Quotes by Yogesh in Bitesapp read free

Yogesh

Yogesh

@sonalshukla


નેગૅટીવીટીના નોરતા રમી નાખજો આ નવ દિવસમાં......

પૉઝીટિવીટીની દિવાળી માણવાની બહુ મજા આવશે…!!

सारी उम्र इसमें गुजार दी कि मुझे मान मिले, सम्मान मिले,
दौलत जेब में रहे, और सब जगह मेरी शोहरत हो ।
जंहा भी जाऊं लोग इज्जत दे, मेरे नाम की तारीफ हो,
लोग मुझे अच्छा समझे, मेरे जाने के बाद मुझे याद करे ।
अंत में एक बात समझ आयी नाम, दौलत, शोहरत मुझसे कई गुणा ज्यादा मेरे आने से पहले ना जाने कितनो लोगो पर थी,
पर आज हम उन व्यक्तियों में से कितनो को जानते हैं ।
अभी तक हमने वो ही कमाया जो यंहा छोड़ कर जाना है,
और एक दिन लोग हमे भी भूल जाएंगे ।
हमने कभी वो कमाई नहीं की जो हमे लख-चौरासी के आवागमन से मुक्त करे ।
आजकल तो भक्ति भी सिद्धि की लालसा से की जा रही है ।
लेकिन जब सिद्धि आएगी तो वो मुक्ति का मार्ग अबरुद्ध करके आएगी ।
उसे तो कमाओ जो अपने परिवार के लिए छोड़ना है,
किन्तु उसे अवश्य कमाओ जो शिवशक्ति में विलीन होने के लिए माध्यम बने ।।
मृत्यु के बाद कोई याद करे या ना करे तुझे क्या फर्क पड़ता है ।
शिव-शक्ति के चरणों मे शरण मिले पगलु तो ही जीव तरता है ।।
शिवशक्ति भक्ति, शक्ति, मुक्ति, सद्बुद्धि दे ।

Read More

જાણું છું કે માર્ચ એન્ડ છે ; પણ શું કરું...???

સતત નફો આપતા,

દોસ્તી નાં સંબંધો નો હિસાબ શું કરું...???

ક્યારેય દોસ્તીનો હિસાબકિતાબ લખ્યો નથી ચોપડામાં,

બસ લખ્યું છે દોસ્તો નું નામ ચોપડામાં!

દરેક પાને બસ નફો જ નફો દેખાય છે!

સુખ દુ:ખ નો ક્યાં હિસાબ રખાય છે...???

મિત્રોનાં નામ થી શરુ કરી ... મિત્રોનાં નામ થી જ પૂર્ણ થાય છે . . .

દોસ્તી અને વિશ્વાસ થકી જ ખાતાવહી સંપૂર્ણ થાય છે . . .

ખૂબ જ નફો કર્યો છે એટલે ... ઓડિટને પાત્ર થાય છે આપણી દોસ્તી ....

હેત, પ્રેમ , વિશ્વાસ ને ભરોસા નો ટેક્સ ભરીને!

સદાબહાર ધમધમતી રાખીએ આપણી દોસ્તી...!!! 👍🏻💯%

Read More

હું થોડો સ્વતંત્ર મિજાજી છું,
પણ સ્વચ્છંદી નથી.

હાજર જવાબી જરૂર છું,
પણ ઉદ્દંડ નથી.

મીઠું મીઠું બોલીને છેતરપિંડી કરતા મને નથી આવડતું.

થોડું તીખું બોલું છું
પણ સ્પષ્ટ બોલું છું.

વધુ પડતો લાગણીશીલ છું
એટલે જ્યાં લાગણી મ‌ળે ત્યાં
થોડો ઢળી પણ જાઉં છું.

ખામીઓ પણ છે મારામાં
પણ ખોટો તો બિલકુલ નથી.

Read More

નવા વર્ષના આપણે સૌ એકબીજાને ગળે મળી રહયા છીએ.

અહીં વિક્રમ સંવત ૨૦૭૮નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મને ખબર નથી પડતી કે વિદાય વર્ષને હું કઈ જગ્યાએ સંઘરી રાખું ? બંધ મુઠ્ઠીમાં, હદયમાં કે મારી આંખોમાં.

વિદાય વર્ષે ઘણા પરિચિતો અને જાણીતા લોકો મારાથી રિસાયા ખોવાયા કે અજાણતા પોતાની જાતે ખરી પડ્યા.

મારા સંબંધોના સરવાળા બાદબાકી કરતા તેનુ સરવૈયું હાલક ડોલક થતાં કોઈ મેળ પડતો નથી. રકમ કઈ બાજુની બાકી રહી ગઈ, કોઈ હિસાબ લખવાનો રહી ગયો છે કે કેટલો કરવાનો બાકી રહી ગયો તે મને સમજાતું નથી. કેટલાક એવા સંબંધો છે તેના તાણાવાણા એટલા બધા લાંબા થયા છે કે જેનો છેડાને હું આંબી શકુ તેમ નથી.

કોઈ પુછે તો મારે જીવન-સંબંધોનું સરવૈયું ઓકે છે તેમ કહી વાતને સમેટી લેવી પડે છે.

આખા વર્ષની મહેનત કર્યા પછી પણ કોઈ પુરેપુરી ધનસંપતિ મિલકત કે સંબંધોની પ્રાપ્તિ મારી થઇ શકી નથી.

મારા કે બીજા લોકોના શરીરમાં લોહીમાં કોઇ તફાવત ન હોવા છતાં તેમજ મારા માનસપટલમાં લોકોની સંખ્યા દરિયાની ભરતીના મોજાની જેમ આગળ વધી હોવા છતાં મારી બધી ઈચ્છાઓ અપેક્ષાઓ પરિપુર્ણ થઈ નથી. ક્યારેક સંબંધો વસંતની જેમ ખીલ્યા છે તો ક્યારેક સંબંધોમાં પાનખર આવી.

નવા ૨૦૭૮ની સાલમાં આપ સૌના સહિયારા સહકારથી નવી આશાઓ અપેક્ષાઓ કે સ્વપ્નાઓના નવા બીજ વાવી પ્રેમના પુષ્પો વડે પાણીનું સિંચન કરી વટવૃક્ષ બનાવવું છે.

મારે કોઈ એવો જાદુઈ ચિરાગ કે પારસમણી નથી જોઈતો કે મને તાત્કાલિક નવા સંબંધો નાળીયેરના ઝાડની જેમ ઉંચાઈ માપે.

મારે તો નવા સંબંધોની નવી વ્યાખ્યા ઉભી કરવી છે તે‌ માટે મારી પાસે ઘણા બધા રસ્તાઓ છે જ પરંતુ તે માટે હું રાહ જોઉં, સ્વીકારી લઉં કે પરીક્ષા આપી પાસ થાવ કે નાપાસ મને કોઈ ડર નથી.

કોઈની પાસે એવી જડીબુટ્ટી નથી કે સંબંધોને અમર બનાવવા મને અમૃત પાઈ શકે. મારે તો માત્ર તેમાંથી મારી સાથે નિરાંતે બેસી બે ઘડી વાતો કરી શકે તેવા બે પાંચ લોકો જોઈએ છીએ નહીં કે માણસોનું ટોળું.

મારે તો જીંદગીભરનો થોડો થાક ઉતારે તેવો મારો હાથ હામી શકે તેવા સાચા માણસની શોધમાં ભટકી રહ્યો છું અને તમે પણ આ જ વિચારતા હશો.

હું ઈશ્વરને પ્રાર્થના એ જ કરૂં કે આ નવા વર્ષમાં આપણને સૌને આવી આકાંક્ષાઓ ઈચ્છાઓ અને શમણાંઓ પુરા થાય તેવી આશા સાથે.

નુતન વર્ષની સૌને મારી તરફથી અંતઃકરણથી શુભેચ્છા.

Read More

🙏🏻🙏🏻 અભ્યર્થના 🙏🏻🙏🏻
ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ..
દોસ્તીના થોડા સવાલ મોક્લુ છુ..
ગમ બધા રહેવા દીધા છે મારી પાસે
દરેક પળ તમને ખુશાલી મોક્લુ છુ..
ખુલી આંખોના સપના સાચા નથી હોતા..
બધા ચમકતા સિતારા નથી હોતા..
મળે જો પ્રેમ તો ભરી લો દિલમા..
જિંદગી ની શ્વાસના ભરોસા નથી હોતા..

દોસ્તી એવી કરજો કે જેમા
શબ્દો ઓછા ને સમજ વધારે હોય..
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય..
શ્વાસ ઓછા ને વિશ્વાસ વધારે હોય..
પૂરાવા ઓછા ને પ્રેમ વધારે હોય..
સુધારી લેવા જેવી છે પોતાની ભુલ..
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ..
આટલુ માનવી કરે કબુલ તો હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ..
નફરત હોય ના હોય
થોડો પ્રેમ રાખજો..
મળવાનુ થાય ના થાય
સબંધો બનાવી રાખજો..
દુ:ખ હોય ના હોય
દિલાસો દિલ થી આપજો..
કોલ થાય ના થાય
મેસેજ ચાલુ રાખજો..
વિક્રમ સંવત વર્ષના આ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે.. મારા તરફથી વર્ષ દરમિયાન કોઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરશો.
તમારી પ્રેમાળ મૈત્રીનો પ્રેમ આમ જ કાયમ વરસતો રહે, આપના પ્રેમ બદલ ખુબ ખુબ આભાર.
તમારી આ મૈત્રીનો સંબંધ નિરંતર આમજ બની રહે તેવી શ્રદ્ધા સાથે....
નવા વર્ષમાં નવી ઉમ્મીદ થી પાછા આમ જ ઋણાનુબંધ સાચવી શકાય એવી પ્રભુ પાસે મારી અભ્યર્થના
🙏🙏🙏

Read More

કોઈ ગમતીલું
લાંબા વિયોગ બાદ
અચાનક મળી જાય,
ને હૈયે હરખ ની હેલી પડે
એ ક્ષણ દિવાળી

પ્રિયજન આમ અમસ્તુજ સાવ
નજીક આવી ને
ગાલ પર ટપલી મારે અને,
શરમ થી પાંપણ ઢળી પડે
એ ક્ષણ દિવાળી

કોઈક મજાનો સાથી
ક્યારેય પાછું વળી ને નહિ જુએ
એવી ખાતરી હોય અને,
ઓચિંતો જ આંગણે આવી ચઢે
એ ક્ષણ દિવાળી

જીવન ની સમી સાંજે,
વાળ ની લટ્ટ માં સફેદી હોય
અને ચહેરે આછી કરચલી હોય
તોયે પ્રિયતમ કહે
તું હજીયે જુવાન લાગે છે
એ ક્ષણ દિવાળી.

મિત્રો દિવાળીના શરૂ થતાં પર્વોની શુભકામનાઓ ..

Read More

न जाने कितने ज्वार सीने के अंदर रहते हैं,
फिर भी बस खामोश, सारे समंदर रहते हैं

પહેલાં તન તોડીને રળવાનુ પછી વિલ બનાવી વંહેચવાનુ !
આયખું આખું આમા ખર્ચવાનુ,
એ પાછું કંયાથી મળવાનું ?
એના કરતાં, થાય એટલું કરવાનું..

પારિજાત ભરેલી રાત છું તો, સવારે નિશ્ચિત છે ખરવાનું!
સમષ્ટિ માં નહીં પહોંચી વળાય-
આપણે, થાય એટલું કરવાનું..

એક ઈશ્વર - એક નિયંતા, શાને બીજાથી ડરવાનું?
ખાલી થયાની મજા છે અલગારી-
ઝાઝું ઝાઝું કાઈ નહીં ભરવાનું.
આપણે, થાય એટલું કરવાનું..

ફરતું બ્રહ્માંડ, ફરતા નક્ષત્રો આપણેય મોજમાં ફરવાનું!
ભીતર સ્થિર રહીને મહાલીએ,
બહાર - બીજાને નહીં નડવાનું.
*આપણે, થાય એટલું કરવાનું..

મોજમાં રહેવાનું, જોશમાં જીવવાનું,
ખાલી મૌત આવે ને ત્યારે જ મરવાનું!
રોજે રોજ ક્રોધ કે સંતાપ ત્યજીને,
જીવન જ અમૃત બને એમ ઠરવાનું.
આપણે, થાય એટલું કરવાનું..

Read More

નવું વાક્ય શરૂ કરવુ હોય તો આગળના વાક્ય ને પૂર્ણવિરામ મૂકવુ પડે છે,
નવું ચેપ્ટર વાંચવાનુ શરૂ કરવુ હોય તો જુનુ ચેપ્ટર વાંચવાનુ બંધ કરવુ પડે છે.
આ વાત આપણાં જીવનમાં પણ લાગુ પડે છે.
નવા વર્ષે જુની ભૂલો અને જુના વિવાદોને છોડી નવા સંકલ્પો અને નવા નિર્ણયો સાથે ધ્યેય ના માર્ગે આગળ વધીએ જેમાં ઇશ્વર ની કૃપા, વડીલોના આશિર્વાદ અને સ્નેહીની શુભેચ્છાઓ મળતી રહે તેવી લાગણી સહ

નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. 🌹

Read More