Quotes by Payal Chavda Palodara in Bitesapp read free

Payal Chavda Palodara

Payal Chavda Palodara Matrubharti Verified

@payalpalodara1420
(1.8k)

મારી કલમે - જીવન આપણું શરતો પણ આપણી :-

‘‘નોકરી કરતી મહિલાનું બાળક પણ તેની મમ્મી સાથે અપડાઉન જ કરતું હોય છે. કેમ કે, ઘરે કોઇ રાખવાવાળું ના હોય એટલે તેને મમ્મી સાથે નોકરી પર આવવું પડતું હોય છે. કાં તો બાળક નાનીના ઘરે રહેતું હોય કાં તો પછી થોડું મોટું હોય તો આખા દિવસની સ્કૂલમાં જતું હોય. આમાં પણ લોકોને તે મહિલાની આવકમાં જ રસ હોય છે એની રોજબરોજની જીંદગીમાં તેને અને તેના બાળકને જે તકલીફો પડતી હોય છે તે તો લોકો માટે ગૌણ બાબત બની જાય છે. આટલા નાના બાળકને નોકરી જવાના સમયમાં તૈયાર કરવું ને રોજ સાથે અપડાઉન કરાવવું એ એક મા જ કરી શકે. ’’

Read More

મારી કલમે - જીવન આપણું શરતો પણ આપણી : -

‘‘ઘણી વાર મનમાં એ વિચાર આવે છે કે જયારે આપણો ઓછો પગાર હતો ત્યારે એમ વિચારતા કે પગાર વધશે અને પૂરતો હશે ત્યારે પોતાની પાછળ પૂરતો ખર્ચ કરીશું. હાલની સ્થિતિએ આપણો પગાર પહેલા કરતાં ચાર ગણો વધી ગયો હશે, પરંતુ ઘરની જરૂરીયાતો અને ભવિષ્યના વિચાર કરવામાં આપણે આપણો પોતાનો જ પગાર આપણા નકકી કરેલ મોજશોખ પાછળ પણ વાપરી શકતા નથી. સત્ય છે અને તેને બદલવાની ખાસ જરૂર છે. પોતાની પાછળ પણ સમય આપવો એ આપણી સૌથી પહેલી જરૂરીયાત છે.’’



- પાયલ ચાવડા પાલોદરા

Read More

# વળતર #

કલ્યાણી હમેશા તેમની નોકરી કરતી વહુને એમ કહેતા રહેતા કે, વહુ અને દીકરાએ તો સાસુ-સસરાને બધી જ રીતે મદદ કરવી જોઇએ. કાંઇ સાસુ-સસરા તેમનું પૂરું ના કરે. આ સાંભળી હમેશા મનમાં મૂંઝાતી વહુ કઇ જવાબ ના આપે. બસ તેના પતિ સાથે તેની ફરીયાદ કરતી.

વર્ષો વીતતા તેના પતિને પત્નીની મનોદશા સમજાણી અને જયારે તેઓ સ્વતંત્ર પોતાના નવા ઘરમાં રહેવા માટે જઇ રહ્યા હતા ત્યારે ઘરમાંથી એકપણ વસ્તુ તેમના સાસુએ ન આપી. વહુ તે વાતથી જરા પણ દુઃખી ન થઇને ઘરના રોજીંદા વાસણો પર નજર કરે છે ત્યારે તેના પર તેના દાદા સસરાનું નામ વાંચવા મળે છે.



- પાયલ ચાવડા પાલોદરા

Read More

નિર્જીવતાને જીવવા કરતા સજીવતાને પ્રેરણા રૂપ બનવા કોશિશ કરવી સારી છે.

-પાયલ ચાવડા પાલોદરા

ફ્રેન્ડશીપ અને લવશીપ વચ્ચેનો તફાવત જો નહીં સમજાય તો જિંદગીભર એ વાતથી પસ્તાવાનો વારો આવશે કે, જે બેસ્ટ પાર્ટનર બનવાને સક્ષમ હતો તેને માત્ર એક સારા મિત્ર ગણીને જિંદગીભર માટે છોડી દીધો.

-પાયલ ચાવડા પાલોદરા

Read More

જે વ્યક્તિ પોતાની જાત માટે નિયમો ઊભા કરે છે, તેને બીજા કોઈ કાયદાની જરૂર રહેતી નથી.

-પાયલ ચાવડા પાલોદરા

જીવનમાં આપણને એવા ઘણા વ્યક્તિઓ મળશે જેઓ બીજા સાથે કંઈક ખરાબ થાય તો તેમાં ખરાબ થનાર વ્યક્તિનો જ વાંક હશે તેમ તેઓ માનતા હોય છે અને જ્યારે પોતાની જોડે એ જ બનાવ બને ત્યારે સામેવાળા વ્યક્તિનો જ વાંક હોય તે રીતે વર્તતા હોય છે. પોતાની ઉપર વાત આવે ત્યારે આપણે સાચા અને બીજાની ઉપર વાત આવે એટલે એ વ્યક્તિ ગુનામાં આવી જાય. આવી અસંખ્ય વ્યક્તિઓ આપણી આસપાસ હોય જ છે. આવી વ્યક્તિઓથી દૂર રહેવામાં જ ભલાઈ છે. કેમ કે આપણે જરા પણ દલીલ કરીએ તો તેઓ પોતાનો જ એકકો ખરો કરતા હોય છે. માટે નાહકનો પ્રયત્ન જ ન કરવો જોઈએ.

- પાયલ ચાવડા પાલોદરા

Read More

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી, બહુ ઓછા પાનાં જોઈ શક્યો બહુ અંગત નામ હતા.

- પાયલ ચાવડા પાલોદરા

Read More

દુનિયાની દરેક વ્યક્તિને મારા સાચા હોવાનું પ્રમાણ આપવા માટે મારે મારી લાગણીઓ, દલીલો અને વિચારો સમજાવવા પડે છે. જ્યારે મારા ફક્ત મૌન રહેવાથી જ મારી એ જ લાગણીઓ, દલીલો અને વિચારો મારા પપ્પા આસાનીથી જાતે જ સમજી લેતા હોય છે.

- પાયલ ચાવડા પાલોદરા

Read More

પિતાના પગરખા પહેરવાથી બાળકો મોટા નથી થઈ જતા. મોટા તો ત્યારે થાય છે જ્યારે તેઓ પિતાની ગેરહાજરીમાં અથવા તો તેમની હયાતી ના હોય ત્યારે પિતાની જવાબદારી સંપૂર્ણ પણે માથે લઈ લે, પિતાની નીતિથી ચાલે અને પોતાના પિતાનું માન સન્માન જાળવી રાખે ત્યારે પિતાના મતે તેમના બાળકો ખરેખરમાં મોટા થઈ ગયા હોય છે.

- પાયલ ચાવડા પાલોદરા

Read More