Quotes by ઝાલા પ્રિયંકાબા... rana baa... in Bitesapp read free

ઝાલા પ્રિયંકાબા... rana baa...

ઝાલા પ્રિયંકાબા... rana baa...

@ranabaa9791


ગરવુ મારું ગુજરાત.. અને ગરવી મારા ગુજરાતની ગાથા..
મળો જો સામા તો હોંકારો દે, ફરો જો ઉંધા તો સાદ દે..!
જાણિતા જ નહિ અજાણ્યાં ને પણ આવકારો દે,
પુછો જો વાટ તો ભાળ નહી ઘર સુધી નો સથવારો બને...
મીઠુંડા અહીના માનવી, અને એથીયે મીઠી મારા ગુજરાત ની ભાષા..
સાહેબ ખારા 'નમક' ને પણ મીઠું કહી બોલાવે એવી મારી માતૃ ભાષા ની મહાનતા..
શબ્દે શબ્દ માં માન જળવાય.. અને કહેવાની રીત માં મલાજો..
ગરવુ મારું ગુજરાત અને ગરવી મારા ગુજરાત ની ગાથા..
ગરવો ગિરનાર..અને ઉજળું મારું સોમનાથ મહાદેવ નુ ધામ...
વળી દેશ નો સૌથી લાંબો દરિયાકીનારો ને એમા વચ્ચે બિરાજમાન દ્વારકાધિશ..
ડુંગરે ડુંગરે જગદંબાઓ બિરાજે.. ને વળી બિરાજે ઋષી મહાત્મા.
રણ ની વચ્ચે દેશદેવી બિરાજે..ઉજળી કચ્છધરા ને ઉજળું કચ્છ નું એ સફેદ રણ..
સૌરાષ્ટ્ર, કાઠીયાવાડ તો વડી સોરઠ ને ગુજરાત..
ગોહિલવાડ ને ભાલ,ઝાલાવાડ.. જેવા જુદા જુદા પ્રાંત..
ભાત ભાત ના ખાણાં.. એમા વળી કચ્છી, કાઠીયાવાડી,ને ગુજરાતી..
વખણાય ગિરના સિંહ તો વળી બાકી ના રહે ગિર ની કેરી..!
ભાત ભાત ના રજવાડા સાથે ઉજળી શૌર્ય ગાથા..
રક્ષા ના કર્મ ને ક્ષત્રિયો નિભાવે.. શુભ-ધાર્મિક કર્મકાંડ બ્રાહ્મણ..
વૈશ્યો એનો વ્યાપાર સંભાળે.. કરે કર્મ એન શુદ્રો..
હળીમળીને સૌ સાથે રહે.. આપે એકબીજાને માન સન્માન..
નર્મદા ના વહેતા જ્યાં ખળખળ નીર...સાથે સાબરમતિ ને મચ્છુ..
આસ્થા જ્યાં લોકો ના હૃદય માં બિરાજે, સરસ્વતિ વિરાજે જીભ માં..
અઢારે વરણ જ્યાં પ્રેમ થી બિરાજે..નથી ધર્મ જાત નો ભેદભાવ..
હાથે હાથે નવી કલા.. તો વળી ભિન્ન ભિન્ન વ્યક્તિ.. ને ભિન્ન ભિન્ન આવડત..
પીર, ઓલિયા, માં, ભગવાન ને જ્યાં સમ ભાવે પુજાય..ઉજવાય જયાં સર્વ તહેવાર..
હિંદુ મુસ્લિમ એકતા નું પ્રતિક.., છે ઉજળું ગુજરાત
વિશ્વ જેના ઝડપી વિકાસ ની ગાથા ગાતું ..,આપતુ ઉદાહરણ.. ગુજરાત નું..
ગાય ને જ્યાં માતા મનાય.. પુજાય નદી પર્વત ને વાયુ..
હિંદુ સંસ્કૃતિ ને નસે નસ માં વસાવતું ગરવુ આ ગુજરાત..
ગરવું મારું ગુજરાત ને ગરવી આ ગુજરાત ની ગાથા..

પ્રિયંકાબા ઝાલા' ક્ષત્રાણી ની કલમે✒'
#ગુજરાત_સ્થાપના_દિવસ #gujarati #man #abhiman #garv

Read More

*સર્જકનું નામ:* *પ્રિયંકાબા ઝાલા*
*વિભાગ:* *પદ્ય*
*શીર્ષક:* *આચરણ*

નજર બતાવે છે ચરિત્ર કેવું છે
વર્તન બતાવે છે સ્વભાવ કેવો છે
વ્યવહાર બતાવે છે વ્યકિત કે વ્યકિતત્વ કેવું છે..
અને *આચરણ* બતાવે છે.. કુળ અને સંસ્કાર કેવાં છે..!

સામાન્ય ભાષામાં કહું તો
આચરણ એટલે..:-
" કોઈ પણ વિચાર,બાબત, વાત કે વસ્તુ ને તમારા વ્યવહાર માં, વર્તન માં, રીત ભાત માં..ચાલચલગત માં કે લક્ષણ અથવા ચારીત્ર્ય માં મુકવું...

આમ તો આચરણ ના પ્રકારો ન હોવા જોઈએ..
તેમ છતાં પણ..
શુધ્ધ આચરણ, વિશુદ્ધ આચરણ, ધર્મ આચરણ..દુરાચરણ વગેરે પ્રકાર છે..

વાણી હોય કે વિવેક
શબ્દો હોય કે ભાષા
વર્તન હોય કે વ્યવહાર
રીતભાત હોય કે પછી લક્ષણો
બુધ્ધિ હોય કે હોય શુધ્ધિ
ચારીત્ર્ય હોય કે પછી સંસ્કાર
નજર હોય કે પછી નજરીયો
લાગણી હોય કે કટાક્ષ
સમજણ હોય કે વિવેકબુદ્ધિ
ધર્મ હોય કે હોય ધતિંગ
આવડત હોય કે કુશળતા
પવિત્રતા હોય કે હોય પારંગતતા
પ્રદર્શન હોય કે દર્શન
સદ્બુધ્ધી હોય કે દુરબુધ્ધીનમ્રતા હોય કે વિનમ્રતા
અભિમાન હોય કે સ્વાભિમાન
માન હોયે કે મર્યાદા
હોય કુળ રીત ભાત કે પરંપરા
સમર્થતા હોય કે હોય અસમર્થતા
સંયોગ હોય કે હોય વિયોગ
ભાવ હોય કે ભક્તિ
માન હોય કે અપમાન
શિક્ષણ હોય કે કેળવણી
ગુણ હોય કે અવગુણ
વ્યભિચાર હોય કે દુરાભીચાર
નફરત હોય કે પ્રેમ
વિશ્વાસ હોય કે અવિશ્વાસ..
સંસ્કાર હોય કે હોય કુળ ની ગરીમા..
વટ હોય કે કાયરતા
*દરેક નું સીધુ પ્રમાણ એટલે આચરણ*
*દરેક ની સાબિતી એટલે આચરણ*
*દરેક ની સંમતિ એટલે આચરણ*
છે વ્યકિત ચારીત્ર્ય થકી ઉજળો..અને
વ્યકિત ના ચારીત્ર્ય નો અરીસો એટલે આચરણ..
આ સાર વીનાના સંસાર માં છે પૃથ્વી પર સઘળું જ નાશવંત..
તેમ છતાં અમર છે પવિત્ર આત્મા ઓ.
તેમના શીલ સદાચરણ થકી આ સંસારમાં..
હોય ભલે આત્મા પવિત્ર કે હોય ઉચ્ચ વિચાર..
ન મુકી શકાય જો એ આચરણ માં
તો બની રહે છે ફક્ત કાગળ પર ના કાળા અક્ષરો..
નથી રહી આજ વ્યભિચાર એ મોટી વસ્તુ તેમ છતાં બદનામ છે આજ અનેક તેના દુરવ્યવહાર થકી..
મહાનતા હોય કે પાત્રતા નથી મળતી શુધ્ધ આચરણ વગર..
ક્ષાત્રત્વ હોય કે હોય સદ્ વિચાર
કરી શકાય ફક્ત આડંબર.. નથી થઈ શકતું તેનુ આચરણ એક શુધ્ધ બીજ વગર
પવિત્રતા કેળવવી પડે, આત્મવિશ્વાસ રાખવો પડે
માન હોય કે અપમાન પચાવવુ પડે, કડવા ઘૂંટ પણ પીવા પડે
ઠોકરો પણ ખાવી પડે, સાચા હોવા છતાં ક્યારેક સહન કરવું પડે
શબ્દો હોવા છતા ખામોશી ઓઢવી પડે
કઠિન હોવા છતાં કાંટાળા માર્ગ પર ચાલવું પડે..
અડગ રહી દરેક મુશ્કેલીઓ સામે ઊભા રહેવું પડે..
કહેવું સહેલું છે કઈક કરીને પણ બતાવવું પડે

અંતે
*હે માનવ વ્યકિત માંથી વ્યકિતત્વ બનેશ તું શુધ્ધ આચરણ થકી*
*દેવ માંથી દાનવ બનેશ તુ દુરાચરણ થકી*
*કર્મ થકી કિસ્મત બને જીવન નું આજ મુલ્ય*
*હે માનવ તારા જ હાથ માં તારું પોતાનું કર્મ*
*છે સઘળું નાશવંત આ સંસાર મા તુ થા અમર ઈતિહાસ માં તારા શુધ્ધ આચરણ થકી*
*થાય આડંબર મહાનતા ના તુ બની શુધ્ધ બીજ મુક એને આચરણમાં*

*જય માતાજી*
*જય ક્ષાત્ર ધર્મ*😊🙏🏻

*સર્જકનું નામ:* *પ્રિયંકાબા ઝાલા 'ક્ષત્રાણી ની કલમે ✒'*
*----------------*

Read More

" મહાનતા..."

'મહાનતા મળતી નથી એને ધારણ કરવી પડે છે..'
કોને કહયું સાહેબ...
કોઈ ને નીચા પાડીને...કેટલી બધી વાતો સંભળાવીને..
બુમાબુમ કરીને.. ગુસ્સો કરીને...જ એનાથી ઉચ્ચ અને મહાન સાબિત થઈ શકાય છે..!!!

કયારેક મૌન ધારણ કરીને તમારા અંદાજ માં મસ્ત બનીને જોવો સાહેબ...

ઉછળનારા પોતે જ બેસી જશે...અને એમની હદો પણ બતાવી જશે..

કઈ પણ જવાબ ન આપવો.. એ જ સૌથી મોટો જવાબ છે...ખોટી દલીલ માં ન ઉતરવું.. ખાસ કરીને સબંધો માં.. એજ સમજદારી છે...
તમારાં પોતા પર તમારું અંકુશ.. એજ તમારી મહાનતા...
પછી તે વાણી માં હોય,વિવેક માં હોય..,વિચારો માં હોય કે વર્તન માં..!!!

"મહાનતા મળતી નથી સાહેબ.. ધારણ કરવી પડે છે.."

ધીરજ,વિવેક,સહનશક્તિ, વર્તન,તમારા ગુસ્સા પર વાણી પર તમારો અંકુશ..તમારી હદ...પ્રકૃતિ.. મર્યાદા.. અને તમારુ સ્વાભિમાન જાતે નક્કી કરો..
સાહેબ પરીસ્થિતિ તો આવવાની અનેક .. આ જીવન છે..
અનુભવો પણ થશે અનેક.. આ જીવન છે
ઠોકરો પણ વાગશે અનેક.. આ જીવન છે
અને આમજ પડતા.. અથડાતા જે ચાલતા શીખશુ એ પણ જીવન છે..
સાહેબ પરીસ્થિતિ કોઈ પણ હોય .... જો તમારું માનસિક સંતુલન ન ગુમાવવા માંગતા હોય તો.. આ ત્રણ બાબતો નું જરૂર ધ્યાન રાખવું..
1. કોઈ પણ વ્યક્તિ પાસેથી ખોટી અપેક્ષા ન રાખો..
2.લોકો ની અવગણના.. અને કરવામાં આવતી ટીકા થી દુર રહો...
3. આત્મવિશ્વાસ રાખો..
જે થાય એ સારું થાય.,અને સારા માટે જ થાય..
ભગવાન દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા.
અભિમાન ન રાખવું સાહેબ પણ સ્વાભિમાન કયારેય ન છોડો.!
કારણકે 5.5 ફુટ ના શરીરમાં કિંમત બસ 2.5 ઇંચ ના નાક ની જ હોય છે..!!
મન મજબૂત હશે.. તો પાતાળ માંથી પણ પાણી નિકળશે.
લોકો ગમે એટલી નિંદા કરે.. ignor કરો..આપડે આપડી મોજ મા જીવવાનું.. કહી ગયા છે વડીલો ભંગારના વેપારીને હીરાની પરખ ન હોય..!!
ભલે ને લોકો સમજે કે નહી.. પોતાની જાતને કીંમતી જ સમજ જો મિત્રો..
જો તમે તમારી કિંમત સમજી ગયા તો આ દુનિયા કંઈ ફર્ક નહીં પાડી શકે...😊🙏
પરંતુ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને ટકાવી રાખવી એજ મોટી મહાનતા...
ભલેને સામે વ્યકિત કે વ્યકિતત્વ ગમે તે હોય... તમારા સિધ્ધાંતો.. તમારી મર્યાદા.. તમારો વિવેક.. તમારી ફરજ કયારેય ન ચુકો..
પરીસ્થિતિ કોઈ પણ આવે...
કઇંક ને કઇંક નવી સમજણ જરૂર આપી જાય છે...!!

એ જ ન્યાયે.. વ્યકિત કોઈપણ હોય...
કઇંક ને કઇંક નવું જરુર શીખવાડી જાય છે..!!

બસ શું શીખવી જાય.. એ વ્યકિત અને વ્યક્તિત્વ પર નિર્ભર છે...
કોઈ વિશ્વાસ કરતાં શીખવે તો કોઈ વિશ્વાસ કરતાં પહેલાં વિચારતા...

પરંતુ જે મળે એ પામવાનો આનંદ એટલે સાચી મહાનતા...
આ દુનિયા છે સાહેબ... માન પણ મળશે.. અપમાન પણ મળશે..
કયારેક મીઠી વાણી પણ પીરસવામાં આવશે..તો કયારેક વીના હથીયારે.. કાપી નાખે એવા શબ્દો નો પ્રહાર પણ કરશે..
જે સન્માન આપશે.. એ જ પાડવામાં આગળ ઉભા હશે...
પરંતુ જે મળે.. એ પચાવવાનુ સામર્થ્ય એટલે મહાનતા...!!!
સ્વાર્થ,લાલચ..,નીંદા.. ઈર્ષા.મોહ.,વગેરેથી .. દુર.. ઉચ્ચ વિચાર.. જેમાં સ્વ ની સાથે.. અન્ય... દેશ, રાષ્ટ્ર,સમાજ, ધર્મ,પરીવાર.. સમસ્તનું કલ્યાણ... અને કલ્યાણ ના વિચાર એટલે મહાનતા..!!!
ફક્ત વિચારમાં જ
નહી પણ આચરણમાં પણ વિવિધતા દેખાય એ મહાનતા...
"મહાનતા મળતી નથી સાહેબ ધારણ કરવી પડે
છે.."
અંતે તો પવિત્ર હૃદય, વ્યકિતની અંદર રહેલ સારપ..ઉચ્ચ વિચાર.. શુધ્ધ ભાવના..વિવેક..,યોગ્ય વર્તન ..શુધ્ધ આચરણ.., વિચારો માં ક્રાન્તિ.. એટલે મહાનતા...!!

જય માતાજી 😊🙏
જય ક્ષાત્ર ધર્મ

..પ્રિયંકાબા ઝાલા..'ક્ષત્રાણી ની કલમે ✒'

Read More

સબંધ અને સબંધોની ગરીમા...

જો સબંધ સાચો છે.. પવિત્ર છે.. તો છુપાવવુ શું કામ..??
ભલે ને દુનિયા ગમે તે સમજે..!!!
અને જો સબંધ છુપાવવો પડે તો રાખવો શું કામ...!!!

સબંધ એ કોઈ બંધન નો મોહતાજ નથી...
કે તારે આ કરવાનું કે આમજ કરવાનું..

સબંધ એ વ્યવહાર નથી..
તું કરે તો હું કરુ... હું કરુ તો તારે કરવાનું જ...!!

સબંધ એ કોઈ contract નથી..
જે હું તારા સાથે રહીશ..તુ મારા સાથે..!!

સબંધ એ લાગણી છે...,સ્નેહ છે..,માન છે..સન્માન પણ છે..
ભાવના છે..પ્રેમ છે..કયાંક સમર્પણ છે તો કયાંક અપેક્ષા ના સ્વરુપ માં...
કયાંક સાથ છે.., તો કયારેક સહારો પણ છે...
કયારેક હુંફ છે.. તો કયારેક સ્નેહ...પણ..
કયારેક ખાટો મીઠો ઝઘડો છે.. તો કયારેક રીસામણાં પણ છે..
કયારેક કોઈ મનાવી લે છે..,તો કયારેક પોતાના હાલ પર પણ છોડી દે છે. ..!
કયારેક તૃષ્ણા છે.. તો કયારેક તૃપ્તિ પણ છે..!!
કયારેક માણે છે તો કયારેક તાણે પણ છે...
સાહેબ આ તો સબંધે છે.. અને એ જ તો જીંદગી છે.. કયારેક હસાવે છે તો કયારેક રડાવે પણ છે..
કયારેક અપનાવી લે છે.. દરેક ખામી સાથે તો.. કયારેક ખુબી હોવા છતાં તરછોડે પણ છે..
આ તો માણસ છે.. કયારેક જે તમને.. ખાસ કહે.. એ જ સામાન્ય પણ બનાવી દે છે...
હૃદય ની વાત ને.. વાચા આપનાર વયકિત કયારેક ખામોશ પણ કરી જાય છે...
આ તો સબંધો છે.. કયારેક જીવતા શીખવાડી જાય .., તો કયારેક એ જ જીવન બોજ પણ બનાવી જાય છે...
સાહેબ ઠેસ તમને વાગે.. અને દર્દ કોઈ અન્ય ને થાય છે..
કયાંક સબંધ એ પણ છે .. કે આંસુ તમારા હોય અને પીગળતા એ હોય છે....
તો કયાંક એવું પણ થાય.. એક તડપતુ હોય અને બીજા ને ફર્ક પણ ન પડે...
પણ સાહેબ આ તો સબંધ છે .. અને એ જ તો જીવન છે..!!

સબંધ ને ઉંમર નો પહેરો નથી..
સબંધ ને જ્ઞાતી -જાતિ નું બંધન નથી..
સબંધ ને.. સજાતીય-વિજાતીય આકર્ષણ નથી..
સબંધ ને સમય ની પાબંધી નથી..
સબંધોના સરવાળા નથી..સબંધ એ કોઈ રમત પણ નથી..!!
આ તો.. મન મળે ત્યા મળે....
મહાનતા મળે ત્યા મસ્તક ઝુકે...
લાગણી.. હોય તેના હૃદય માં વાસ થાય..!
વ્હાલ અને સ્નેહ મળે ત્યાં મન ભળે..
જયાં ભાવ હોય ત્યાં સમર્પણ થાય...
જયાં સમર્પણ હોય ત્યાં અપેક્ષા પણ થાય..!
અને જો કયારેક એ અપેક્ષા તુટે.. તો અસહ્ય વેદના પણ થાય....
પરંતુ એ વેદના.. એની પણ મજા છે...
આ તો સબંધ છે.. અને એ જ તો જીવન છે..!!!

...પ્રિયંકાબા ઝાલા 'ક્ષત્રાણી ની કલમે..✒'..

Read More

..

Women's day special...
" નારી તુ નારાયણી શક્તિ નું પ્રતિક "
દિકરી..બહેન..પ્રેમીકા... પત્ની.. માં.. ભાભીમાં.. ફઇબા.. દાદી માં.. નાની માં.. માસી માં.. સાસુ માં...

કેટલા બધા અલગ અલગ રૂપ..
કેટલુ બધુ વ્હાલ .. કેટકેટલી લાગણી.. ભાવના.. પ્રેમ.. વાત્સલ્ય.. હુંફ..કયારેક સાથ તો કયારેક સહારો..
કયારેક ચહેરા પર નુ સ્મિત તો કયારેક.. હૃદય ની ખુશી...
કયારેક લાગણી ની ભરતી તો.. કયારેક... વાત્સલ્ય નું ઝરણું...
કયારેક પ્રેમનો મીઠો મહાસાગર.. તો કયારેક વ્હાલ નો દરીયો...
નાજુક નમણી.. માસુમ.. સોહામણી..
ત્યાગ..સહનશક્તિ.. બલીદાન અને શોર્ય.. પ્રેમ અને વાત્સલ્ય... હુંફ અને લાગણી.. ની એક અભિભૂત.. મુર્તિ..!!
પિતા નુ હૃદય.. માતા ના આંખો નું નુર.. એક દિકરી..!!!
બહેનની હિમ્મત.. ભાઇનો સહારો.. એક બહેન..!!
દુનિયાના દરેક સબંધ થી પરે... એક મિત્ર,એક સાથી, એક સલાહકાર. કયારેક દાદીમાં.. તો કયારેક નાનું બાળક.. એવો એક અદ્ભુત સબંધ... જયાં મન ભરીને માણી પણ શકાય અને દિલ ની દરેક વાત જણાવી પણ શકાય... ફરીયાદ પણ કરી શકાય અને.. ગમે ત્યારે યાદ પણ કરી શકાય... એવી.. પ્રેમીકા-પત્ની...!!!!
વાત્સલ્ય ની મુર્તિ..ધરતી પરનો ઇશ્વર...જયાં માગ્યા વગર જ મળી જાય... તે માં..!!
માં નું સ્વરુપ એવા ભાભીમાં.. ફઇબા..દાદી માં... માસીમાં.. નાની માં.. સાસુ માં...!!!!
ખુબ જ સુગંધિત હોય છે.. સ્ત્રીના હૃદય ની માટી... કારણકે અનેક ભીની ભીની ઇચ્છાઓ તેને છે ત્યાં દાટી...!!!
સબંધ હોય ગમે તે.. સ્વરુપ હોય ગમે તે.. પોતા પહેલાં અન્ય ની સંભાળ રાખનાર.. એ નારી..!!!
દરેક કાર્ય માં સાથ આપનાર અને જરુર પડ્યે સહારો પણ બનનારી એ નારી...!!!
બદલામાં બસ તમારી વ્હાલ ભરી નજર.. અને પ્રેમ ભર્યા થોડા શબ્દો ની આશા રાખનાર એ નારી..!!!
નથી ધન દોલત ની ચાહ એને.... નથી રૂપ નો મોહ...
સદ્ ગુણ, પ્રેમ,લાગણી..વ્હાલ ની... ભુખી..વરસાવે હૃદય નો સ્નેહ...!!!
નારી તુ નારાયણી.. શક્તિ નું પ્રતિક..
પુજાતી સતયુગ માં... માતા થકી જગ માં... હતી.. સૌથી મહાન..
કડવુ પણ એક સત્ય...
ત્રેતા યુગમાં.. નજરે ચડી.. થઇ પુરુષ સમકક્ષ...
દ્વવાપર યુગમાં... થઇ રઝળતી... ઘટ્યો તારો મહીમાં...
કળયુગ માં બનાવી લોકો એ.. પોતાની જરૂરિયાત,હવસ વાસનાનો શિકાર..!!!
વધતા જતા આ ઘોર કળયુગમાં.. બસ.. તીરછી નજર.. લોકો ની વાસના.. વાત વાત પર શક.. અને.. અનેક દુષ્કમૅ નો ભોગ બનનાર નારી...
અબળા તો નહોતી.. પણ તેની લાગણી સાથે તેની ભાવનાઓ સાથે રમી તેને અબળા બનાવનાર આ સમાજ...
પોષતો તેને શોષતો... વિકૃતિ નો શિકાર...!!!
રક્ષક જ ભક્ષક બન્યો... બની નારી નિઃસહાય....
માન મર્યાદા ધુળ માં મળી... થઈ ખુદ નારી નીલામ..!!!
ગણાવવા કોને જવાબદાર જયારે.. થઇ નારી ખુદ બદનામ..
અંગ પ્રદર્શન ને.. મહાન સમજનાર..પશ્ચિમી સંસ્કૃતિની પુજનાર.. મોર્ડન બનવાની આંધળી દોટ માં..મુકી.. માન મર્યાદા નેવે...
ખોઈશક્તિ ગુમાવ્યું.. મહત્વ..
બની લોકો નો શિકાર...
નારી તુ નારાયણી.. શક્તિ નું પ્રતિક
ખુદ ખોઇ બેઠી ખુદ નુ મહત્વ..થઇ જગમાં નિલામ...

નથી મર્યાદા બાંધતી તને.. આપે છે રક્ષણ.. અપાર
નથી પાંખ બાંધતી મર્યાદા આપે છે ઉડાન નો હોંસલો
નારી તુ નારાયણી મર્યાદા તારો ધર્મ...
લઇ સાથે તુ ચાલ ધર્મ ને ઉડ બની આઝાદ.. છે ખુલ્લુ આકાશ ઉંચે... મસ્ત ગગન ને આભ...
નીચે..ધરતી.. નમન કરશે તને.. પડવા નહીં દે લગાર
ઝુકીને સલામ કરશે આ દુનિયા.. પૂજનીય ગણીને પુજશે સમાજ.. જો તુ.. સાચવીશ.. તારી મહાનતા..
એક દિન નહી હર દિન થશે તારું સન્માન... જો સાચવીસ તારી મહાનતા... નહી જરૂર પડે.. women's day celebration ની... હર દિન ગણાશે તુ મહાન....
નારી તુ નારાયણી શક્તિ નું પ્રતિક...!🙏🙏🙏🙏

.....પ્રિયંકાબા ઝાલા..'RANA BAA'

Read More

एक ऐसे व्यक्ति और व्यक्तित्व की तलाश है मुजे....
जिसे मिलने के बाद, जिसे समझ ने के बाद..
जिसे जानने के बाद ..जिसके करीब जाने के बाद..
जिसकी आंखो से खुदको देखने के बाद ..

किसी और की चाहत ही ना हो..!!!

Read More

લાગણી ઓ મારી રઝળી પડી.. લાગણી ના ખેલ ની આ દુનિયામાં..!!!
અથડાવા ગઇ હતી હું એ પથ્થર સાથે.. જયાં હજારો લહેર અથડાતી હતી...
ભળવા ગઇ હતી હું એ સમુદ્ર માં જયાં હજારો નદીઓ ભળતી હતી...
લાગણી જતાવવા જ ગઇ હતી હું એ પથ્થર અને સમુદ્ર પાસે.. જયાં કદાચ એક ની..અસર જ નહોતી..!!!
લાગણી ઓ મારી રઝળી પડી..લાગણી ના ખેલ ની આ દુનિયામાં...
લાગણી ઓ દિલ માં રાખી જ એ મોર માટે.. જેની ખુબસુરતી ના ચાહકો અનેક હતા...!!!
લાગણી નો આધાર બનાવ્યો એમના એ સ્નેહ ને જે મેળવનાર કદાચ ઘણા હતા...!!!
લાગણી માટે જવાબદાર ગણાવ્યું એમના એ સ્મિત ને.. જે આપતા એ અજાણ્યા ને પણ હતા..!!!
દિલ ફસાઇ ગયું એમના એ સાથ માં..જે આપતા એ ફરજ સમજીને હતા...!!!
મન મોહી ગયું એમના એ વર્તન મા જે કદાચ એમના વ્યકિતત્વ નો એક હિસ્સો જ હતું...!!
અમે વહેમ મા રહી ગયા એ વાતો માં.. જેમને કદાચ બનાવ્યો એકલતાનો આધાર હતો..!!!
અમે આશાઓ બાંધી..એ વખાણો માં જે કદાચ કરતા હતા એ ફક્ત મન થી જ..!!
લાગણી ઓ મારી રઝળી પડી... લાગણી ના ખેલ ની આ દુનિયામાં...!!
સપના ઓ જોયા અમે એ વાતો માં જે કદાચ કરતા..એ અમને ખુશ કરવા..!!!
લાગણીઓ બાંધી અમે એ વ્યકિત માટે..જે કદાચ અમને સમજવા માંગતા જ નહોતા..!!!
સબંધ બાંધવો હતો અમારે જીવનભર નો એમની સાથે જે કદાચ સબંધ ને જાણતા જ નહોતા..!!!
બંધાવું હતું અમારે લાગણી ના એ તાંતણે...જેને કદાચ એ પકડવા માંગતા જ નહોતા..!!!
વિશ્વાસ હતો અમને અમારા એ પ્રેમ પર.. જેને કદાચ એ જાણતા જ નહોતા..!!!
મજાક બનીને તો ત્યારે રહી અમારી એ લાગણી જયારે સમજયા એ એને અપેક્ષા હતા..!!!!
આશ્ચર્ય તો ત્યારે થયું અમને... જયારે
નીભાવતા રહ્યા અમે નિસ્વાર્થ જે સબંધ એમને નામ આપ્યું જેને "expectation "હતું..!!!!
લાગણી ઓ મારી રઝળી પડી લાગણી ના ખેલ ની આ દુનિયામાં..!!!!!
હું મારા પર જ હસી પડી જયારે ફસાઇ હું લાગણી ના આ વંટોળ માં..!!!

......પ્રિયંકાબા ઝાલા..'rana baa'

Read More

करो मनमानी एक दिन छोड़कर चली जाऊंगी..
मत करो बात एक दिन इसी बात पे रूला जाऊंगी..
मत सुनो आज मेरी बाते..एक दिन इस आवाज के लिये तरसा जाऊंगी ..
समझो मुजे दुश्मन अपना..एक दिन इसी दोस्ती के लिये तड़प जाओगे..!!
मत करो आज कद्र हमारी..एक दिन इसी बात का अफ़सोस करा जाऊंगी ..!!
करो आज ignor हमें ..एक दिन इसी बात पे बैचेन कर जाऊंगी...
मत समझो आज हमें .. एक दिन हमेंशा के लिये वास्ता तोड़ जाऊंगी..एक दिन हमेशा के लिये छोड़ जाऊंगी ...!!
याद रखना तुम तुम्हारे इस behavior पर एक दिन तुम खुद.. पछताओगे ..
बददुआ मत समझना इसे इस दिल ने हर वक़त तेरे लिये दुआ मांगी है..बस हकिकत से वाकिफ़ कर रही हू..
भले ही तू दर्द मे ही साथ था मेरे..मैने तेरे साथ से पहले भी तेरी खुशी मांगी है....
वैसे तो उम्मीद छोड़ने वालो मे से नही हूं में ..मगर अब ज्यादा वहम मे जिना भी नही चाहती में ...
अगर तेरा मन नही है तो अब तुझसे जुड़े रहेना भी नही चाहती में .....
शायद नही समझेगा तू मुजे..पर अब तुजे समझाना भी नही चाहती में ..!!
जा आज से तुजे रिहा किया हो सके तो तेरी यादों से मुजे भी रिहा कर जाना तू...
नही करेंगे आज के बाद फिक्र भी तेरी....जिक्र का हक तो तू छिन ही चुका था हमसे.....
ना जाने कौन सी चीज़ थी जो बार बार खिच लाती है इस दिल को तेरी और..मगर अब दिल पर यक़ीन करना भी छोड़ देंगे हम ..!तू फिक्र ना कर अब तेरा जिक्र करना भी छोड देंगे हम..
खुद पर यक़ीन था की एक दिन तू हमे समझेगा जरूर..ज्यादा कुछ नही अब खुद पे यक़ीन करना भी छोड देंगे हम..
कोई नही मरता किसीके बिना..मगर कोई जी कर भी जी नही सकता..अपने प्यार के साथ के बिना .. जानती हूं इस बात से बखुबी वाक़िफ़ है तू..!!
फिर भी छोड़ गया हमे उसी मोड़ पर बस इसी बात से हेरान हूं मे..
जा तू खुश रहे ज़िंदगी भर बस यही आखरी दुआ देती हूं में ..अब ना सुरु करूंगी कभी सामने से ये कहानी ..जब तक ना चाहेगा तू..!!!
...પ્રિયંકાબા ઝાલા....

Read More

એક કવિતા કચ્છ ની શાન .. હમીસર તળાવ ના નામ...

કચ્છ ધરા પર..વેરાન રણ ની વચ્ચે..
કચ્છ નું હૃદય એવા ભુજ શહેરની મધ્ય માં..!!
કચ્છ નો મુગટ એવા આઇના મહેલ નાં પ્રાંગણ માં..!!
કચ્છ ધરા ની ધણીયાણી..દેશ દેવી માં આશાપુરા ના ચરણોમાં...
ધમધમતા.. ભૃગુકચ્છ..ના બજાર ની.. બાજુમાં..
શ્રી સિદ્ધિ વિનાયક.. જી ના સાનિધ્ય માં...
કચ્છ ના ખોળે.. જાણે કુદરત.. આળોટતી હોય...
એવુ અદ્ભુત... જેનું વર્ણન કદાચ શબ્દો માં... અકલ્પનીય..
એવુ.. હમીસર તળાવ....😍
કચ્છ ધરા.. ની અદ્ભુત કલાકૃતિ.. અને ઇતિહાસ ના દર્શન કરાવતું મ્યુઝીયમ..!!!
બાળકો.. યુવાઓ, વડીલો અને વૃધ્ધો.. દરેક નું મનગમતું..
અનેક.રંગબેરંગી .પંખીઓ.. ઓ નું પણ.. જાણે માનસરોવર.. એવું હમીસર તળાવ...
અનેક પ્રેમીપંખીડાઓ ના પ્રેમ નું સાક્ષી...
તળાવ કાંઠે દાદા-દાદી પાર્ક માં.. અનેક દાદા-દાદી ના હૃદય ની શાંતિ મેળવવાનું.. એકમાત્ર કુદરતી...સૌંદર્ય એવું હમીસર તળાવ..!!
તળાવ ની વચ્ચે.. બીરાજમાન. .. ભોળાનાથ...
કીનારે... કચ્છ ના વીરો .. ના બલીદાન ના સાક્ષી પાળીયાઓ ની છતરડી..
પક્ષીઓનો કલરવ.. બાળકોનો કિલ્લોલ.. રાત્રિના બીજા પહોર સુધી.. કિનારે વિહરતા લોકો..
મેળાઓ હોય કે કચ્છ કાર્નેવલ..
જેનાં કાંઠે શોભા આપે.. એવું હમીસર તળાવ..!!!
કચ્છ ધરા પર વેરાન રણ ની વચ્ચે...
કુદરત નું અદ્ભુત સૌંદર્ય..એવું હમીસર તળાવ...!!
જયારે પણ.. મન મુંઝાઇ જાય અનેક વાતો થી.. ત્યારે..મારી સ્વ સાથે મુલાકાત નું સાક્ષી.. એવું હમીસર તળાવ..
મારા એકાંત માં પણ મારું સાથી એવું હમીસર તળાવ..!!!

.....પ્રિયંકાબા ઝાલા..'Rana baa'

Read More