Quotes by Shital in Bitesapp read free

Shital

Shital

@shital1941


જે પોતે જ છે મનોબળ થી સક્ષમ ,,
એને કોઈ ના સમકક્ષ થવાની શું જરૂર,,
આવે છે ગણા એના જીવન માં પડાવ,,
છતાંય જેને માની નથી કોઈ ના થી હાર,,
એણે દુનિયા ના રીત રિવાજ થી હારવાની શું જરૂર,
પછાત તો ખાલી લોકો ની નજર માં છે..
બાકી જેને કેહવાય છે સ્ત્રી એ ખુદ જ નારી શક્તિ છે...!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

-Shital

Read More

વર્ણન એના આમ તો છે બહું સાદા...,
કવિઓ ના સર્જન થી બની છે સદીઓ જૂની આ ભાષા..,
અનેરી છે ગુજરાત ની આ ગુજરાતી ભાષા..,
લોકો આમ તો થાય છે અંગ્રેજી સાંભળી ને સ્તબ્ધ...,
છતાંય બહુ કિંમતી છે ચાર અક્ષર નો બનેલો આ ગુજરાતી શબ્દ...!!!

વિશ્વ માતૃભાષા દિવસ

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

-Shital

Read More

નાનું છે પણ મારું છે,
વહાલું કેવું ઘર છે?
અહીં દાદા ની ધાક છે,
બા ના હાથ ની ચા છે,
મમ્મી નો રઘવાટ છે,
ફિયા નો માથે હાથ છે,
ડેડી નો સુંદર સાથ છે,
ઘર માં મારો જ કકળાટ છે,
નાનપણ ની યાદ આસપાસ છે,
મારા માટે મારું ઘર બહુ ખાસ છે..!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

-Shital

Read More

એક વાર આવી તો જોવો અમદાવાદ,
રેહવાનું મન થઇ જશે અવાર નવાર,
સવાર ના કાંકરિયા લેક ની મારી લટાર,
નાસ્તો કરવા લાગી જાય લોકો ની લાંબી કતાર,
વરસાદી મોસમ માં સાબરમતી લાગે એવી શાનદાર,
જ્યાં રીવરફ્રન્ટ ના મોર્નિંગ વોક સાથે થાય છે સવાર,
અહી રાયપુર ના ભજીયા ખાવા મન થાય વારંવાર,
જ્યાં માણેકચોક ની ખાની પીણી તો રાતે જ ભરાય,
લાલદરવાજા નું બજાર જોયા વગર તો ના જ રેવાય,
સીદી સૈયદ ની જાળી વગર અમદાવાદ નું નામ જ ના કેહવાય,
રતન પોળ ની મુલાકાત કર્યા વગર તો ના જ રેહવાય,
ક્યાંક લૉ ગાર્ડન નું પાથરણાં બજાર નજરે ચડી જાય,
તો ક્યાંક નેહરુ નગર ગઠીયા રથ ના ગઠીયા વખણાય,
પરદેશી પણ સહેલાઇ થી રેહવા ટેવાઈ જાય,
એ શહેર ને કેહવાય છે મારું અમદાવાદ,
હરી ફરી ને કયાંક પાછો ન પડે એને અમદાવાદી કેહવાય..!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

Read More

કડક વલણ બતાવી ને પણ જે જ્ઞાન તરફ દોરે છે,
તેને કેહવાય છે ગુરુ!
ખોટા રસ્તે હોવ તો આપે જે સાચા રસ્તા ની દિશા,
તેને કેહવાય છે ગુરુ!
જેનો એક ગુસ્સો આપડા જીવન નો માર્ગ બદલી દે,
તેને કેહવાય છે ગુરુ!
સારા હોવ કે ખરાબ હોવ,
હંમેશા તમારા જીવન ને ઉજ્જવળ બનાવે છે ,
તેને કેહવાય છે ગુરુ!
વગર દીક્ષા એ પણ જે આપે તમને સાચું માર્ગ દર્શન,
તેને કેહવાય છે ગુરુ!
હિન્દુ હોય કે મુસ્લિમ, કે ભલે શીખ ઈશાઈ,
જેને નથી કોઈ પક્ષપાત ની ફિકર,
તેને કેહવાય ગુરુ!
અટવાઈ જાવ ક્યાંય તો લડી ને પણ આપે ન્યાય,
તેને કેહવાય ગુરુ!
તમારી જીવન ની કારકિર્દી જેના થી થાય છે શરૂ,
એ શાળા ના શિક્ષક રૂપ માં કેહવાય છે ગુરુ!
પૂર્ણિમા ના ચંદ્ર સમાન જે ચમકાવે તમારું ભવિષ્ય,
તે ગુરુપૂર્ણિમા ના ચાંદ સમાન કેહવાય છે ગુરુ!!

Read More

સમજો જો માનવતા ની કિંમત..,
તો ફેલાવો ભય ની જગ્યા એ હિંમત,
મુશ્કેલી માં છે જ્યાં માણસ નું જીવન,
ત્યાં રાજકારણ ની ચાલી રહી છે રમત,
કાળા બજારી ની ચાલી રહી છે ગમ્મત,
ને લોકો નું જીવન હારી રહ્યું છે હિંમત,
ઇન્જેકશન ના થઈ રહ્યા છે ભાવ તાલ,
ને ક્યાંક ખોવાયો ઓક્સીજન નો મેળ,
કુદરત બતાવી રહી છે પોતાનો ખેલ,
ઓ માનવી હવે તો મોહ માયા મેલ...!!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

-Shital

Read More

માણસ સમજે છે કે હું પોતે દુનિયા નો રાજા છું,
મને જોતું કોઈ નથી...
કરે પાપ કે પુણ્ય...કોણ જાણે,,,
એની નજર માં ખોટું કઈ નથી..,
પણ ખરું કહું તો ભગવાન થી મોટું કોઈ નથી...

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

-Shital

Read More

ડગલે ને પગલે જ્યાં વાય છે ભારત માતા નો વાયરો ,
એ દેશ છે આપણો,,
દુશ્મનો નો ભલે હોય કાફલો,
પણ હટે ના પાછળ વીર જવાન આપણો,
એ દેશ છે આપણો,,
વહાવી ને રક્ત જેને સજાવ્યો છે ભારત માતા ના માથા નો તાજ,,
એ દેશ છે આપણો,,
ભારત માતા એ પેહરી ને લીલી સાડી જ્યાં સજાવી છે ધરતી ની હરિયાળી,,
એ ખેતી પ્રધાન દેશ છે આપણો,
જેને પંખી ના કલરવ થી રેલાવ્યું છે રાષ્ટ્ર નું સંગીત,
એ દેશ છે આપણો,,
જ્યાં લેહરાય છે રષ્ટ્ધવજ ના વંદન થી ભારત નું ગૌરવ,
એ ભારત માતા ના પુત્ર સમાન દેશ છે આપણો...!!!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

-Shital

Read More

रात की खामोशी में ये जो चांद बिखरा है,,
कुछ तो जरूर कहता है,,,
जब जब तू उसे छत पर देखता है,,,
वो मेरी ओर मुड़ कर हर रोज कहता है,,,
की मुझे देखकर अक्सर,,,
कहीं ना कहीं कोई तुझे भी याद करता है,,!!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

Read More

વાદળ માં સૂરજ ડોકિયાં કરી રહ્યો છે,
સવાર માં સોનેરી કિરણો વેરી રહ્યો છે,
એ ઊઠી પરોઢ માં પ્રકાશ ઢોળી રહ્યો છે,
પંખી કરી ને કલરવ મને કહી રહ્યો છે,
કે ઉઠ ને તું મારું ગુડ મોર્નિંગ શોધી રહ્યો છે..!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

Read More