Trust
"વિશ્વ આખું જેનાં પર શ્વાસ લઈ રહ્યું છે તે વિશ્વાસ"
સામાન્ય રીતે આપણે સૌ કોઈ વ્યક્તિ પર અડગ અને સંપુર્ણ વિશ્વાસ કરતાં જ હોય.પછી એ તમારા માતા પિતા હોય ,ભાઈ બહેન હોય, મિત્રો હોય, પતિ પત્ની હોય અથવા તમારાં સંતાનો કે પછી તમારા કોઈ પ્રિય જન હોય શકે.
વિશ્વાસ એના પણ અલગ અલગ પ્રકાર જોવા મળે છે.હવે તમને લાગશે કે, "શુ ફેંકે છે! વિશ્વાસ ના તે કાંઇ પ્રકાર હોતા હશે."ચાલો તમને ઉદાહરણ સાથે સમજાવું, પછી તમે પણ માનશો કે વિશ્વાસના પણ પ્રકાર હોય.
1⃣થોડા દિવસ સુધીનો વિશ્વાસ(કોઈ પ્રોજેક્ટ મા સાથે કાર્ય કરતાં સહયોગી પર).
2⃣અમુક સમય સુધીનો વિશ્વાસ(મુસાફરી દરમિયાન અન્ય મુસાફર પર વિશ્વાસ,આપણે નથી કહેતાં 'હૂં પાણીની બોટલ લય આવુ તમે બેગ નું ધ્યાન રાખજો')
3⃣થોડા વર્ષો સુધીનો વિશ્વાસ(શાળા કે કૉલેજ મળેલાં એવાં મિત્રો કે જે નો સાથ શાળા/કોલેજ પુરી થતા જ છૂટી જાય છે)
4⃣પુર્ણ જીવન સુધીનો વિશ્વાસ( તમને સાચો માર્ગ બતાવતા અને હંમેશા સાથ સહકાર આપતા તમારા માતા પિતા તમારો પરિવાર )
હજુ પણ ઘણાં બધા પ્રકાર જોવા મળે છે. જેમ કે સંપુર્ણ વિશ્વાસ,અપૂર્ણ વિશ્વાસ,શરતી વિશ્વાસ વગેરે...
હકીકત એ છે કે , અત્યારના સમય માં કોઈને કોઈ પર વિશ્વાસ રહિયો જ નથી. અને પોતાના પર પણ વિશ્વાસ રાખવો જોઇએ તે પણ આપણે ભૂલી ગયા છીએ. વાત થોડી ગળે ઉતરે તેવી નથી હૂં જાણું છું, પણ આજ વાસ્તવિકતા છે.આપણે પોતાને જ આપણી પસંદગી પર વિશ્વાસ નથી આપણાં શિક્ષણ પર વિશ્વાસ નથી કે નથી આપની સંસ્કૃતિ અને સંસ્કાર પર વિશ્વાસ.
અરે બેંક પણ એવું કહે છે કે તમે અમારા પર સંપુર્ણ વિશ્વાસ રાખો પણ જો નાણાં લેવા હોય તો શરત મુજબ .એનો મતલબ એમ કે તમે અમારાં પર વિશ્વાસ રાખો પણ અમને તમારા પર વિશ્વાસ નથી.
બસ આપણે પણ આમજ કરીએ છીએ.બીજા પાસે આશા રાખીએ છીએ કે તે આપણાં પર વિશ્વાસ રાખે પણ આપનો વિશ્વાસ તેનાં પર કેટલો છે તે નથી જોતાં.
ભાગીદાર પર વિશ્વાસ નથી ઉધાર લય જનારા પર વિશ્વાસ નથી કે આ નાણાં આપશે કે નહીં
કોઇ બીજાં પર નહીં પણ પોતાની જાત પર તો વિશ્વાસ રાખો .કોઈ પણ નવું કાર્ય શરુ કરો તો તમારી જાતને વિશ્વાસ અપાવો કે હાં આ તો મારથી થય જ જાશે.
હવે શરૂઆતનાં પહેલા વાક્ય પર પાછા ફરતા, વિશ્વાસ રાખવો અને વિશ્વાસ અપાવો એ બેજ ઓપશન છે આપણી પાસે ભલે પછી તે કોઈ પણ પ્રકારનો વિશ્વાસ હોય અને હાં તમારા પર તો વિશ્વાસ રાખવો એ અનિવાર્ય બને છે. 'મનના નબળા નિર્ણય પણ નબળા જ લેતા હોય છે.'એ વાત હંમેશા યાદ રાખો. બાકી તો તમે સમજદાર છો જ!!!