Quotes by Rutvik in Bitesapp read free

Rutvik

Rutvik

@rutvik338


"તમે કાંઈક નથી ત્યાં સુધી દુનિયા માટે તમે કાંઈ નથી"

"જોયું કશું ભુલાતું નથી એમાં નજર નો શુ વાંક છે,
વીતેલી ક્ષણો લોટાવી દે પાછી એમાં સમય નો શું વાંક છે

આતુરતામાં વિચારો નથી થંભી રહ્યા એમાં મનનો શુ વાંક છે
તારા સ્પર્શથી ટાઢક થઇ એમાં હવાનો શું વાંક છે

એ અતરની મહેકનો નશો તો ફૂલો ને પણ ચડ્યો એમાં દારૂ નો શુ વાંક છે
તારી હાજરીમાં કશે ધ્યાન ન રહે એમાં મારો શું વાંક છે."

Read More

" Every selection has a cost "

"લખવું હતું ને મુલાકાત થઈ ગઈ ,કંઈક યાદગાર એ સફર થઈ ગઈ
સ્મિત આપતાં નજર મિલાવી 'ને એ મારી કલમથી લખેલી ગઝલ ની શરૂઆત થઈ ગઈ "

Read More

"મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી,
વિચારોને પાંખ અને કલમને વાચા આપી છે

મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી
ઊંઘની અવસ્થામાં પણ સજાગતા અપનાવી છે

મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી
મેં નિષ્ફળતાને પણ ઉદારતાથિ સ્વીકારી છે

મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી
મનના આવેગો ને પણ દિશા બતાવી છે.

મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી..."

Read More

"તમે ત્યાં સુધીજ નજીક છો, જ્યાં સુધી તમે બીજાથી અધિક છો"

" મૌન નો અંત અને લખવાની શરૂવાત થય છે,
લાગણીના ઘા રુઝાયા ,લાગેછે કે શિયાળા ની શરૂવાત થઈ છે
કલમથી મનને અને શબ્દથી કાગળ ને હુંફ મળવા લાગી છે
લાગે છે કે ઠંડી સાથે મુશાયરા ની શરૂવાત થઈ છે."
- અ.ઋ.ર

Read More