The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*ભાગ્ય અને કર્મ,* *નસીબ અને પ્રયત્ન* *બંને એક જ વસ્તુ છે.* *જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,* *તેમ ભૂતકાળનાં કર્મો* *આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!* -Ravi Pandya
*"સવાર" અને "સાંજ" માં એક જ ફર્ક છે,* *"ઉદય" અને "અસ્ત" નો...* *એક જુસ્સાભેર આગળ પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે* *અને* *બીજું ધીરજ ધરી વિસામો લેવાનું મહત્વ સમજાવે છે.* -Ravi Pandya
માણસ હવે માણસને મળતો નથી, ને જો મળે તો, એ હવે હસતો નથી. બેસી રહે છે "ફેસબુક" ના જ ફળીએ, કોઈ તમારા આંગણે જડતો જ નથી. દેખાય છે એ "ઓનલાઈન" ઉપર, એકલો પડે પણ એ સુનો પડતો નથી. રોજ મજા માણે છે "સેલ્ફી" હાથે લઈ, સેલ્ફ સિવાય એ બીજાને ચાહી શકતો નથી. મારી તમારી સૌની છે આ સ્થિતિ, માણસ હવે માણસને ઓળખતો નથી. -Ravi Pandya #matrubharti
પુસ્તક રોજ નથી લખાતા છાપા રોજ છપાય છે એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય. -Ravi Pandya
ભોગવ્યું બધું દિલ એ છે તો..... સહન પણ હમેસા દિલ જ કરે છે.. જો સમજવાની શક્તિ હોય તો બસ એ કે દિલ પાસે છે, બાકી બાજી બગાડવા માં તો દિમાગ અને જીભ નો હિસ્સો સરખો છે. -Ravi Pandya
આ Long drive ની તો મને ખબર નથી પણ તારી સાથે સાઇકલ ની રેસ જીતવી છે આ Hanimoon ની તો મને ખબર નથી પણ તારી સાથે મનાલીનું ટ્રેકિંગ કરવું છે આ Beach ની તો મને ખબર નથી પણ તારી જોડે મધુરીઝીલના કિનારે બેસવું છે આ મુસાફરી ની તો મને ખબર નથી પણ તારી જોડે દરજલિંગ ની ટ્રેઈન માં બેસવું છેં આ કાશ્મીર ની કલિયો ની તો મને ખબર નથી પણ તારી જોડે કાશ્મીર ની વદાયો ને માણવી છે આ ઉત્સવ ની તો મને ખબર નથી પણ તારી જોડે કચ્છ ના રણઉત્સવ ને જોવો છે આ walking ની તો મને ખબર નથી પણ તારી જોડે એક વાર ગીરનાર ચડવો છે -Ravi Pandya
સવાર પડેને ઉગતો માણસ, સાંજ પડેને આથમતો માણસ. દિવસભર આમતેમ રઝડતો માણસ, પેટ ભરાય તેટલું રડતો માણસ. ભીડની વચ્ચે અથડાતો માણસ, હા વગર વાંકે પીસતો માણસ. કાળઝાળ ગરમીમાં બળતો માણસ, મોંઘવારીની મારમાં મરતો માણસ. સબંધોમાં સળવળતો માણસ, પ્રસંગોમાં ઝળહળતો માણસ. નાહક નાહકનું હસતો માણસ, મોકો મળે મનભરી રડતો માણસ. સવાર પડે ને ખોવાતો માણસ, સાંજ પડે ને જડતો માણસ. -Ravi Pandya
તકલીફો હમેશાં એક નવો માર્ગ બનાવવા આવે છે હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની... -Ravi Pandya
*મળવું છે મારે,* *કઇ પણ કારણ વગર,* *સંબંધ રાખું છું,* *કઇ પણ સગપણ વગર…* *મૈત્રી કરું છું,* *કાઈ પણ અપેક્ષા વગર,* *સતત સાથે ચાલતા રહીશું,* *કોઈ મંજિલ વગર...* *માની લીધા છે મિત્ર,* *કોઇ પણ રસમ વગર,* *સાથ હંમેશા નિભાવીશ,* *કોઈપણ કસમ વગર...* *શબ્દો પણ નથી લખાતા,* *લાગણી વગર..*
એક દિવસ મેં જિંદગી ને સવાલ કર્યો કે, "તું કોણ છે?" જિંદગી એ સરસ જવાબ આપ્યો કે, "માણો તો હું મોજ છું, પણ ઘટતી જાઉં રોજ છું.. ક્યારેક દુઃખ નો ધોધ છું તો, ક્યારેક હું સુખની ખોજ છું.. ભરી લ્યો તો હું શ્વાસ છું, રાખી લ્યો તો વિશ્વાસ છું.. ક્યારેક આસ પાસ છું તો, ક્યારેક બહુ ખાસ છું હું.. લડી લ્યો તો જંગ છું હું, પુરી લ્યો તો રંગ છું હું.. ક્યારેક ઘણી તંગ છું તો, ક્યારેક તારી સંગ છું હું.. સમજો તો એક વિચાર છું, માનો તો સાચો યાર છું હું.. સ્વપ્ન માનો તો સાકાર છું હું, ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું.."
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser