Quotes by Paresh in Bitesapp read free

Paresh

Paresh

@paresh.87
(17)

હાથ મિલાવી હાથ દબાવવાની કળા કોઈ એમની પાસેથી શીખે,
મદદ કરી ઉપકાર નીચે દબાવતા કોઉ એમની પાસેથી શીખે.
paresh

રસ્તામાં નાખી પથ્થર એ મલકાતાં હતા,
પાછા હાથ લાંબો કરી ખચકાતા હતા.
paresh

बे बजह बदनाम हुआ हूं, तेरी गलियोमे।
उंगलियां किसी ओर की है, तेरी उँगलियोमे।।
paresh@

માળિયાનો સંબંધ
સંબધો સાચવવા એટલે કાચના વાસણો સાચવવા.
અને આ સંબંધોમાં એક સંબધ એવો હોય છે જે આપણને સાચવતો હોય છે.જેના માટે કહેવું હોય તો કહી શકાય કે આ સંબંધ ઘરમાં રહેલા માળિયા જેવો હોય છે. જેમ ઘરમાં માળિયું જરૂરી છે, પરંતુ તે ઘરે આવેલા મહેમાનને આપણે બતાવતા નથી અને કાયમ તેના પર પડદો પાડેલો રાખીએ છીએ.. આપણા ઘરની એવી વસ્તુઓ જે લાંબા ગાળે કામ આવે તેવી હોય છે તે આપણે ત્યાં ઠાલવતા હોઈએ છીએ. આ સંબંધ પણ એવો જ છે. જે આપણા વિચારો કે વર્તન જે આપણે કોઈને ના કહી શકતા હોઈએ. મન જ્યારે હળવું કરવું હોય. ત્યારે આપણે આ માળિયા રૂપી સંબંધમાં આપણા વિચારો ઠાલવતા હોઈએ છીએ.
જેમ માલિણી રોજે - રોજ જરૂર નથી પડતી. કોઈ ખાસ વસ્તુ માટે કે કોઈ ખાસ પ્રસંગે જ માળિયાની જરૂર પડતી હોય છે. તેમ આ સંબંધ પણ આપણે ખૂબ જ ખુશ હોઈએ કે અત્યંત દુઃખી હોઈએ ત્યારે આપણને આ સંબંધ યાદ આવતો હોય છે.
માળિયા વગરનું ઘર મકાન લાગે અને આવા માળિયા જેવા સંબંધ વગર બાકીના સંબંધો માત્ર ઔપચારિકતા જેવા, સાચવવા પૂરતા સંબંધો લાગે છે. જેની માવજત કરતું રહેવું પડે છે. કોઈને ખોટું ના લાગી જાય કે તેમને કેવું લાગશે. જેવી ચિંતા કોરી ખાતી હોય છે. આવા સંબંધો માટે છાસ નહિ પરંતુ આઈસ્ક્રીમ પણ ફૂંકી ફૂંકી ને પીવો પડતો હોય તેવી હાલત હોય છે.
અંતે દરેકના જીવનમાં આવો માળિયા જેવો સંબંધ કોઈ ને કોઈ સ્વરૂપે હોય જે છે. તો આવા સંબંધ ને પણ યાદ કરતા રહેવું જોઈએ જેથી તેમા રહેલ વસ્તુઓ કે વિચારો ભંગાર ના થયી જાય. અર્પણ દરેકના જીવનમાં આવા માળિયા જેવા સંબંધને.
Paresh prajapati

Read More

પુસ્તક વાંચન એટલે મગજમાં વિચારોના દ્વારા ખોલવાની ચાવી. કારણ જે વાંચે છે તે વિચારે છે. વાંચન હાલના સમયમાં ખૂબ જ જરૂરી બનેલ છે, જ્યારે આંગળીઓના ટેરવા અને આંખની કીકીઓ મોબાઇલની ગુલામ બની ગયેલ છે. કારણ મોબાઈલમાં કામની વસ્તુ કરતા સમય અને મગજ બગાડવાની વસ્તુ હાલના સમયમાં વધારે આવે છે.  મોબાઈલ સારો છે,  દરેક ટેકનોલોજી સારી છે. પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરતા આવડે તો.

  

     હાલ સમય એવો છે કે સમય જોવા કાઢેલ મોબાઈલ સોશિયલ મીડિયા ચેક કરી પાછો મૂકી દઈએ છીએ અને ફરી યાદ આવે છે કે અરે સમય જોવાનો તો રહી જ ગયો..

 આવા સમયે જો આ રોગ હોય તો એની દવા પૈકી એક એટલે વાંચન. વાંચન જ આપણા વિચારોના, કલ્પનાઓના અને આપણા જ્ઞાનના દ્વારા ખોળે છે.



    મનને પૂછીએ તો તરત જ જવાબ મળી જાય છે કે બાળકને વારસામાં શુ આપવું છે? મોબાઇલની ગુલામી કે વાંચનનું આધિપત્ય. અને આમેય પણ જે આપણા માટે સારું છે તે આપણને ક્યારેય નથી ગમતું. બાળકને દૂધ, ફળફળાદી કે પોષકતત્વો વાળા શાકભાજી નથી ભાવતા પરંતુ ફાસ્ટફૂડ કે ચોકલેટ્સ મળશે તો દોડતું આવશે. આવી જ હાલત હાલમાં મોબાઈલ અને પુસ્તક વચ્ચે છે. જેમાં હંમેશા દરેક વખતે પુસ્તક હારી જાય છે. 


    પુસ્તકો જેટલા વેચાય છે તેટલા કદાચ વંચાતા નથી. માત્ર ફોટો સેશનમાં બેકગ્રાઉન્ડ સજાવવા માટેનો આધાર બની રહે છે.


  માટે જ, દિવસનો અમુક જ સમય મોબાઈલ પાછળ વેડફીએ. બાકીનો સમય આપણા માટે આપણા બાળકો માટે આપણા પરિવાર માટે વાપરીએ.


   હાલના માતા-પિતા ગર્વ લેતા કહે છે કે આમારુ બાળક આટલી નાની ઉંમરમાં ફટાફટ મોબાઈલમાં બધું ચાલુ કરી આપે છે. યુટ્યુબ કે ગેમ જાતે જ ઓપરેટ કરે છે. અમને તો હજુ કાઈજ ખબર નથી પડતી. પરંતુ શું આ બાબત ગર્વ લેવા જેવી છે?  

  શુ આપે ક્યારેય એમ કહ્યું કે મારા બાળકે ચિત્ર વાર્તા કે કોઈ બાળ મેગેઝીન કે કોઈ બાળવાર્તાની ચોપડી જાતે લઈને ખોલી કે વાંચી? જો આનો જવાબ હા છે તો શું આ ગર્વ લેવા જેવી બાબત નથી!


અંતે એટલું કહેવું છે કે આપ આ જે વાંચી રહયા છો તે પણ એક મોબાઈલના માધ્યમથી જ વાંચી રહ્યા છો. હવે એ સમયનો બગાડ છે કે સમયનો સદુપયોગ છે એ આપે જ નક્કી કરવું રહ્યું.


PARESH PRAJAPATI


       

Read More

खुद में इतना खोया हु,
बिना आंसू इतना रोया हु।

प्यार का बदले प्यार जरूरी नही,
हर बात तू समझ जाएं ए जरूरी नही।

तेरी कमी खलती है जरूर,
पर तेरे बिना जी ना शकु ए जरूरी नही।

जरूरत तू जरूर है,
पर तेरी जरूरत जरूरी नही।

Paresh prajapati

-Paresh

Read More

કિસ્સો એનો એવો ચર્ચાયો,
ખાલી ખીસ્સે એ ખૂબ ખર્ચાયો.
રેખા પર વિશ્વાસ કરીને એતો,
કપાળ,હથેળી વચ્ચે પીસાયો.
માણસ,માણસાઈ, માનવતા,
અરેરે આ બધા નીચે દટાયો.
મોટા મહેલોમાં ના સમાતો,
જો નાનકડા ઘડામાં સમાયો.


-Paresh

Read More

મહાત્મા એક વ્યકિત નહિ, એક વિચાર છે. અને વિચાર ક્યારેય મરતો નથી. માટે મહાત્મા હજુ પણ શાશ્વત છે.
#મહાત્મા

મારા હાથમાં મારો ડોર હતો નક્કી,
મતલબ હું કતપુટળી ન્હોતો નક્કી.
કાંઈક એવા હું ભ્રમમાં હતો નક્કી,
પાણીનો ગ્લાસ રમમાં હતો નક્કી.
ટોળાનો હું ભાગ નહોતો એ નક્કી,
કારણ હું ટોળાની બહાર હતો નક્કી.
હા,ઘણા બધા ટોળા વચ્ચે હતો નક્કી,
તેથી હું ટોળાઓનો ભાગ હતો નક્કી,
અરે સુખદ મારા હાથમાં મારો ડોર હતો,
પણ કંઈક ખોવાયું હતું મારામાં થી નક્કી.
હાથ,પગ,હૈયું,આંખ સબ સલામત નક્કી,
અરે મગજ ક્યાંક ખોવાયું એ ટોળામાં નક્કી.
ડોર નક્કામો મારો જ મારા હાથમાં એ નક્કી,
paresh prajapati

Read More

નકારાત્મકતા એ આપણો સૌથી મોટો શત્રુ છે. વ્યક્તિ દિવસેને દિવસે શોર્ટ ટેમ્પર બનતો જાય છે. અને ધીમે ધીમે સહનશક્તિ ગુમાવતો જાય છે. ખૂબ જ અઘરું થઈ જાય છે એમની એટલે કે આવી વ્યક્તિઓ સાથે વાત કરવી, એ જ વાતચીતને દલીલબાજીમાં ફેરવી નાખે છે. અને અંતે તેમની સાથે કરેલ વાતમાં આપણે હથિયાર મૂકી દેવા પડે છે. કારણ કે આવી વ્યક્તિઓ ની વાતો ધડ-માથા વગરની હોય છે.મતલબ તેમની વાતનો કોઈ છેડો હોતો નથી. આપણી વાત સામે તેમનો જવાબ ક્યાંનો ક્યાં હોય છે. તેમને હંમેશા તેઓ જ સાચા લાગે છે. હું છું તો જ આ બધું શક્ય છે. તેઓ આવા ભ્રમમાં રાચતા હોય છે મિત્રો આ વાત આપણી આસપાસના સર્કલમાં રહેતા વ્યક્તિઓની જ છે. તેઓ શારીરિક રીતે તો સ્વસ્થ દેખાય છે પરંતુ આવી વ્યક્તિઓ ક્યાંકને ક્યાંક માનસિક તકલીફમાં હોય છે. જરૂર છે તેમને સહાનુભૂતિની અને જરૂર છે એક સાચા મિત્રની. જે તેમની સામે કોઇ જ દલીલ ના કરે અને તેમની બધી જ ચર્ચા, બધી જ દલીલો અને બધા જ પ્રશ્નો ને સંતોષે. એટલે કે એક યોગ્ય પુસ્તકનું વાંચન એ સારામાં સારો વિકલ્પ છે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો. તણાવને દૂર કરવાનો.
એક જ અલગ મજા છે પુસ્તકને તકિયાની નીચે લઇને સુવાની.
#pareshprajapati

Read More