The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આંખો લૂછીને એણે કંકોત્રી ફાડીને એક હાથ ભર્યો નિ:સાસો નાખ્યો, એવી બાઈને પૂછવું શું? પોતાનું નામ શોધવા સાત વાર ફેરવી ફેરવીને કંકોત્રી વાંચી, એવી બાઈને પૂછવું શું? નાગડા છોકરાના લેટા લૂછીને એણે બાર બાર ઈંટો માથે કરી, એવી બાઈને પૂછવું શું? સંધ્યાના કાળમાં દારૂડિયા પતિ ને ફાટેલા પોલકા માંથી પોટલી ના પૈસા આપ્યા, એવી બાઈને પૂછવું શું? #પુછવું
ભાઈના જુના પેન્ટમાંથી બનાવેલ કબજાના ઉપરના ખિસ્સામાં ફોન ક્યારનો કંપી રહ્યો હતો.સોનલ પાણીયારાની જેમજેમ નજીક જતી હતી તેમ તેમ તરસ ઓલવાઈ જતી હતી. માથે માટલું હોવા છતાં ગમે ત્યાં બેસીને પી નહોતી શકતી.પાણીયારા સુધી પહોંચવાનો નિયમ હતો.ખૂબ સંભાળીને એણે માટીનું જમ જમ જમતું માટલું સિમેન્ટના બનાવેલા વાડકા પર મુક્યું,એને થયું કે મૂકેલું માટલું પાલે ને પાલે આખું પી જાઉં, પણ એમ કંઈ થોડું પીવાય? "પાણિયારે મોર મૂકી રહી હોય તો છાણનું તગારુય ભરી આય તો શરીર થોડું થાકે તો રાતે જરીક ઊંઘ આવે,આ આંગણું આખું હું એકલી નથી લીંપવાની યાદ રાખ." સોનલની બા આંગણેથી ટ્ટહુકો કરીને બોલી. સોનલ એક જ શ્વાસે આખું પાલું ઉતારી ગઈ,પગ પછાડતીક ને નીકળી.હજુ તો માંડ આંગણામાં આવીને જૂતા પગમાં નાખ્યા હશેને ધડીમ દઈને અવાજ આયો, રેલો પાણિયારેથી આંગણામાં માટી ચોળતી બા ના પગ સુધી આવ્યો. સોનલ કબજાના બટન ટાઇટ કરતી ત્રાંસી આંખે જોઈ રહી હતી. માટલું ફૂટીને ઘર પાણી પાણી થઇ ગયું હતું.
सरकारके हर कदम पर नज़र रखने वाले अपने घर में आंख भी रखते होंगे क्या ? जो सबकी खाल उधेड़ते हैं,वो अपनी खाल संजोते होंगे क्या ? आदर्श देश में रहना चाहते लोग आदर्श परिवार में रहते होंगे क्या ? हर हालात पे चिल्लाने वाले खुद के हाल पे रोते होंगे क्या ?
સૂરજ ને કુંતીની વચ્ચે, રંગલા ને રંગલીની વચ્ચે, કાંતા ને સોમા ની વચ્ચે, લુકમા ને રાજની વચ્ચે, સૂર્ય વગરનો ઉદય થયો છે. #ઉદય
ભમરાએ ઉડવાની સ્ટાઇલ બદલી છે, જોને ફૂલોએ પણ હવે સ્માઈલ બદલી છે. એકબીજાના માટે જ તો બન્યા હતા, આ માણસે જાતે જ ડિઝાઇન બદલી છે. પેલો શોમલો કેસ લઈને પહોંચ્યો છે કોરટમાં, સામે એનો ભાઈ જાણીને વકીલે ફાઇલ બદલી છે.
એ આવ્યાય નહીં ને ગયાય નહીં, બસ જેમ હતું એમ જ તેટલા જ અંતરે બધું પડ્યું રહ્યું, મોકલાવેલું પાનેતરય ને સિંદૂરની નવી શીશીય. #અંતર
કાળો કેર વર્તાવશે મારી ભૂખ પર એનું ગળું ગોંટશે પેલા ચોક પર હવે હદ વટાવશે નાગાઈ ની વડીલ, મને ભરોસો નથી આ શહેર પર.
લઇ અને સંદશ તમારો બેઠા અમે નજીકમાં, કે ઘડી આવે ને મળે બીજો સંદેશ તમારો હજીકમાં. -રોહિત પ્રજાપતિ
યાદ કોઈણી આવતા જ આંસુ મારા સરી પડે છે, ન જાણું એમની ભૂલ, આંસુ માત્ર સરી પડે છે. શોધવા બેસું ભૂલ, તો વખત એમ જ સરી પડે છે, ઉપાધી એવી આવી, તો કહેતા જ કોઇથી કહેવાઈ ગયું પ્રેમ જયારે થાય તો સમય ક્યાંક સરી પડે છે, ને સમય ઘડીક વીતે તો પ્રેમ ક્યાંક સરી પડે છે. -રોહિત પ્રજાપતિ
अलमारी खुली अटैची खुली पड़ी थी, बस बंद थी दीवारें उस घर की जो शायद कभी न खुलने वाली थी, टकरा टकरा कर बंद हुए उस दरवाजे में उस घर की खुशियों की उंगली आ गई, तड़प तड़प कर मर गई खुशियां, न कोई रोग था न बुरी आदत थी, छोटे-छोटे चार मटके थे कोने में पानी से भरे हुए, जो कभी भी बहने को तैयार थे, सफेद साड़ी में चिंगारी रो-रो कर सूख चुकी थी, एक सेतू था उस बड़े मकान से इस झोपड़ी तक जो टूट गया अंधेरे में, वह गलती सही में कर्मचारी की थी सरकारी, पर भुगत रही थी बस वह अकेली चिंगारी।
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser