The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"ન જોઈ જેણે ફિલ્મ હેલ્લારો, એનો એળે ગયો આ જન્મારો" - પી.સી.ચૌધરી (પાટણ)
@ શોર્ટ એન્ડ સ્વીટ @ ★ મધુવન ★ આંખેથી ઉછળ્યાં નીરને, રાખમાંથી બેઠું થયું એ મધુવન રે, પાનખરમાં મહેંકી ઉઠ્યું પ્રિયતમની યાદમાં એ મધુવન રે. ✍ ચૌધરી પ્રકાશકુમાર સી. (પાટણ)
દિવાસાના દી'થી જોવા મથે મેઘરાજા ધરા પરનો વિકાસ, વરસી વરસીને છલકાયા સરોવર ન દીઠયો ક્યાંય વિકાસ. એક, બે નઈ ત્રણ ત્રણ વાર રોપી બીજ ખેત ભર્યા મોલથી, રહી સહી આશ ખેડુની કમોસમી 'મહા'એ અટક્યો વિકાસ. ✍ ચૌધરી પ્રકાશકુમાર સી. (પાટણ)
" કેટલો કેદ થઈ ગયો છે માનવી મુઠ્ઠી ભરી જેલમાં, મળી છે એની સજા નિર્દોષને આધુનિક યુગમાં " - પી.સી.ચૌધરી
ઓનલાઈન ખરીદી ( સોનેટ ) કેટલાં ભરચક બજારો રહેતાં શનિ સોમ તો જાણે ના હોય મેળો, બની ગયું ફક્ત એક સંભારણું કે બેસતો વેપારી ગ્રાહક ભેળો . મોબાઈલ તો સૌને ગમતાં પણ એન્ડ્રોઈડ સિસ્ટમ નડી, ડિજિટલ ઇન્ડિયાના નામે કેટલાંયના ધંધા ભાગ્યા પડી. બે-પાંચ ટકાના ફાયદા સામે ચા-સરબતના ઘૂંટડા ગુમાવ્યા, વર્ષો લગી ઉધાર આપે એવાં સ્વજનથી અધિક શેઠ ગુમાવ્યા. આવે ખાલી ખોખા કે પથ્થર કરી ન શકીએ કોઈ ફરિયાદ, સહેજ લાગે કોઈ ક્ષતિ વટથી કરતાં સૌ કોઈ ફરિયાદ. અંગ્રેજોએ તો બઉ લૂંટયા લૂંટી રહ્યા છે હવે અમેરિકનો, વિધિની વક્રતા તો જુઓ આઝાદ છતાંય શ્વાસ ગુલામીનો. હે ભારતવાસી લગીર લાયમાં વેચશો નઈ સ્વાભિમાનને, નહિ આવે એ સંકટ સમયે તોડશો નહિ વર્ષો જુના સંબંધને. આપી દો હવે જાકારો એમેઝોન, વોલમાર્ટ, ફ્લિપકાર્ટ એપને, ઊગતાં સૂરજની કિરણોની જેમ ધબકતું કરી દો એ બજારને. રચયિતા :- પ્રકાશકુમાર સી. ચૌધરી
લખે જો તું પત્ર લાગણીની ભીનાશથી, તો શું વિસાત રવિની કે સુકવે એ તડકાથી ? લખી લો જરા સરનામું મુજ હૃદયના દ્રારેથી, પછી શું વિસાત વાયુની કે રોકે એ વંટોળથી ? ✍ પી.સી.ચૌધરી (પાટણ)
"ભીંજવી ભીંજવીને શું ભીંજવે આ વરસાદ, બબ્બે વરહથી આંસુડે ભીંજાયો જગનો તાત." ✍ પી.સી.ચૌધરી (પાટણ)
★ સંવાદ ★ ના હું તને પ્રપોઝ કરી શક્યો કે ના તું મને પ્રપોઝ કરી શકી, છતાંય લાગણીઓ અકબંધ એ આંખોના સંવાદ થકી. ના હું કંઈ બોલી શક્યો કે ના તું કંઈ બોલી શકી , છતાંય કર્ણપટલ ધ્રુજ્યા એ હોઠોના સંવાદ થકી. ના હું કંઈ માંગી શક્યો કે ના તું કંઈ માંગી શકી, છતાંય સઘળું સોંપી દીધું એ હાસ્યના સંવાદ થકી. ના હું તને સ્પર્શી શક્યો કે ના તું મને સ્પર્શી શકી, છતાંય પ્રેમાળ હુંફનો અહેસાસ એ શ્વાસના સંવાદ થકી. ના હું પાસે આવી શક્યો કે ના તું પાસે આવી શકી, છતાંય મિલનની અદ્દભુત અનુભૂતિ એ આત્મના સંવાદ થકી.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser