Quotes by Rana Zarana N in Bitesapp read free

Rana Zarana N

Rana Zarana N

@ranazaranan102218
(79)

દંગલ નું ગીત સાંભળીને લાગ્યું કે આ તો તમારા માટે જ લખાયું છે!!!
ત્યારે લગતા હતાં હિટલર તમે અમને પણ જયારે, ડિસિપ્લિનમાં રહેવા તમે ફરજ પડતાં,
દિવાળી માં લવિંગીયા હાથથી ફોડાવતાં,
ઘરમાં જ ક્રિકેટ રમાડતાં,
જબરદસ્તી એશિયન ગેમ્સ દેખાડતા,
પણ જયારે જિંદગી ની મેચ માં એ જ બોલ ફેંકાયા જે તમે રમાડયાતાં,
ક્લીન બોલ્ડ કરી જિંદગીને તમારા કોચિંગ ના કારણે!!!
આજે સમજાય છે એ બધી કડકાઈનું કારણ,
જયારે દુનિયા કહે છે, યાર તારી તો વાત જ અલગ છે!!!
Happy Father's day PAPA

Read More

જિંદગી આખી સ્પષ્ટતાઓ આપી આપી થાકી,
હવે થોડી અસ્પષ્ટ જિંદગી જીવી લેવી છે મારે

શા માટે વિશિષ્ટ બનવાની આટલી તાલાવેલી
વિશિષ્ટ એ જે છે સર્વ સૃષ્ટિનો બેલી
#વિશિષ્ટ

સાત પગલાં આકાશમાં ના લેખિકા કુંદનિકા કાપડિયાનું 93વર્ષની વયે નિધન
ૐ શાંતિ 🙏🙏

સેન્ડવીચ


"અરે ! માનવ માટે તું લાઈટ બ્લુ શર્ટ લાવી છે ? માનવ તો કાયમ ઇન્ટરવ્યૂ માટે સફેદ શર્ટ જ પહેરે છે . એ આ શર્ટ નહી જ પહેરે ." કુમુદબહેને પોતાની નવી વહુ નિષ્ઠા ને કહ્યું . નિષ્ઠા ઝાંખી પડી ગઈ પરંતુ કાંઈ બોલી નહી .
"આજે રસોઈ માં ગુવાર નું શાક કેમ બનાવ્યું ? મારો માનવ તો ગુવાર ખાય જ નહી . તારે રસોઈ બનાવતા પહેલા મને પૂછી લેવું એકવાર . છોકરો બિચારો આખો દિવસ કામ કરે પછી જમવાનું to ભાવતું જોઈએ જ ને ! અને હા દાળમાં ગળપણ ઓછું નાખજે . માનવને બહુ ગળી દાળ નહી ફાવે ." સૂચના આપી ને કુમુદબહેન સખીમંડળને મળવા ચાલ્યા.
સાંજે માનવ ઘેર આવ્યો . હાથ મોઢું ધોઈને જમવા બેઠો . ગુવાર નું શાક જોઈને અણગમો તો થયો પણ નિષ્ઠા નું મન રાખવા માટે બોલ્યા વગર ખાઈ લીધું . રાત્રે નિષ્ઠાએ તેના માટે લાવેલો લાઈટ બ્લુ શર્ટ બતાવ્યો . મનાવે ખુશી થી સ્વીકાર્યો .
આમ તો તે લાઈટ બ્લુ શર્ટ ન પહેરતો પરંતુ પોતાની નવપરણિતા લાવી છે એમ વિચારી તે રોમાંચિત થઈ ઉઠ્યો . આ લાઈટ બ્લુ શર્ટ તેને ખુબ જ વ્હાલો હતો .
બીજા દિવસે ઇન્ટરવ્યુ આપવા જતા તેણે એ જ શર્ટ પહેર્યો . તેને જોઈ કુમુદબેન ઝંખવાણા પડી ગયા .તેમણે બળાપો કાઢવા માંડ્યો ," બૈરી ના આવતા જ ભાઈ ઘર માં બધું બદલાવા માંડ્યું છે . માં ના રાજ માં તો ગુવાર ખવાતો નહતો અને હવે ગુવારેય ખવાય છે ને કપડાં ના તો કપડાં ના માણસ ના રંગેય બદલાઈ જાય છે ."
આ સાંભળીને માનવ ડઘાઈ ગયો . માતા ને સમજાવવા લાગ્યો કે નિષ્ઠા નવી નવી આ ઘર માં આવી છે તો તેને થોડો સમય આપવો જોઈએ . ત્યાં તો તેને "બૈરીઘેલો " હોવાનું લેબલ લાગી ગયું .
સાંજે જમવાનું પતાવી ને માનવ અને નિષ્ઠા રોજ પ્રમાણે ચાલવા નીકળ્યા . ત્યાં તો નિષ્ઠાએ ફરિયાદ ચાલુ કરી . નિષ્ઠાને કુમુદબેન નો સ્વભાવ સમજાવવા જાય છે ત્યાં તો તેને "માવડીયો" હોવાનું લેબલ મળી ગયું .
તે રાત્રે મોડે સુધી માનવને ઊંઘ ન આવી . તે વિચારતો રહ્યો કે પોતે માવડીયો છે કે બૈરીઘેલો !!!

Read More

ગુર્જર ભૂમિ ના લોક લાડીલા , રાષ્ટ્રીય શાયર
શ્રી ઝવેરચંદ મેઘાણી નો આજે જન્મદિવસ છે . તેઓ શ્રી નો જન્મ ચોટીલા ખાતે થયો હતો . સૌરાષ્ટ્ર ની ભૂમિ ને ખુંદી ને તેમણે અનેક લોકકથાઓ નું સંપુટ બનાવી તેને સૌરાષ્ટ્ર ની રસધાર ના નામે પ્રસિદ્ધ કરી ગુજરાતી લોકસાહિત્ય ને જીવતું રાખ્યું છે .આ ઉપરાંત માણસાઈ ના દિવા , સોરઠી સંતો , સોરઠ તારા વહેતા પાણી જેવી અનેક અમર કૃતિઓ આપી ને ગુજરાતી લોકસાહિત્ય ની અમૂલ્ય સેવા કરી છે . તેમના આ પુસ્તકો નવી પેઢી તો શું પણ જૂની પેઢી ના પણ લોકો વાંચે તો સમજી શકાય કે ગુજરાતી પ્રજા કેવા ખમીરવંતા પૂર્વજો ની સંતાન છે .તેમના કાવ્યો મડદાં માં પણ પ્રાણ પુરી દે તેવા ખમીરવંતા છે . રક્ત ટપકતી સો સો ઝોળી જેવી અમર કૃતિઓ ના સર્જનકર્તા એવા શ્રી ઝવેરચંદ મેઘાણી ને લાખ લાખ વંદન

Read More

શ્રી કૃષ્ણ ના જીવન માંથી શું શીખીશું ?

ધાર્મિક ન બની શકીએ તો ચાલશે પરંતુ એક સારુ સંતાન , સાચો મિત્ર , સાચો પ્રેમી , સાચો વ્યક્તિ બની શકીશું તો ધર્મ કર્યો જ ગણાશે કારણ કે કોઈ ધર્મ તમને સારા માનવ ન બનવાનું નથી શીખવતો . આમ કરવાથી લોકસેવા તથા રાષ્ટ્રસેવા કર્યા નો સંતોષ પણ મળશે . તો આવો કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ ને કર્મયોગી બનીને ઉજવીએ અને કૃષ્ણ ના ઉપદેશ ને યથાશક્તિ જીવનમાં ઉતારીએ . જય શ્રી કૃષ્ણ ???

Read More

" વેદ "
વેદ શબ્દ નો અર્થ જ્ઞાન એવો થાય છે . આપણા વેદો ની ઋચાઓ કહેવાય છે . વેદો ના મંત્રો ના રચયિતા નથી હોતા પરંતુ મંત્રદ્રષ્ટા હોય છે . કારણ કે વેદો નું જ્ઞાન એ સૃષ્ટિ ની રચના થઈ ત્યારનું છે . જેમ પરમાત્મા નો કોઈ આરંભ કે અંત નથી તેમ વેદો નું જ્ઞાન પણ આરંભ કે અંત વિહીન છે . આમ વેદો ના મંત્રો ની રચના કરવામાં નથી આવી પરંતુ આકરા તપ દ્વારા તે જ્ઞાન ને મેળવવામાં આવ્યું છે . મંત્રદ્રષ્ટાઓ એ પછી તેને ભાષા ના માધ્યમ થી વર્ણવ્યું છે .

Read More

શીતળા સાતમે શા માટે ઠંડુ ખાવું જોઈએ ?

શીતળ એટલે ઠંડક આપનાર . ચામડી ના દરેક રોગમાં ઠંડક ની જરૂર પડે છે .માટે જ આપણે શીતળા માતા ને ચામડી ના રોગો સાથે સાંકળી ને જોતા હોઈશું .શીતળામાતા નો ઉલ્લેખ સ્કંદ પુરાણ માં જોવા મળેછે . આપણા બીજા તહેવારો ની જેમ આ તહેવાર ની પાછળ પણ સ્વસ્થ રહેવાનું વિજ્ઞાન છે .
ઘણા health concious લોકો resistance starch વિશે જાણતા હશે જેને ગુજરાતી માં પ્રતિરોધક સ્ટાર્ચ કહીશું. આ એવા કાર્બોદિત પદાર્થો છે કે જે સ્ટાર્ચ ની લાંબી સાંકલ બનાવે છે.આપણે દરેક સ્ટાર્ચ પચાવી ન શકતા હોવાથી આવા સ્ટાર્ચ આપણા મોટા આંતરડા માંથી પસાર થાય છે.ત્યાં રહેલા good bacteria આવા પદાર્થોનું પાચન કરે છે અને તેમની સંખ્યા માં વધારો થાય છે . જે પાચન માટે લાંબા ગાળે સારુ છે .
આપણે જાણીએ છીએ તેમ ત્વચા રોગો નું મૂળ પાચન છે . જો તમારું પેટ સારું હશે તો ત્વચા રોગ થવાની શક્યતા ઘટી જશે . મારા માનવા પ્રમાણે આથી જ શીતળા માતાને ત્વચા રોગ સાથે સાંકળવામાં આવ્યા હશે .
આમ તો resistance starch ના પ્રાપ્તિસ્થાનો
રાંધી ને મૂકી રાખેલાં સફેદ ભાત, બટાટા , લીલા કેળા , જવ , કાબુલી ચણા વગેરે છે પરંતુ શીતળા સાતમ માં ખવાતા પદાર્થો જેવા કે દાળવડા ,થેપલા ,પુરી વગેરે પણ આના પ્રાપ્તિસ્થાનો હોઈ શકે.
આ તમામ પદાર્થો નું ક્લિનિકલ રિસર્ચ કરીને તેની પાછળ નું વૈજ્ઞાનિક કારણ શોધવું જ રહ્યું .

તા .ક . આ લેખ મારી માન્યતા પર આધારિત છે .તેનો કોઈ વૈજ્ઞાનિક કે મેડિકલ આધાર નથી .

Read More