Quotes by Aushik Radadiya in Bitesapp read free

Aushik Radadiya

Aushik Radadiya

@shirijigarment7253


Trust




"વિશ્વ  આખું જેનાં પર શ્વાસ લઈ રહ્યું છે તે વિશ્વાસ"


સામાન્ય રીતે આપણે સૌ કોઈ વ્યક્તિ પર અડગ અને સંપુર્ણ વિશ્વાસ કરતાં જ હોય.પછી એ તમારા માતા પિતા હોય ,ભાઈ બહેન હોય, મિત્રો હોય, પતિ પત્ની હોય અથવા તમારાં સંતાનો કે પછી તમારા કોઈ પ્રિય જન હોય શકે.


વિશ્વાસ એના પણ અલગ અલગ પ્રકાર જોવા મળે છે.હવે તમને લાગશે કે, "શુ ફેંકે છે! વિશ્વાસ ના તે કાંઇ પ્રકાર હોતા હશે."ચાલો તમને ઉદાહરણ સાથે સમજાવું, પછી તમે પણ માનશો કે વિશ્વાસના પણ પ્રકાર હોય.

1⃣થોડા દિવસ સુધીનો વિશ્વાસ(કોઈ પ્રોજેક્ટ મા સાથે કાર્ય કરતાં સહયોગી પર).


2⃣અમુક સમય સુધીનો વિશ્વાસ(મુસાફરી દરમિયાન અન્ય મુસાફર પર વિશ્વાસ,આપણે નથી કહેતાં 'હૂં પાણીની બોટલ લય આવુ તમે બેગ નું ધ્યાન રાખજો')


3⃣થોડા વર્ષો સુધીનો વિશ્વાસ(શાળા કે કૉલેજ મળેલાં એવાં મિત્રો કે જે નો સાથ શાળા/કોલેજ પુરી થતા જ છૂટી જાય છે)

4⃣પુર્ણ જીવન સુધીનો વિશ્વાસ( તમને સાચો માર્ગ બતાવતા અને હંમેશા સાથ સહકાર આપતા તમારા માતા પિતા તમારો પરિવાર )


                 હજુ પણ ઘણાં બધા પ્રકાર જોવા મળે છે. જેમ કે સંપુર્ણ વિશ્વાસ,અપૂર્ણ વિશ્વાસ,શરતી વિશ્વાસ વગેરે...


                હકીકત એ છે કે , અત્યારના સમય માં કોઈને કોઈ પર વિશ્વાસ રહિયો જ નથી. અને પોતાના પર પણ વિશ્વાસ રાખવો જોઇએ તે પણ આપણે ભૂલી ગયા છીએ. વાત થોડી ગળે ઉતરે તેવી નથી હૂં જાણું છું, પણ આજ વાસ્તવિકતા છે.આપણે પોતાને જ આપણી પસંદગી પર વિશ્વાસ નથી આપણાં શિક્ષણ પર વિશ્વાસ નથી કે નથી આપની સંસ્કૃતિ અને સંસ્કાર પર વિશ્વાસ.


               અરે બેંક પણ એવું કહે છે કે તમે અમારા પર સંપુર્ણ વિશ્વાસ રાખો પણ જો નાણાં લેવા હોય તો શરત મુજબ .એનો મતલબ એમ કે તમે અમારાં પર વિશ્વાસ રાખો પણ અમને તમારા પર વિશ્વાસ નથી. 


              બસ આપણે પણ આમજ કરીએ છીએ.બીજા પાસે આશા રાખીએ છીએ કે તે આપણાં પર વિશ્વાસ રાખે પણ આપનો વિશ્વાસ તેનાં પર કેટલો છે તે નથી જોતાં.

ભાગીદાર પર વિશ્વાસ નથી ઉધાર લય જનારા પર વિશ્વાસ નથી કે આ નાણાં આપશે કે નહીં


              કોઇ બીજાં પર નહીં પણ પોતાની જાત પર તો વિશ્વાસ રાખો .કોઈ પણ નવું કાર્ય શરુ કરો તો તમારી જાતને વિશ્વાસ અપાવો કે હાં આ તો મારથી થય જ જાશે.


               હવે શરૂઆતનાં પહેલા વાક્ય પર પાછા ફરતા, વિશ્વાસ રાખવો અને વિશ્વાસ અપાવો એ બેજ ઓપશન છે આપણી પાસે ભલે પછી તે કોઈ પણ પ્રકારનો વિશ્વાસ હોય અને હાં તમારા પર તો વિશ્વાસ રાખવો એ અનિવાર્ય બને છે. 'મનના નબળા નિર્ણય પણ નબળા જ લેતા હોય છે.'એ વાત હંમેશા યાદ રાખો. બાકી તો તમે સમજદાર છો જ!!!

Read More

new story coming soon few hours🕜

perspectives
નજરિયા  આ પણ અદ્ભૂત છે.
કોઈ પણ વિષય કે વસ્તું ને જોવા અને સમજવા માટે બધા જ વ્યક્તિને સમાન ન આકિ શકીયે .ખરું ને! કોઈ પણ દ્રશ્ય આપણે બે વ્યક્તિને એક જ સમય પર બતાવીએ તો એ બંને વ્યક્તિની નજર સમાન હોય પણ બની શકે કે એ બંને નો દ્રશ્ય પ્રત્યય નો નજરિયો અલગ અલગ હોય.ઉદાહરણ તરીકે,"તમારી સામે જ એક કૂતરો બિલાડીના બચ્ચા ને પકડી પાડે છે ,બિલડીંનુ બચ્ચું પોતાની જાતને છોડાવાનો પ્રયત્ન કરે છે અને જોર જોર થી ચીછૉ પાડે છે. તમે તેને બચાવવા માટે પથ્થર ઉપાડી ને કૂતરાને માર્યો, કૂતરાને વાગ્યું અને તે બચ્ચા ને મુકીને ભાગી ગ્યું. " તો તમને બે રીતે જોવામાં આવશે.1) તમે સારુ કામ કર્યું બિલાડીના બચ્ચા ને બચાવીને અને 2) તમે કુતરાના ને હાનિ પહોંચાડી એ ખરાબ કામ કર્યું. હકીકત માં તમે બન્ને કાર્ય કર્યા છે. કોઈ પણ જીવને બચાવવો એ આપણો ધર્મ કહે છે ,એટલે તમે સાચા છો.અને કૂતરો બિલાડી નો શિકાર કરે એ એની સહજ પ્રકૃતિ છે અને આ કુદરતના નિયમને પડકાર આપવો ત્યાં તમે ખોટા છો.આમ, તમે કરેલા એક કાર્યના બે નજરિયા જોવા મળે છે.
                    આપણે તો જે પહેલાં સમજ્યા બસ એને જ સત્ય માનવા લાગ્યા છીએ. રોજબરોજ ની જ વાત કરીએ તો, કોઈ ફિલ્મ જોતાં હોય તો તેમાં હીરો હીરોઇન ને અગવા કરે તો આપણે તેમાં રોમાન્સ દેખાય છે. અને જો વિલન હીરોઇન ને અગવા કરે તો આપણે તેને ખરાબ કે દુષ્ટ કહીએ છીએ, કારણ કે આપણે પહેલેથી જ હીરો કોણ છે તે ખબર હોય એટલે આપણે બન્ને સમાન કામ કરવા છતા પણ અલગ અલગ નજરે જોતાં હોઇએ છીએ.સ
  સામાજિક જીવનમાં :
                છોકરો અને છોકરી ને પણ અલગ અલગ નજરે જોતાં હોય છે." છોકરો પોતાની જાતે નાણા લાવે તો છોકરો હવે કમાતો થય ગ્યો છે બોવ સારુ, તેમજ જો છોકરી તેની જાતે કમાતી થાય તો કાંઇક તો કામા કરા લાગે છે નય તો આની પાસે નાણા ક્યાંથી! છોકરાની પાસે iphone હોય તો વાહ ભૈઇ વાહ શુ વાત છે...અને છોકરી પાસે હોય તો 'હવે આ છોકરીની જાત ને માથે નો ચડાવાની હોય'.છોકરો 10 છોકરીઓ સાથે મજાક મસ્તી કરતો હશે તો કાંઇ નય પણ છોકરી જો કોઈ સાથે વાત પણ કરતી હશે ને તો'સાવ સરમ જ નથી'. છોકરો બર્મૂડો પહેરીને આખા ગામમાં ફરશે તો વાંધો નથી પણ છોકરી જીન્સ પહેરે એટલે 'સંસ્કારનો છાંટો જ નથી'.તો આ નજર એક પણ નજરિયા અલગ અલગ હોય છે.
મારી દ્રષ્ટિકોણ પ્રમાણે :
પરિસ્થિતિ કોઈ પણ હોય હંમેશા બન્ને પાસા ને જોય ને જ નિર્ણય લેવો જોઈએ.આ સાચો અને આ ખોટો કહેતાં પહેલાં વિચારો કે આપણે તે જગ્યા પર હોત તો શુ કર્યું હોત!
સંસ્કારોની વાત કરનારા લોકો બીજાના છોકરી કે છોકરાં વીશે પોતાના અનુભવો અને અનુમાનો આધારે જાહેરમાં બકવાસ કરે એ તેમનાં સંસ્કારો ને કેટલું યોગ્ય છે ? દ્રષ્ટિ નહીં પણ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. બાકિ તો તમે સમજદાર છો જ!!!
ઔશિક રાદડીયા.

Read More

Love

What is love? Common question છે.પણ જવાબ એક પણ નય, ઘણીવાર મને જ એવું લાગે છે કે યાર ખોટા આવી ગ્યા આ દુનિયામાં .હજારો વ્યક્તિ, લાખો સંબંધો ,કરોડો લાગણીઓ અને અગણિત સવાલો..સવાલો એવાં કે જવાબો  નાં મળે અને જવાબો એવા કે સવાલો ની શોધમાં મગજની નશ ખેંચાયા વગર ના રૈ..લાગણીથી ભરેલા આ સંબંધો ને કોઈ પણ ના તોડી શકે હા સવાલો આ સંબંધો ને મુંજવી શકે છે પણ તેને તોડી નાં શકે અને આ વાત દરેક સંબંધો મા લાગુ નાં પણ પડે એ વાત પણ એટલીજ સાચી છે . સંબંધો નું બંધન જ એવું હોય છે જ્યારે સાથે હોય ત્યારે ભાર લાગે છે , અને જ્યારે દુર થાય ત્યારે દુઃખ થાય છે.  Love  થોડા આગળ આવી ગ્યાં નય, પણ વાત તો એ પણ સાચી છે કે, દરેક સબંધમાં લાગણી એ પ્રેમ હોતો નથી . આ કડવી વાસ્તવિકતા છે જેને હું કે તમે બદલી નથી શક્તા ! મારી આ વાત સાથે તમે પણ સહમત હશો right ? સાથે રહેવાથી થોડી લાગણી થાય પણ પ્રેમ નય. એક સરલ ઉદાહરણ સાથે કહું" તમારા ઘરે એક દિવસ અચાનક એક નાનું કૂતરાં નું બચ્ચું આવી જાય તમે એને સાચવો, તેનુ ધ્યાન રાખો, તેને માટે થોડુ adjust થાવ.અને પાછું જ્યારે એ આપને છોડી ને જાય ત્યારે દુઃખી થાવ ,પણ એક સમય પછી ખાલી એ એક યાદ બની જાય તેનાથી દુર થવાથી હવે તમે દુઃખી નથી . તો શુ આને પ્રેમ કેવાય? આ તો બસ તમારી લાગણી બંધાણી હતી અને તેં બચ્ચા નાં ગયાં પછી તેં લાગણી ખાલી યાદો સ્વરૂપે રહી જાય છે".બાકી સમજદાર તો તમે છૉજ!

ઔશિક રાદડિયા.

Read More

Happiness ! All time favorite , Right.
ખુશ થવું કોને નાં ગમે, બધાં એક નાનકડી ખુશી માટે તો આ પુરી life મથામણ કરતા હોય છે ! એ વાત સાથે તમે પણ સહમત થશો, સાચું ને? ખેર તમારો જવાબ મને ખબર છે.
તો વાત હતી ખુશી ની, એક નાનામાં નાની વાતથી આપણે ખુશ થય જઇએ. અને તેવી જ નાની વાત મા દુઃખી થઈ જાય
એ આપણે માનવો! આપણે ખુશી અને સમૃદ્ધિ ને સમાનાર્થી બનાવી દીધાં છે."જો મારી પાસે ખૂબ સંપત્તિ છે તો હું ખુશ છું,અને જો નથી તો ભાઈ મારા જેટલું દુઃખી આ દુનિયામાં કોઈ નથી." શુ ખરેખર ખુશી મેળવા માટે સંપત્તિ જરુરી છે? બિલકુલ નહીં, "ઓફિસે, વાડી કે અન્ય કામ પરથી તમે સાવ થાકીને આવો અને તમારી નાની ઢીંગલી તમારા માટે પાણી નો ગ્લાસ લય ને આવે ત્યારની ખુશી. પહેલી વાર તમારા નવજાત શિશુને હાથ મા લેતા છલકાતી આંખો ની એ ખુશી. જુના મિત્રોનું અચાનક સામે આવી જવું ,ને ભૂતકાળ ને વાગોળવાની ખુશી. ભાઈ બહેન સાથે રમવાની ખુશી. પાપા નું પહેલી વાર કહેવુ " આ મારો દિકરો કે મારી દિકરી છે એનાથી તો આ થય જ જાશે". મમ્મી નો તમારા પરનો અડગ ભરોસો જોઇ શકાય ત્યારે ની ખુશી. બધુ ગણવા બેસીશ તો નોવેલ લખાય એમ છે!
મજાક કરું છું. એટલે હાં લખી પણ શકાય!! હાં તો આ બધી ખુશીઓ  અણમોલ છે તેનાં માટે તમારી મિલકત ની કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી. આપણાં ગુજરાત મા બોવ પ્રચલિત કહેવત છે"બીજા ના બંગલા જોય ,આપણી ઝુપડીં માં આગ નો લગાવાય." એમ જ બીજાની ખુશી ને જોય ને આપડે દુઃખી થાવું એ વાત કેટલા અંશે યોગ્ય છે? અને ખુશી નું કોઈ સરનામું નથી હોતું,એ તો બસ તમારી આસ-પાસ ની બનતી નાનીમોટી ઘટના ને સકારાત્મક રીતે જોઈએ તો ખુશી નાં દરવાજા ખુલે . અને જો નકારાત્મક રહી મોં પર દુઃખ નાં ડુંગર લય ને ફરશો તો તમે તો ખુશ નય જ થાવ પણ તમારી આસપાસ નાં લોકોને પણ ખુશ નય રહેવા દો. એટલે જ નકારાત્મક વિચારો ને મુકી તડકે, મોઢું ચડાવી ને ફરવા કરતાં એક નાનું સ્મિત રાખો તમે ખુશ રહો અને બીજા ને પણ ખુશ કરો. "જીવન અનીચ્ચીત છે" આ વાત યાદ તો છે ને? અને વિજ્ઞાન પણ એમ કહે છે,ખુશ રહેવાથી જીવન સ્વસ્થ અને લાંબુ રહે છે અને એનાથી મહત્વની વાત ખુશ રહેવાથી સુંદરતા પણ વધે છે, છોકરીઓ માટે આ એક જ કરણ બસ છે ! બાકી તો તમે સમજદાર છો જ!!!
Aushik Radadiya

Read More