The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારા પપ્પા ધોમધખતા તાપ માં લીમડા નો મીઠો છાંયો એ મારા પપ્પા, વગર માગ્યે જ મારી જરૂરિયાત સમજી જાય એ મારા પપ્પા, દરેક તહેવાર માં મને મનગમતા કપડા ને વસ્તુ લાવી, પોતે એ જ જુના કપડા માં ચલાવી લેતા એ મારા પપ્પા, આખી દુનિયા જે વાત નાં મનાવળાવી શકે , એ મારી એક જ વાર માં માની જાય એ મારા પપ્પા, ભલે ક્યારેય બોલી ને બતાવે નઈ, પણ મારી જ ખુશીઓ ની ચિંતા કરતાં એ મારા પપ્પા, મારી દરેક ચિંતા નું સોલ્યુશન એ મારા પપ્પા, મને મારા માટે લડતા અને આગળ વધતાં શીખવાડનાર એ મારા પપ્પા, #dilnidiary Pooja Dabhi
ધીરે ધીરે ચાલવા દેવી છે આ જીંદગી, એક એક ક્ષણ માણવા જેવી છે આ જીંદગી, તું છે તો બધું જ છે મારી પાસે, બસ તારી સાથે સફર ગુજારવી છે આ જીંદગી, પ્રેમ નાં મહિના કે અઠવાડિયા તો બધાં જ ઉજવે છે, મારે તો ઉજવવી છે તારી સાથે પ્રેમ ની આખી આ જીંદગી, Valentine નાં દિવસે બતાવતો નથી આ પ્રેમ મારો, આખા જીવન નાં સાથ સંગાથ ની વાત છે આ જીંદગી, બતાવવું, જતાવવું કે મહેસુસ કરાવવું કેમ એ નથી ખબર, પણ તું મહેસુસ કરે એ જ વિશ્વાસ છે આ જીંદગી, ધીરે ધીરે ચાલવા દેવી છે આ જીંદગી, એક એક ક્ષણ માણવા જેવી છે આ જીંદગી, #dilnidiary - Pooja Solanki
તું રિસાય ને હું મનાવું...હું રીસાઊ ને તું મનાવે.. આમ જ ચાલ્યા કરે પ્રેમ ભરેલો આપડો સથવારો.. ના સમજી શકુ તો પ્રેમ થી સમજાવજે.. કેમ કે a દુનિયા માં તું જ છે, તું જ હતો અને તું જ રઇસ મારો... આમ જ ચાલ્યા કરે પ્રેમ ભરેલો આપડો સથવારો.. જાણું છું નાદાન છું ઘણી વાતો માં.. પણ જો તું સાથે હોય તો ચિંતા નો સવાલ જ ક્યાં રહે છે મારો.. આમ જ ચાલ્યા કરે પ્રેમ ભરેલો આપડો સથવારો.. #dilnidiary Pooja Solanki
તું અને હું.. કેટલા અલગ છતાં પણ એક.. તું એક વિશાળ દરિયો અને હું એ જ દરિયા ને પામવા તરસતી નદી... તું અને હું કેટલા અલગ છતાં પણ એક... તું જ કહે હું ના સમજાવી શકી કે તું ન સમજી શકે.. નથી જાણતી શું ચાહે છે તું? હું તો બસ તને ચાહું છું... તું અને હું કેટલા અલગ છતાં પણ એક..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser