The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સારું થયું જો સાંજ પડી ગઈ, જીવન ની સવાર માં રાત પડી ગઈ, લાગે છે હવે આવાજ જશે દિવસો, પ્રેમ માં રોપેલાં પુષ્પ ની ડાળ પડી ગઈ. આજે ઘણા સમય પછી મને પોતાની સામે પ્રસ્તુત થવાનો મોકો મળ્યો છે. જાણેઅજાણે કેટલકેટલ દિવસો પસાર થઈ ગયા. પણ આજે પણ પોતાની જાત ને એટલોજ ખાલી એટલોજ સુનો મહેસુસ કરું છું જેટલો હું સુરત માં આવ્યા પછી ના શરૂઆત ના દિવસો માં કરતો હતો. એક સમય આવે છે જ્યારે તમને તમારા કરેલા નિર્ણયો પર શંકા થાય છે, ધીમે ધીમે તમારી આસપાસ ના પરિબળો તમને એ વિશ્વાસ અપાવે છે કે તમને કરેલો નિર્ણય ક્યાંક ને ક્યાંક તમારા સમય અને તમારી મહત્વકાંક્ષા ની તુલા પાર ખરો નથી ઉતારી શક્યો. અને રહેતા રહેતા તમને જીવન ની કોઈ એક કનિષ્ઠ ક્ષણે તમારા અંતરાત્મા ના કોઈ ખૂણે થી તમારા વૈચારિક માનસપટલ પર રહી રહી ને એ ભેદી નાદ ના પડઘા ગુંજવા લાગે. ''ક્યાંક પોતે કરેલો નિર્ણય ખોટો તો નથી?'' લાગણીઓ નો સ્વભાવ કુતરા જેવો હોય છે. કુતરાઓ ને સૌથી વફાદાર પ્રાણી કહેવાય છે. પણ કુતરાઓ ક્યારેય પોતાની વિજાતીય સાથી ને વફાદાર રહ્યા નથી, શુ છે આ વફાદારી? કેવી હોય છે વફાદારી ની લાગણી? શુ વફાદારી ને સમય અને માત્રા ના પરિમાણ માં માપી શકાય ખરી? વફાદારી માં આધિપત્ય કોનું હોય છે? શુ વફાદારી એકબીજા ને પરસ્પર હોવી જોઈએ? કે પછી ફક્ત એક જ તરફ થઈ વફાદારી હોય તો ચાલે? જ્યારે પરસ્પર ને જાણ થાય જે સામે ની બાજુ વફાદારી નથી અથવા હોવી વફાદારી રહી નથી? તો શુ એ સબંધ ને ટકાવી રાખી શકાય ખરો? અને જો સબંધ રહે પણ તો? એને નામ આપી શકાય? લાગણીઓ ના આ ભવસાગર માં રોજ કેટલાય સબંધો તૂટતા રહે છે અને નવા બનતા રહેત છે. પણ સમાજ ક્યારેય અટક્યો નથી. સમાજ ત્યારે પણ નતો અટક્યો જ્યારે રામ ના સીતા નું અપહરણ થયું હતું અને સીતામાતા ને અગ્નિપરીક્ષા અને પછી વનવાસ નો સામનો કરવો પડ્યો હતો, ઈશ્વરની શ્રેણી ના લોકો સાથે પણ સમાજે એજ નીતિ અપાવી હતી જે આજે તમારી અને મારી સાથે અપનવે છે, સમાજ ત્યારે પણ અટક્યો નથી જ્યારે કૃષ્ણા ભગવાને આઠ પટ્ટરાણી અને સોળસો ગોપીઓ ને રાણી બનાવેલી શુ ત્યારે સમજે એમના પાર વફાદારી નો આક્ષેપ લગાવેલો? નહીં.. એમને ભગવાન નો દરજ્જો આપવામાં આવેલો અને એમને જે પણ કર્યું એને એમની લીલા માં સમાવી લેવામાં આવી. ખરેખર સમાજ માં આજે કોઈ પણ વફાદાર છે ખરું?! કલમ ના કોણ થી શાહી ની સોડમ -ઋષિરાજ
શોધ્યા રાખું છું.બહાના તારી સાથે વાત કરવા માટે. વાત મા મુલાકાત ના અવસર પણ શોધું છું. નથી અનુભવાતી સંસાર ની સંવેદનાઓ તારી ઇન્દ્રીઓ વિના, એટલેજ તારા હ્ર્દય સુધી જતી શબ્દોની સીડી શોધ્યા કરું છું.
ઋષિરાજ
તારો પ્રેમ પામવાના પ્રયત્નો ના પ્રતિક સમાં મારા હ્રદય કિલ્લા ની ચારે તરફ ભલે તારા અસ્વીકાર નું સામ્રાજ્ય હોય.... પણ.. ઇતિહાસ સાક્ષી છે કે. સામ્રાજ્યો લુપ્ત થયા છે પણ કિલ્લાઓ આજે પણ હયાત છે... ક્યારેક તો આ સામ્રાજ્ય ને પણ મારા કિલ્લા ની દીવાલ આગળ ઘૂંટણ ટેકવા પડશે....
દર્પણ ના દર્શન_બારી માંથી મજા નો પવન ફૂંકાઇ રહ્યો છે. ઓરડા ના બીજા છેડે બારણાં માં બાંધેલા પડદા હવા માં લહેરાઈ રહ્યા છે. દૂર બીજા ખૂણા માં એક દીવો અને અગરબત્તી પ્રગટાવી રાખી છે.બારી માંથી ફૂંકાતા પવન થી દીવા ની લો હવા માં ચળવળ કરે છે.જાણે હમણાં બુઝાઈ જવાની હોય.એક કાચી ઉંમરે પરણી ને ઘર નો તાત બનેલો યુવાન ગંભીર ચહેરે ઓરડા માં આવે છે.ભારે પગલે બારી પાસે મુકેલી જુલા ખુરશી સુધી જાય છે અને પોતાના શરીરને જુલા ખુરશીમાં ફેકી દે છે.આંખો બંધ છે છતાં ચિત્રો દેખાયા કરે છે.ગળું સુકાતું જાય છે, છતાં ગળા માં ડૂમો બાજી છે.હાથ માં ખાલી ચડી રહી છે,છતાં એ હાથ થી પોતાનો ચહેરો ઢાંકે છે,એમાં રહેલા છેલ્લા સ્પર્શની સ્મૃતિ અનુભવી લે છે.દાંપત્યજીવનની પાપાપગલી હજુ ચાલુજ થઈ હતી.બધા પાસા એની તરફેણ મા પડવા લાગ્યા હતા. અવિરત વધી રહેલી એની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા એ એને અભિમાન અપાવી દીધું કે દુનિયા માં બધુજ જીતી શકાય છે.મૃત્યુ પણ?અસંભવ,નાને થીજ શીખવાડવા માં આવ્યું છે કે જીવન યાત્રા છે અને મૃત્યુ યાત્રા નું અંતિમબિંદુ.એના પછી બધુજ શૂન્ય થઈ જાય.હ્રદય ના ધબકારા,ફેફસા નો શ્વાસો્વાસ,મગજની નિયંત્રણ પ્રણાલી થંભી જાય.કલાકો સુધી એ ખુરશી માં બેસી રહે છે.પેટ છે પણ ભૂખ નથી.કંઠ છે પણ સ્વર નથી.દિલ છે પણ ધડકન નથી.મન છે પણ માયા નથી.માયા જાણે મન નો સંસાર,જાણે એની આત્મા,જાણે એને જગ ની બાથ થી મુક્ત કરાવી બે પળ માટે વિસામો આપતી સુંદર કુટીર જેમાં મન નાચતો,ગાતો,હસતો, રડતો, ગુસ્સો કરતો અને ઉદાસ પણ થતો.આજે આ બધીજ લાગણી ની બાદબાકી થઈ ગઈ છે,પ્રભુ ને મન ના વટ નો વર્ગ અને માયા ના મમતા નો સરવાળો પસંદ ના આવ્યો.એમને મન ના જીવન નો ભાગાકાર કરી નાખ્યો.એકજ જાટકે મનના જીવનના બધા સપનાઓ ને રોળી નાખ્યા.માયા સગર્ભા હતી.પગ લપસતાં માયા રસોડા માં પેટભર પટકાઈ.એજ ક્ષણ જાણે એનુ હાંડી જેવું પેટ હળવું થઈ ગયું.એને પીડા ઉપડી.એ ચિખે-ચિલ્લાય છે.પણ સાંભળવા વાળું કોઈ નથી.એ ઘસાડતી ઓરડા માં મૂકેલા ફોન સુધી જાય છે,મનને ફોન કરે છે,રીંગ વાગે છે.પણ ઘર માં,આજે મન ઉતાવળ માં ફોન ઘરેજ ભૂલો ગયો છે.દૂર ટેબલ પર મન નો ફોન રણકતો માયા ની નજરે ચડે છે.ખરડાયેલો ચહેરો ફિક્કો પડતો જઈ રહ્યો છે,આંખે ધીમે ધીમે અંધારા આવી રહ્યા છે.એ ફર્શ ને જુવે છે એની આંખો ફાટી રહી જાય છે.ઢસડી ને કાપેલો માર્ગ પોતાના રક્ત થી ખરડાયેલો હતો,રુધિર વહી રહ્યું છે.માયા ભોંય પર ફસડાઈ.હ્રદય ના ધબકારા ધીમા પડી રહ્યા હતા.દરેક ક્ષણ એની માટે સદી જેવી લાગી રહી હતી.મન સાથેના પ્રેમની નિશાની એટલે 'મનિજ્ઞા' માયા એ રાખેલું નામ નાશ પામ્યું. એને આંખો મીચી દીધી.મન માયા અને મનિજ્ઞા ની અંતિમ ક્રિયા પતાવી ને ઓરડે આવે છે.કેમકે હવે એ ઘર નથી રહ્યું.એનો આત્મા ઉડી ગયો હતો,અને અસ્થીઓ દીવા પાસે મૂક્યા હતા.દીવા નો પ્રકાશ ઝાખો થઈ ગમે ત્યારે ઠરી શકે,પણ મનને શું ચિંતા!એ ઊભો થાય છે,દર્પણમાં માયા એ બિંદીથી લગાવેલી સેલ્ફી ને જુવે છે,દર્પણમાં જોતા કાન પાસે પાછળ ની દીવાલ પર લટકતી માયાની માળા ચડેલી ફોટો નજરે ચડે છે.રોજ ની આદત જેમ એ વાળ સરખા કરે છે.હળવું સ્મિત કરે છે.આંખથી આંસુ તો રોકાતા નથી પણ હાસ્ય નું કારણ કદાચ એ જાણી નઈ શક્યો.પેલી સેલ્ફી પર હાથ ફેરવતા,"આવું છું વ્હાલી" કહી ને એ બારી બહાર કૂદકો લગાવી દે છે.ભીડ ના અવાજ સાથે. દીવો બુજાય છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser