Quotes by Pankhudi in Bitesapp read free

Pankhudi

Pankhudi

@parulamit198gmail.com1424
(23)

ડૂસકાંઓની
ડમરી ઉડે
અશ્રુઓ ના મોઝાં
ને લાગણીઓ પક્ષી બની ફફડે
જયારે તારું DP blank જોવા મળે. ?
પારુલ અમિત "પંખુડી"☘️?

Read More

મારે જાણવું જ છે કે તારાં મનમાં શું છે?
તું કેવળ ઈશારો કર, હું જાણી જઈશ,
મારી સુંદરતા સામે તું દિગ્મુઢ બની જાય છે
ને હું આશ્ચર્ય ચકિત બની તને ધ્યાન થી જોઈ રહું છું,
તારાં ચહેરા પર ની એ લાલી જે મને જોતા જ આવે છે,
તેં જ કહ્યું છે વાતવાતમાં, છતાં મારે સમગ્રતાને જાણવી છે.
તને પ્રશ્ન પૂછવાની મારે હિંમત કરવી છે
મારાં પ્રણયના પ્રસ્તાવની કવિતા તારી સમક્ષ રજૂ કરવી છે ,
તને પ્રાપ્ત કરી માલિકીની ભાવના કરવી છે ,
મારે સ્વયંમ ને તારામાં પ્રકાશિત કરવી છે.
મારે તને કહેવું જ છે કે મારાં મનમાં શું છે?
તું કેવળ સંમતિ આપ , મને તારામાં સ્થાપિત કરવાની.
પારુલ અમીત "પંખુડી"☘️?

Read More

આખી ચા હવે ક્યાં પીવાય છે,
રોજ એંઠી થોડી થોડી મુકાય છે,
કપ ને થોડી થોડી વારે જોવાય છે,
પહેલાં જેવાં ઘૂંટડા હવે ક્યાં પીવાય છે,
તું માંગીશ એક ઘૂંટ એવો સાદ સંભળાય છે
એટલે થોડી અડધી રોજ છોડાય છે,
એ સાંજ હવે ક્યાં આખી ડુબાય છે,
ચા પણ આખી મજા થી ક્યાં પીવાય છે,
ગરમ, ઠંડી કે કડક, મસાલેદાર
બેસ્વાદ પણ હવે યાદ માં પીવાય છે.
તું આવીશ એ આશમાં લત પણ ક્યાં મુકાય છે.
પારુલ અમીત "પંખુડી"☘️?

Read More

તું આવીશ ને?
મને ક્ષણે-ક્ષણે પ્રશ્નો થયા કરે છે,
મને પામવા માછલીની આંખ તારે ક્યાં વીંધવાની છે,
બસ પ્રેમ છે એની જ તો જાણ કરવાની છે.
તું આવીશ ને?
મને શ્વાસે  શ્વાસે ડૂમો ભરાયા કરે છે,
મને ચાહવા ધનુષની પ્રત્યંચા તારે ક્યાં ચડાવવાની છે,
બસ પ્રેમ છે એની જ તો જાણ કરવાની છે
તું આવીશ ને?
મને પળે પળે  આંખ ફરક્યા કરે છે
મને માણવા તારે વાંસળી ક્યાં  વગાડવાની  છે,
બસ પ્રેમ છે એની જ તો જાણ કરવાની છે.
બોલ બનુ મીરા કે રાધા
મારે રાહ ક્યાં સુધી જોવાની છે?
પારુલ અમીત "પંખુડી "☘️?

Read More

હું આખી જિંદગી આમજ ગણ ગણતી  રહીશ
પ્રેમ ના મધુર સંગીત ને વાગોળતી રહીશ
કોણ જાણે ક્યારે ઉભરાઈ આવે વ્હાલ
હું પ્રેમ થી આમ જ છલકતી રહીશ
બુંદે બુંદ ઉછળે ત્યાં સુંધી ટપક્યાં કરીશ
તું શોધ્યા કરે બધે ને હું તારામાં જ  નીકળ્યા કરીશ
ઘેરાવો નાખીને તારાં  દિલ  પર જ  છવાયેલી રહીશ
તારું નામ કોતરી અવાજ માં હું સુર રેલાવ્યા કરીશ
શ્વાસ નો ઘૂંટડો ભરી તારાંમાં મારો શ્વાસ છોડ્યા કરીશ
હું આમજ તને મારાંમાં મઢયા કરીશ
જો લાગશે દૂર સઘળું તો હું રસ્તાઓ ખૂંદયા કરીશ
પણ તને પામીને તારામાં જ વહ્યા કરીશ.
parul amit (પંખુડી )☘️?

Read More

હું મસ્ત મજાની મોસમ
નક્કી કર તારે માણવી છે?
કે સ્મૃતિ બનાવી વાગોળવી છે?
લાગણીઓ ને જીવંત રાખવી છે, કે
મૃત બનાવી ફંગોળવી છે?
જો હા, તો વગાડ મીઠાં મધુરાં ગીતો,
મુક બધું પડતું ને આવે દોડતો,
માદક અદા છે, બનીજા મોજીલો
હું પ્રકૃતિ, ને મોસમ તારી
કર રજુવાત ને બનીજા હઠીલો,
કારણ ના શોધ વરસવા માટે
કર ગર્જના ને બનીજા મેહુલો
પારુલ અમીત "પંખુડી "☘️?

Read More

તું મળે તો લાગે છે ભીંજાયા જેવું,
બાકી પલળાય તો ય કોરાકટ જેવું,
તું આવે તો લાગે અષાઢ જેવું,
ને લાગે મેઘને પણ વરસ્યા જેવું
નીકળી પડ ભીના હૈયે, ભીના રસ્તે,
વરસ સાનભાન ભૂલી
નીકળ રેલમ છેલ સ્પર્શાય એવું
ના છાલક ના છાંટા જેવું,
વરસી પડ તોફાન જેવું,
લાગે વીજળી ને પણ ગરજયા જેવું.
પારુલ અમીત "પંખુડી"☘️?

Read More

મને તારી કરી મૂકે છે

તારી બોલચાલ તારો હાવભાવ,
તારુ ખડતલ શરીર,
ને મળતાવડો સ્વભાવ
મને તારી કરી મૂકે છે
જ્યારે જ્યારે તું મારી સાથે
સંવાદ સાધે ત્યારે તારો જાદુઇ સ્પર્શ
મને અચંબિત કરી મૂકે છે
તારું એ માલિકી પણું
મને તારામાં સમર્પિત કરી મૂકે છે
ખુબ જ આરામ દાયક
તારું આલિંગન મને મદહોશ કરી મૂકે છે
હું મને જ નિહાળું તારામાં,
તારી એ દ્રષ્ટિ મને પ્રફુલ્લિત કરી મૂકે છે
તારી આછી ઉગેલી દાઢી નો
સ્પર્શ મને રોમાંચિત કરી મૂકે છે,
તારાં ખભા પર ઢળતો મારો દેહ
મને તારામાં ઓળઘોળ કરી મૂકે છે
પારુલ અમીત "પંખુડી"☘️?

Read More

એ મને રોજ મળે છે સ્વપ્નોમાં,
છતાંયે હું મિલનની ઝંખના રાખું છું,

હાસ્યની એમની એ લહેરને
હું મારા અશ્રુના સમન્દર માં રાખું છું,

એ મને રોજ મળે છે સ્વપ્નોમાં......
પગમાં પાયલનો છંકાર,
હાથમાં ચૂડી નો ખનકાર,
ગજબનો છે એનો શૃંગાર,
અચરજ પામે છે જોનાર,

આ મને રોજ મળે છે સ્વપ્નોમાં....
અનોખી એમની એ અદાઓ ને
હું મારા રુદિયાના ધબકાર માં રાખું છું,

એમની આંખોનો પલકાર,
લાવે છે જીવનમાં બહાર,
હાલ જે હતો દિલદાર,
ભૂલ્યો નથી એને ક્ષણવાર,

યાદોની એમની એ લહેરને
હું મારા પલકોનાં ઝરૂખામાં રાખું છું,

એ મને રોજ મળે છે સ્વપ્નોમાં....
એમના આવવાનો અણસાર,
સુખમય લાગે છે સંસાર,
મિલન થાય જો પળવાર
મળશે મને નવો અવતાર
યાદોના એમના એ ખજાનાને
હું મારા સપનોના મહેલમાં રાખું છું

એ મને રોજ મળે છે સ્વપ્નોમાં....
આંખોના ઇશારાથી મને સમજાવે
સપનામાં આવી એ મને તડપાવે
નિહાળી શકે એ મને એના નયનો થી
તેથી જ હું એમને એકાંતમાં રાખું છું...

એ મને રોજ મળે છે સ્વપ્નોમાં....

Read More