The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" જોઈ કાળા અંબર વાદળ ઘેરા નક્કી જ, આજ, બે દિલ પ્રેમ માં મળવાં ના ને ફરી તેડાં ધરતી અંબર નો, પ્રેમ કેવો'ક તપતી ધરતી દિનરાત પ્રેમદીવાની ને, ધોધમાર વરસ્યો મેહુલો પ્રેમ તરસ છીપાવાતો " પ્રેમ હું કહું ને, તું સમજે એ તો સૌ કોઈ સમજે, પણ, હવા ના સ્પર્શ થી પળપળ ઢળતી તારી કાળી પલકો માં હું તારું અંતર આયખું ય સમજી જાય એ મારો પ્રેમ, સવાર ઉઠતાં હું તને યાદ કરી લવ ! એ, તો કદાચિત, મારી સૌ પ્રત્યેની લાગણી હોઈ, ખરી !પણ, હું ઢળતાં સૂર્ય ની લાલાશ ને આંખો માં ભરી હું, તને ફરી મળવાં ની આશ માં પોઢી, ઉગતાં સૂરજ સંગ હરેક પળપળ માં તારી યાદ ને હું સમાવે એ, પ્રેમ સમય ના વ્હેણ સંગ બધું જ વહી જાય ને, હરેક યાદ હું ભૂલી જાવ પણ, ધૂંધળો ધૂંધળો તારો એ, ચહેરો મારાં સ્વપ્નો માં મલકાતો જાય એ પ્રેમ અનેકો સુંદર માયાવી મુખોટાઓ ની ભીડ માં મારું મન, રદય, અક્ષ, તને, જ આમતેમ શોધતું ફરતું હોઈ તો એ, પ્રેમ હજારો ચાહનારાઓ માં છલકાયો હું, ને, ના યાદ કરવા છતાં-પણ મારું, દિલ તારી તરફ ધસડાય ને, મળવાં દોડી આવે તો એ, પ્રેમ, દરિયા જેવડું તો મોટું દિલ છે મારું, તારા માટે બેધડક ધડકી જાય તો એ, પ્રેમ હસતાં મુખડાં ની પાછળ લુપાતા છુપાતાં અસહ્ય એ તારાં દુઃખ ના દર્દ ને હું સમજી જાવ એ,પ્રેમ શબ્દો નો મેળ-મેળાપ ના મળતો, ને હું અણસમજુ ને કાઈ મતલબ ન સમજાતો !ને હું તારો હરેક શબ્દ નો અહેસાસ સમજી જતો એ, પ્રેમ, એકલતા ના ધૂળિયા મારગ એ હું તને મારા અક્ષ માં આસું થઇ વિચારી વહાવું એ, પ્રેમ.Dipika rathod~
આજ,મેં માનવતાને મરતી જોઈ છે! એક અન્ન દાણાં કાજે મંદિર,મસ્જિદ,ને કેટલાંય જાહેર ઠેકાનો પર,ભૂલકાઓના એ,અંદર ધકેલાયલા પેટ ની એ ભૂખને નયનો થી ભાંખી છે! બીજી તરફ દેવાલયો માં અઢળક ભંડારો નું દાનપુણ્ય અને શિવલિંગો પર દૂધની રેલમછેલ જાંખી છે! આજ,મેં માનવતાને મરતી જોઈ છે! કાવડમાં બેસાડી દેવાલયનાં દ્વારે દ્વારે ફરતો શ્રવણની એ, ગાથાય હજુય સૌ મોંઢે ગવાય છે! છતાંપણ,હરેક શહેર માં ઘરડાં ઘર મોટાં થતાં જ,જોવાય છે! આજ,મેં માનવતા ને,મરતી જોઈ છે! પવિત્ર પ્રેમ રાધાકૃષ્ણ ના સોંગધ તો, લેવાય જ છે ને,એજ પવિત્ર " પ્રેમ "ને ક્યારે'ક પલંગ પર ની દેહી જરૂરિયાત તો, ક્યારે'ક શતરંજ ની રમત થઇ ભાવનાઓ સંગ રમાય છે! આજ,મેં માનવતા ને, મરતી જોઈ છે! ગ્રંથો, વેદો અને પુરાણો માં નારી "શક્તિ" થઇ પુજાઈ છે તો, એજ નારીશક્તિ નું ખુદ ભગવાન ના દ્વારે જ કોઈ'ક હેવાન ની હવસ નો શિકાર બની ઘવાય છે! આજ,મેં માનવતા ને મરતી જોઈ છે! મારેલાં ને પણ,મારતાં આ માણસ રાક્ષસ થતાં મેં જોયો છે ક્યાં'ક લોહીના સબંધો તો, ક્યારે'ક પ્રેમના સબંધો એ ઈર્ષા ના આવેગ માં માનવ થઇ માનવતા ને મારતાં જોયુ છે! આજ,મેં માનવતા ને મરતી જોઈ છે!. dipika rathod~
એકલતા ના રસ્તા પર ! અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ ! અવાર-નવાર બદલાતા આ મોસમી મિજાજની મનમાની એ અમે મુખૌટાઓ ની મોહ માયા મોહી રે એ જુઠ્ઠી એ મુઠ્ઠી ને આજ ખોલી દઈ એકલતા ના રસ્તા પર ! અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ ! હતાશાઓ ના અનેકો હડસેલા માર્યા આ જિંદગી એ મધદરિયે હાલક -ડોલક જિંદગી ની નાવડી ને જેમતેમ તરી કિનારે તો પહોંચ્યાં જ છીએ એકલતા ના રસ્તા પર ! અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ ! સમય ના વહેતાં આ વ્હેણ સંગ અમે સઁબઁધો ની સીંચતા,ખુદ સ્નેહ થઇ નિરંતર વહ્યા છીએ, પણ, હજુંય ખુદ ના જ, પ્રેમ ની ભીનાશ કાજે કોરાકટ રહી ચુક્યા છીએ, એકલતા ના રસ્તા પર ! અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ ! મૃત્યુ ને પણ, બંધ મુઠ્ઠી માં ભરી અમે જિંદગી ની હરેક પળ ને, આજ, માં જ, મન ભરીને માની રહ્યા છીએ ! એકલતા ના રસ્તા પર ! અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ ! કપરા સમય ની ચાલે ચાલી પોતાના ઓ માં જ, પારકા નો ભેદ ભણી પોતાનાઓ ની જીત ખાતર ખુદ હારી ને પણ જીત નો અહેસાસ લઇ ખુશ રહ્યા છીએ ! એકલતા ના રસ્તા પર ! અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ ! ધસમસતા તપતા સૂર્ય ની બાંહો માં તપી અમે, શીતળતા ને બહુ માની છે જાણી આ દુનિયાદરી ને, ખુદ થી અનજાન કરી ગઈ આ જીવન દોરી છે, એકલતા ના રસ્તા પર ! અમે આજ ભીડ થઇ ચાલ્યા છીએ !.Dipika rathod ?
જિંદગી માં હું કોઈ જીત હાસિલ કરું કે ના કરું પણ ખુદ ની નજરો માં હારી તો નહીં જ જાવ. Dipu
એકલાજ રહી જઈશું સ્વ ને સંવારવા સ્વ ના અસ્તિત્વ થી કોઈ જ સમજોતું ન સાંધી શું. Dipu
ખુદ ના પડછાયા ને જ ગળે લગાડી એટલા રડ્યા કે, ખારા આશુ મીઠા થઇ વહીયા. Dipu
સૌ સાથે પ્રેમ ભીનું બંધન બાંધી ભીંજાવું મારો પ્રેમ છે તમે એકલા કોરા રહી જાવ હવે આ હૈયા ને ન મન્જુર છે. dipu
શીતળતા મારી લાગણી ની હૂંફ જોઈએ છે તમારા પ્રેમની હવે નહીં કોઈજ જરૂરત આ જીવન ની. ✒dipu
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser