તું આવીશ ને?
મને ક્ષણે-ક્ષણે પ્રશ્નો થયા કરે છે,
મને પામવા માછલીની આંખ તારે ક્યાં વીંધવાની છે,
બસ પ્રેમ છે એની જ તો જાણ કરવાની છે.
તું આવીશ ને?
મને શ્વાસે શ્વાસે ડૂમો ભરાયા કરે છે,
મને ચાહવા ધનુષની પ્રત્યંચા તારે ક્યાં ચડાવવાની છે,
બસ પ્રેમ છે એની જ તો જાણ કરવાની છે
તું આવીશ ને?
મને પળે પળે આંખ ફરક્યા કરે છે
મને માણવા તારે વાંસળી ક્યાં વગાડવાની છે,
બસ પ્રેમ છે એની જ તો જાણ કરવાની છે.
બોલ બનુ મીરા કે રાધા
મારે રાહ ક્યાં સુધી જોવાની છે?
પારુલ અમીત "પંખુડી "☘️?