Quotes by Parth in Bitesapp read free

Parth

Parth

@parthdalvadi.pdgmail.com4527


સતત બોલાવ્યા કરે તે મૈત્રી ને ચૂપ રહે તે પ્રેમ...

મિલન કરાવે તે મૈત્રી અને જુદાઈ આપે તે પ્રેમ...

મન મલકાવે તે મૈત્રી અને હૃદય ધબકાવે તે પ્રેમ...

હાથ પકડીને ચાલવું તે મૈત્રી, આંખમાં નીરખ્યા કરવું તે પ્રેમ...

મિત્રને વહેંચવાની વસ્તુ તે મૈત્રી, પોતાનામાં છુપાવાની વસ્તુ તે પ્રેમ...

હસાવે તે મૈત્રી ને રડાવે તે પ્રેમ...

છતાં ખબર નથી કેમ...
લોકો મૈત્રી છોડી કરે છે કેમ પ્રેમ !!!

-Parth

Read More

તારા એ હસમુખ ચેહરાને હસતો રાખીશ,
તારા હોઠો પાર સદાય મારુ નામ રાખીશ..

આંખો રહેશે ચમકતી મને રોજ જોઈને,
મારા ઘરનું સરનામું એટલું તારી નજીક રાખીશ..

એકલતાને તારી પિંજરામાં પૂરીને રાખીશ,
કોફી સાથે વાતોમાં મીઠાસ ભરપૂર આપીશ..

જીવન નહીં લાગે બોજ હવે જરાય તને,
બસ લાગણીઓ એટલી ભરપૂર આપીશ..

સપનાઓમાં તારા તને હેતથી ભરપૂર આપીશ,
નીંદર ઉડાવી તારી તને યાદો મારી જ આપીશ..

મલકાશે ચેહરા સાથે હૈયું રોજ તારું,
જ્યારે શરીરની સાથે આત્માને સુખ આપીશ..

મારી કવિતામાં તને પ્રેમની વાછટ આપીશ,
સુખ મળશે તનેય જ્યારે તું દિલથી મને અપનાવીશ..

ખૂટી પડશે શબ્દો પણ જતાવવા લાગણીઓ,
અનહદ હેતથી તને જીવનમાં એ સુખ આપીશ..

Read More

જિંદગીમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું,
પણ અચાનક જ અવ્યવસ્થિત થઈ ગયું.

જીવન આ વિતાવવું સહેલું લાગતું હતું,
અરેરે! હવે ઘણું જ અઘરું થઈ ગયું.

ના ધારેલી ઘટના બનવાનું દુઃખ અસહ્ય હતું,
મન મારુ ગહન આઘાતમાં સરી ગયું.

કોરોના નામના રાક્ષસનું સામ્રાજ્ય એવું હતું,
જેમાં ખાસ સ્વજનોને ગુમાવવું પડ્યું.

કાકા ના સંગાથ નું જે અમૂલ્ય છત્ર હતું,
એ છત્ર માથા ઉપરથી ઉઠી ગયું.

ઈશ્વર સામે ફરિયાદ ભરેલું મોઢું ખુલ્યું હતું,
આંખોમાં આંસુઓની ધાર નું રાજ થયું.

દિલના ખૂણેખૂણામાં ઉદાસીનું થર ઘેરાયું હતું,
યાદોના વમળમાં મન અટવાતું રહી ગયું.

એવું તે ખાલીપાનું સરનામું ભટકાઈ ગયું હતું,
કદીય ન ભરાય એવી ખોટ નું નુકસાન મળ્યું...

Read More

કદી નાં ભુલાય એવી મારી અમૂલ્ય મૂર્તિ છે તું માં..
પ્રેમનું નેહ વરસાવતું મારુ પ્રેમાળ વાદળું છું તું માં..
ડગલે પગલે હિંમત આપતી મારી હિંમત છે તું માં..
હિંમતભેર ચાલતા શીખવનાર મારો પથ છે તું માં..
સમજદારીનો પાઠ ભણાવનારું પુસ્તક છે તું માં..
જીવનનું ઉત્તમ અમૂલ્ય મારુ ઉપહાર છે તું માં..
જીવવાનું શીખવતી વાત્સલ્યની મુરત છે તું માં..
મારા જીવનની પહેલી કિંમતી સખી છે તું માં....

Read More

કાગવાણી થકી
ડાયરા ડોલતા,
દાદ દેતા બધા
વાહ વા' બોલતા,
કાગના કાવ્યથી
શ્યામને મોજ છે,
જો મળે તો ફરી
કાગની ખોજ છે

Read More

નથી સમય
લાપરવાહી માટે
રાખ કાળજી

ખરાબ નથી
તારા સપના આજ
છે પરિસ્થિતિ

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટી માં રાખ્યો છે...

મલક કંઇ કેટલા ખૂંદયા, બધાની ધૂળ ચોંટી પણ,
હજુય મારો ધબકાર મેં ગુજરાતી રાખ્યો છે...

-Parth

Read More

તારી આંખોના આ દરિયામાં ડૂબવા દે મને,
તારા હોઠોની આ શરાબ પીવા દે મને,

હા! ખબર છે કે નથી કોઈ અધિકાર મને,
પણ ઘડીભર સાંભળ અને કેહવા દે મને,

તને ચાહવા જ અવતર્યો છું હું, એમ લાગે છે મને,
હજી એક વાર મળ્યા છીએ અજાણ આપણે,
બે-ચાર મુલાકાત કર અને તારા પ્રેમમાં વહેવા દે મને...

ખબર નથી આ નવી લાગણી શુ રંગ લાવશે ?
જે થાય તે થાય બસ ચાહવા દે મને...

ડરૂ છું આ બધી વાત કહેતા હું પણ,
કલમ તું ના રૂક, સદંતર લખવા દે તું મને...

હાલ તો રાહ જોવું સફળતાની મારી હું,
બસ ત્યાં સુધી બેમતલબ જોવા દે મને......

-Parth

Read More

વસંત ના વાયરા,
પ્રેમ ની પોકાર,

ધરતીથી અંબર સુધી,
પ્રણય ની નજાકત.

કસમ છે આ દિલની....
કસમ છે આ પ્યારની....
કસમ છે આ શ્વાસની....
કસમ છે આ દરેક પળ ની...
કસમ છે આ સર્વત્ર અંગની...
કસમ છે આ જમીર ની...
કસમ છે આ પ્રાણની...
કસમ છે આ પાર્થની...
કસમ છે આજીવનની....
જિંદગી ની પ્રત્યેક પળ ફક્ત તને પ્રેમ એ જ કસમ આ જીવનયારની...

-Parth

Read More