી આર્મીની રીતે ભલે ના અનુસરો પણ એકવાર ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાની કોશિષ જરૂર કરજો ’સારું લાગશે’.એક નવો અનુભવ મળશે.

Read More

જેનું કામ, તે જ કરે.

એક સમયે રાજસ્થાન ના જેતુર નામના રાજ્ય માં ખુબ જ જાહોજલાલી હતી. ત્યાં પ્રજા ખુબ સુખી સંપન હતી.રાજા ઉદયસિંગ ખુબ જ દયાવાન,બળવાન,પ્રજાહીતેચું,ન્યાયપ્રિય અને સ્થાપત્યપ્રેમી હતા.રાજા તેના રાજ્ય અને પ્રજાની સુરક્ષા માટે રાજ્યની ફરતે એક કિલ્લો બનાવી રહ્યા હતા, જે સ્થાપત્યની દ્રષ્ટી એ અને સુરક્ષા ની દ્રષ્ટીએ પણ બેનમુન બને તેની હમેશાં તકેદારી રાખતા.

તેના રાજ્ય માં કુશળ સુથાર,લુહાર,દરજી,વણકર,સોની,અને ચિત્રકાર વગેરે ને ખુબ માનપાન મળતું. રાજા કલાકાર ને તેમના સારા કામ માટે હમેશા પુરસ્કાર આપતા. રાજાનો એક ખુબ વિશ્વાસુ,શૂરવીર અને કુશળ સેનાપતિ હતો જે રાજાને આ કિલ્લાના બાધકામ માટે નીતનવા પ્રયોગો માટે યુક્તિઓં [આઈડિયા] બતાવતો.

કિલ્લાની અને રાજ્યની જાહોજલાલી વિષે દુર દુર વાત પહોચી ગઈ. એક મોગલ બાદશાહ એ આ રાજ્ય પર ચઢાઈ કરી[હુમલો કર્યો].રાજા એ સેનાપતિને તેનો વરતો જવાબ આપવા સેના સાથે મોકલ્યો.ઘણા દિવસો યુદ્ધ ચાલ્યું.મોગલો ની સેના ખુબ મોટી અને શસ્ત્ર સરજામથી સજ્જ હતી. પરંતુ સેનાપતિની ખુબ બાહોસીથી અને કુશળ વહ્યુરચનાથી આખરે તેમનો વિજય થયો.

સેનાપતિ નો એક વફાદાર સેનિક આવ્યો, અને કહ્યું: મહારાજ...કી ..જય હો...., આપણી જીત થઈ છે, પરતું સેનાપતિજી ખુબ ઘાયલ થયા છે. અમે તેમણે મહેલમાં લાવ્યા છીએ.

પલંગ પર લોહી લુહાણ સેનાપતિ ને બેભાન જેવી નાજુક પરિસ્થીતી માં જોઈ રાજાજી ખુબ દુઃખી થયા,સેનાપતિના શરીર પર અનેકો ઘા પડ્યા હતા.,લોહી પાણી ની જેમ વહી રહ્યું હતું.રાજાજી એ તરત પ્રાથમિક સારવાર કરી,અને પહેરેદાર સેનિકને બોલાવી ને કહ્યું:` સેનાપતિ ના આ ઘા બહુ ઊંડા છે તે માટે કદાચ ટાંકા લેવા પડે,તું તરત જા અને વૈદ્યજી ને તારી સાથે તેડી લાવ. થોડીવાર પછી રાજાજી એ કેટલીક જરૂરી ઓંષધિ સાથે લેતા આવે તે માહિતી આપી બીજા સેનિકને પવનવેગી ઘોડા સાથે વૈદ્યજી ની પાસે મોકલ્યો.

રસ્તામાં પહેરેદાર સેનિકે વિચાર્યું,રાજાજી એમ બોલ્યા કે ટાંકા લેવા પડશે,અને પછી વૈદ્યજી ને તેડી લાવવા કહ્યું. વૈદ્યજી તો ઉપચાર જ્ડીબુટી થી કરે તેઓં કઈ વાઢકાપ થોડું કરવાના, એ કામ તો દરજી નું. કદાચ સેનાપતિની નાજુક હાલત જોઈ લાગણીવશ ભૂલમાં દરજી ના બદલે વૈદ્યજી બોલાઈ ગયું હશે.આમ વિચારી સેનિક દરજી ને લઈ મહેલ પહોચ્યો. રાજાજી દરજી ને જોઈ નવાઈ પામ્યા. બધા આવક થઈ સેનિકને જોઈ રહ્યા.સેનિકે જોયું, વૈદ્યજી ના ઉપચારથી સેનાપતિ ભાન માં આવી ગયા હતા.સેનિક અબુધ જોઈ રહ્યો.

વૈદ્યજી સેનિક પાસે આવી તેના ખભા પર હાથ મૂકી હસતાંહસતાં બોલ્યા: ‘જેનું કામ તેજ કરે’., દરજી કપડા સીવવાનું કામ કરે, તે શરીર ની વાઢકાપ ના કરી શકે. તલવાર અને કાતર નું કામ કાપવાનું પણ તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય.આમ જેનું કામ તેજ કરી શકે.અને ખંડ માં બધાજ ખડખડાટ હસી પડ્યા.

Read More

"રક્ષાબંધન", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

શ્વાસ લેવા છતાં રૂંધાય છે છાતી. જાણે, ગુંચડુંવાળી ચઢાવેલ હોય મને અભળાયે! આંખ ખુલે છે જ્યારે પથારીમાં બધું એ જ હોય, છતાં મનાવવું પડે છે મનને હા, તું કેદી છે. વિશ્વાસ કરાવવા ગેલેરીમાં જઈ બતાવે છે આંખ જો. આ સુનસાન રસ્તા - આ પંખીઓનો સ્પષ્ટ સંભળાતો કલરવ - ના ધુમાડો, ના માનવોનો ઘોંઘાટ..

Read More

पहलुमे हो हमारे,महसूस उनको करते हो,
वफ़ा की चाहत करोगे,बेवफाई हमे तोहफे में देते हो।

जीने लगे हे हम आपके प्यार में
ढूढ़ते हे जब खूद को
आपकी बाहो में पाते हे।

પિતા
જે બાળકોના ભવિષ્યનો તાપ પી જાય તે પિતા