Quotes by Rupesh Sutariya in Bitesapp read free

Rupesh Sutariya

Rupesh Sutariya Matrubharti Verified

@r.d.patel
(87)

.
શબ્દો આ હોઠોથી ઉપર છલકી રહ્યા છે.
કહેવાની જરૂર નથી,
એ તો આંખોથી ખુલ્લેઆમ વહી રહ્યા છે.

-Rupesh Sutariya

થાકી છે રાત પણ થઈ ગઈ છે ભોર,
હવે વિસામાનો સમય નથી હાથમાં.

થાક્યા હાથ પાડી પરસેવો પરિશ્રમનો,
હજુ વધારે ઘૂંટવાનો દમ નથી જાતમાં.

એથીયે પામી જવાય છે શાતા થોડી.
બોલે પાસે આવી ધીમેથી કો' કાનમાં.

રચ્યા તો હોવા જોઈ મહેનતાણા ફળ.
તેથી ચાલ્યા કરીયે છીએ એક વાટમાં.

રાહ ખાલી એટલી જોવા છે આર.ડી.
મળવાની વાર છે, જે આવ્યું નથી હાથમાં.


:|:|:|:

Read More

कैसा अजीब दस्तूर है इस दुनियां का। मरने के बाद चार कंधे खड़े होते है। लेकिन जिंदा लोगो को रोने के लिए एक कंधा नही मिलता।

-Rupesh Sutariya

Read More

एक तरफा इश्क का भी अपना मजा है।
कभी धोखे की गुंजाईश ही नहि होती।

-Rupesh Sutariya

અસ્તિત્વ

લહેરાવા દે ધીમો, વસંતનો વાયરો
ખૂબ જોયા છે અમે ગ્રીષ્મનાં તાપ.

અંધને કરેલી પ્રકાશની પરીક્ષા જેવો
ન આપો કોઈ મને સહીયારો સન્તાપ.

વ્હાલથી રોપ્યા છે બીજ અનેક
એની કૂંપળ તોડી ના કરશો પ્રહાર.

હજુ આંખો ઉઘાડી દુનિયા જોઈ
સપનાં ઠારી મને મારશો ના કોઈ.

ઘડી બેઘડી શ્રાવણી શ્વાસ લીધો,
એમાં ભડકો કરી ના દઝાડશો કોઈ.

એક રજ જેવડું અસ્તિત્વ મારું
એને ફૂંક મારી ના ઉડાડશો કોઈ.

✏️_____ 😇

Read More

દુનિયામાં નાસમજ વ્યક્તિઓનું જ્ઞાન જ સર્વોપરી મનાય છે. કારણ કે જેનામાં જ્ઞાન છે એ મૌન છે.

-Rupesh Sutariya