Quotes by Sonal in Bitesapp read free

Sonal

Sonal

@shilpapatel0361gmail.com5836
(7)

નવરાત્રિ
નવરાત્રી એટલે નારીની શક્તિ સ્વરૂપના ગુણગાન. જગતને રાક્ષસોના વિનાશથી બચાવવા માં દુર્ગા, માં કાલિકા, માં માતંગી જેવા કેટલાય સ્વરૂપ ધારણ કરી રણચંડી બનીને અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. પણ સમાજમાં હજુ રાક્ષસો જીવે છે જે નારીનું માન-સન્માન, ચારિત્ર્ય, સુખ-શાંતિનું હરણ કરતો જ રહે છે.
લંકાપતિ રાવણે સીતાનું હરણ કર્યું હતું ત્યારે પોતાના કાળને સ્વયંમ આમંત્રણ આપ્યું હતું. સીતાપતિ અયોધ્યા નરેશ રાજા રામ દ્વારા તે મૃત્યુ પામ્યો હતો. પણ યાદ રાખજો અત્યારની દરેક સીતા રામની પ્રતીક્ષા નહીં કરે, તે સ્વયંમ પોતાના ચારિત્ર્યની રક્ષા કરવા રાવણનો સંહાર કરશે. એક નારી જગતને રાક્ષસોનો વિનાશ થી બચાવવા રણચંડી બની શકે છે તો યાદ રાખો એ સ્વયંની રક્ષા પણ કરી શકે છે.
"નારી મા બની વહાલ કરી શકે છે તો યાદ રાખો
એ રણચંડી બની વિનાશ પણ કરી શકે છે."
આ નવરાત્રિ નવ દિવસ નારી શક્તિ ના ગુણગાન પુરતી સ્મીત ના બનાવતા. હંમેશા નારીનું માન-સન્માન જાડવી માં આદ્યશક્તિની સાચી આરાધના કરીએ. 'નવરાત્રી ની શુભેચ્છા' માં આદ્યશક્તિની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે એવી મારી પ્રાર્થના.

|| યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ||
- સોનલ પટેલ

Read More

#મેલુહા_ના_અમત્યો #પુસ્તક_સમીક્ષા #અમીશ_ત્રિપાઠી
મહાન સમ્રાટ ભગવાન રામનું પરિપૂર્ણ સામ્રાજ્ય મેલુહા. જે રામે આપેલા આદર્શ નિયમોના આધારે ચાલે છે પણ આતંકવાદીઓના આક્રમણથી ખૂબ પરેશાન છે આ પરેશાનીમાંથી નીલકંઠ જ ઉગારશે તેવી દંતકથા છે. અનિષ્ટ આતંકવાદીઓ નો સંહાર માટે નીલકંઠ પધારશે! શું પૂર્વગ્રહ રહિત નીલકંઠ આતંકવાદીઓને ઓળખીને તેનો નાશ કરી શકશે? દંતકથા સમાન નાયક નીલકંઠ ભગવાન રામ નું અધુરું કાર્ય પૂરું કરી શકશે ?
૨૧ વર્ષ ના શિવની અદભુત યાત્રા. માનવ પોતાના કાર્ય થી માનવ માંથી માહમાનવ બંને છે. આ પુસ્તક માં 'સપ્તઋષિઓની ઉત્પતિ કેવી રીતે થઈ! ક્યાં નિયમો સાથે કાર્ય કરતા' 'માનવ ના શરીર નું વૃદ્ધ થવું' મેલુહા ના લોકો નું જીવન ધોરણ, અમરપીણુ સોમરસ' વિશે બહુ સરસ માહિતી આપી છે. અમીશ ત્રિપાઠી નું ખૂબ સરસ પુસ્તક છે. વાંચવા લાયક, તમે પણ જરૂર વાંચજો. શિવકથા ની આ નવલકથા કુલ ત્રણ ભાગમાં છે. આ પુસ્તક નો પહેલો ભાગ છે. બીજો ભાગ 'નાગવંશ નું રહસ્ય' છે જે નવલકથા ને આગળ વધારે છે . આગળ ના ભાગ વાંચી ને પુસ્તક સમીક્ષા માં પાછા મળીએ.
છેલ્લે પરખ ભટ્ટ નો ખુબ ખુબ આભાર કે મને આટલું સરસ પુસ્તક વાંચવા માટે સૂચન કર્યું.
- સોનલ પટેલ

Read More

"કેટલાયે સપનાઓ અને ઈચ્છાઓ હારે છે મન મેદાનમાં.
કરે છે રોજ જિંદગીના ઉતારા-ચડાવ મન સાથે #આક્રમણ "
- સોનલ પટેલ
#આક્રમણ

Read More

#સાત_પગલા_આકાશમાં #કુન્દનિકા_કાપડિયા #પુસ્તકસમીક્ષા
એક એવી નવલકથા જે સ્ત્રીના જીવનના અંધારાને દર્શાવે છે એ અંધારામાંથી બહાર કેમ નિકળવું એ દર્શાવે છે.
સ્ત્રી જીવનની વાસ્તવિકતા દર્શાવતી આ નવલકથા 1984માં Navbharat Sahitya Mandir દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે કુન્દનિકા કાપડિયા દ્વારા લખાયેલી નવલકથા ખુબ જ સરસ છે.
આ પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રીના અસ્તિત્વનું કોઇ મહત્ત્વ નથી પણ જરૂરિયાત જરૂર છે. એ સમાજ જે સ્ત્રી સાથે હંમેશા અત્યાચાર કરતો આવ્યો છે. એક પુરુષ પિતા, પતિ, પ્રેમી કે ભાઈ ના નામ સંબંધની આડમાં અત્યાચાર કરતો આવ્યો છે. તો એક સ્ત્રી સાસુ, માં અને બીજી સ્ત્રી બનીને એક સ્ત્રી થઈને એક સ્ત્રી પર અત્યાચાર કરતી એવી છે. કેમ કે સ્ત્રી અત્યાચાર સહન કરતી આવી છે એટલે એના પર અત્યાચાર થાય છે.
હંમેશા બીજા માટે જીવન જીવતી સ્ત્રી પોતાનું સ્થાન ઘર ના રસોડાના એક ખૂણામાં માને છે. ઘર સંભાળવું ઘરના લોકોની જરૂરિયાત મુજબ એમનો સમય અને એમની જરૂરિયાત નું ધ્યાન રાખવું એ જ એનું કામ અને ધર્મ સમજે છે.
સમાજમાં સ્ત્રીનું અસ્તિત્વ એના શરીર થી હોય છે. જેના પર અત્યાચાર થાય અને એનું સ્ત્રી તરીકે નું અસ્તિત્વ રોળાઈ જાય છે. સ્ત્રીનું અસ્તિત્વ એના શરીર કરતા એની અંદર રહેલી શક્તિ માં રહેલું છે એક એવી શક્તિ જેનું માપ મનુષ્ય તો શું ખુદ ઈશ્વર પણ કરી શકે તેમ નથી. આ વાત જ્યારે એક સ્ત્રી સમજી શકશે ને ત્યારે પુરુષપ્રધાન માં પોતાનું અસ્તિત્વ અને સમાનતા ઝંખતી સ્ત્રીને પોતાનું એક અલગ અસ્તિત્વ મળી રહેશે.
આ માટે સ્ત્રીઓએ પોતાની ઇચ્છાઓ, સપનાઓ, પસંદ-નાપસંદને ઓળખી, એ ઈચ્છાઓને વ્યક્ત કરતા અને ખુદ માટે જીવન જીવતા શીખવું પડશે.
આ નવલકથામાં વસુધા, એના, વાસંતી, લલિતા, ઈશા, સ્વરૂપ, આભા-ગજેન્દ્ર, આદિત્ય એવા ઘણા પાત્રોની એવી સરસ વાત કરવામાં આવી છે કે વાંચવા ની ખુબ મજા આવે.
આ નવલકથાની પ્રસ્તાવનામાં લેખિકા દ્વારા એક સરસ વાત કહેવામાં આવી છે જે હું એમના જ શબ્દો અહીં રજૂ કરું છું ' છોકરી પોતાના ભવિષ્યનો પોતે નિર્ણય ભાગ્યે જ કરે છે. આ નવલકથા લખતાં _ 1983માં _ મેં ઘણી કોલેજ કન્યાઓ, કામ કરતી છોકરીઓ, કલા-પ્રવૃત્તિ કરતી તરુણીઓને પૂછેલું : 'લગ્ન પછી તમે તમારું કામ ચાલુ રાખશો ?' એક-બે આપવા સિવાય બધી છોકરીઓ એ કહેલું : ' ઘર કેવું મળે એ ઉપર આધાર.''
ખુબ સરસ નવલકથા છે. એક વાર જરૂર વાંચજો.
- સોનલ પટેલ

Read More

#ઑક્સિજન #ફિલ્મ_રીવ્યુ

નામા શું રાખ્યું છે
સંબંધ સાચો હોય કે બનાવેલો
સાત મીનીટનો હોય કે સાત જન્મોનો
માં-બાપની મમતા હોય કે
ભાઈ-બહેનનો સ્નેહ
દાદા-દાદીનો વ્હાલ હોય કે
પતિ-પત્નીનો પ્રેમ
યાર-દોસ્તોની યારી હોય કે
કોઈ અજનબીનો એહસાસ
બસ સંબંધ માં લાગણીનો ઑક્સિજન હોવો જોઈએ.
ટીવી સીરીયલ કે ફિલ્મમાં કામ કરતા વ્યક્તિ જ અભિનેતા કે અભિનેત્રી હોતા નથી. આ દુનિયામાં દરેક વ્યક્તિ અભિનેતા અને અભિનેત્રી હોય છે. એવા ઘણા સંબંધોની લાગણી હોય છે જેની ખોટ જિંદગીમાં વર્તાતી હોય છે. અને આ ખોટ સાથે વ્યક્તિ સમજોતો કરી ખુશી ખુશી જીવન જીવવાનો સરસ અભિનય કરતો હતો છે.
રાજેશ ખન્ના નો એક ફિલ્મનો ડાયલોગ છે.
" બાબુ મોશાય.......
જિંદગી એક રંગમંચ હૈ ઔર હમ સબ રંગમંચ કી કતપૂતલીયા હૈ હમ સબ કી દોર ઉપરવાલે કે હાથ મેં હૈ કબ કોનસી દોર ખિચલે કોઈ નહી જાનતા. "
આજ વાત chinmaay purohiit દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ' ઑક્સિજન ' ગુજરાતી ફિલ્મ રજૂ કરે છે. ખુબ સરસ ફિલ્મ છે.
*આ જિંદગીનો રંગમંચ છે બધાંએ પોતપોતાનો અભિનય જિંદગી જીવી ને કરવાનો છે. શ્રેષ્ઠ અભિનયનો પુરસ્કાર પ્રેમ, સ્નેહ, વ્હાલ જેવી લાગણી છે જે સમય સમય પર આપને મળતી જ રહેશે. તો શ્રેષ્ઠ અભિનય કરતા રહો.*

- સોનલ પટેલ

Read More

"વાસ્તવિક છે આ જીદંગીનુ કે પસંદ છે કાલ્પનિક જીવન.
વાસ્તવિક સુખ-દુ:ખ નો ભાર લાગે છે. કલ્પના માં જીવન સજાવી સુખ-દુ:ખ પણ મીઠા લાગે છે. વાસ્તવિક એક સત્ય છે પણ આ સત્ય સાથે જીવન થોડું મુશ્કેલ લાગે છે."
#વાસ્તવિક

Read More

#તત્વમસિ -ધ્રુવ_ભટ્ટ #book_review
ગુજરાતની જીવાદોરી એવી માં નર્મદા નદીની વાત. વાત નદીની પરિક્રમાની, વાત નદી કિનારે ના વિસ્તારની, વાત નદી કિનારે વસતા લોકોની, વાત એ લોકોની પરંપરા અને સંસ્કૃતિની ,વાત ધર્મ, આધ્યાત્મિક અને શ્રદ્ધાની, વાત પ્રકૃતિ અને પૃથ્વીની , વાત શ્રદ્ધા અને અનશ્રદ્ધાની, વાત ભણેલા અને અભણ લોકોના વાત, વર્તન, વ્યવહાર અને સભ્યતાની. આ વાતનો સંગ્રહ એટલે તત્વમસિ.
આ નવલકથા ની એક ધટના જે મને બહુ પસંદ આવી એ હૂં અહીં મારા શબ્દો માં રજુ કરું છું. પરિક્રમા દરમિયાન ગાઢ જંગલો ની ઝાડીઓ માં કાબા પરિક્રમાવાસીને લુંટે , જે છે એ બધું જ લુંટી લે.આ ધટના નાની અને સહેજ છે આ વિસ્તારમાં અને આ ધટનાની જાણ ત્યારે ફકતી બે ને જ હોયછે એક એ પરિક્રમાવાસી અને બીજા કાબાને. આ સમયે પરિક્રમાવાસિના મનની અંદર ચાલતી વાત કંઇક આ છે ' આ સ્થળે આ ઘટના કેટલી અજાણી અને નાનકડી છે . અમારા ત્રણ સિવાય આ પૃથ્વી પર કોઈને પણ અત્યારે જે બની રહ્યું છે તેની ખબર નથી . છતાં આ જ નાનકડો બનાવ એક માનવજાતની , એક આખી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવા સમર્થ છે . જગતપટ પર અન્યત્ર ક્યાંય પણ કોઈ એક ઘટનામાં આટલું સામર્થ્ય હોવાનું મારી જાણમાં નથી . આજે મારો વારો છે . હજારો વર્ષો પૂર્વે આ જ સ્થળે કે આસપાસ મહારથી અર્જુન નતમસ્તક ઊભો હશે – કદાચ આ બે જણના વડવાઓની સામે . રથરહિત , દાસરહિત , ગાંડીવરહિત , વસ્ત્રોરહિત , મહાભારત - વિજયના ગર્વરહિત – શ્રીકૃષ્ણનો પરમમિત્ર , મહાન વિજેતા જ્યારે અહીંથી આગળ ગયો હશે ત્યારે કુરુક્ષેત્ર પર મેળવવાનું બાકી રહી ગયેલું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો હશે . અત્યારે આ બંને કાબાઓ આ મહાજળપ્રવાહના હુકુમનું અક્ષરશ : પાલન કરી રહ્યા છે .' આ ધટના પછી પરિક્રમાવાસિને સંન્યાસ , ત્યાગ , જ્ઞાન, અને જીવન શું છે. આ તમામ પ્રશ્નો ના જવાબ મળી ગયા હશે. એક વાર આ પુસ્તક જરૂર વાંચવું જોઇએ . ખુબ સરસ પુસ્તક છે.

Read More

#જન્મ
"જન્મ તો રોજ મારા મનમાં સારા વિચારો નો થાય છે.
મને ગર્વ છે કે મમ્મી એ મને સારા ગર્ભસંસ્કાર સાથે જન્મ આપ્યો છે."
l love you so much mummy.
- Sonal patel

Read More