The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું તને ? કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ તારી આંખો ભીની થાય છે ? અનાયાસે મારી પસંદનું કોઈ ગીત તારા સાંભળવામાં આવી જાય ત્યારે કશું થાય છે ? જૂના પુસ્તકની અધવચ્ચે મૂકાયેલા કોઈ બૂકમાર્કમાંથી મારી સુગંધ નીકળે છે ? કોઈ સાવ અંગત માણસ તારી care કરે એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે ત્યારે કઈ ખોટ વરતાય છે ? બોલને, તું હજુયે મને બેહદ ચાહે છે ને? આ એનાં પુરાવા આપે છેને ? બોલ, તું મને યાદ કરે છે ???
બોલવા ટાણે જ ચુપ રહેવું નથી ગમતું મને, પણ બધા ની રૂબરૂ કહેવું નથી ગમતું મને! એકલો ભટક્યા કરું છું એનું કારણ એ જ છે, ભીડ વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને. આંખ માં આવી ને પાછા જાય એનું મૂલ્ય છે, આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને. આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં, મારું પોતાનું જ દુઃખ સહેવું નથી ગમતું મને.
ફૂલ નહિ.. પાંખડી બનીને રહેવું છે, પાણી નહિ.. ટીપું બનીને રહેવું છે, નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની, બની શકે તો આમ જ હોંઠો પર સ્મિત બનીને રહેવું છે... નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો... મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે. મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે... મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે. મને તો બસ આમ જ મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે. ✍
કહાની કહુ હુ મિલન ના આપણી મળ્યા આપણે કિસ્મત થી ... ન કોઈ આકાર ન કોઈ વીકાર બસ એક નીખાલસ ભાવ... મળ્યા અને મળતા ગયા પછી આવી મિલન વેળા.... વચનો તો તે કંઈક આપ્યા પ્રેમ પણ કર્યો દીલથી.... પણ એ પ્રેમમા એક શર્ત રાખી, બસ એ શર્ત ને વીસરી હુ,સમજી તુ મારો ને કરી બેઠી એક જીદ.... બસ એક ભુલ મારી ને ભુલી ગયો તુ સાવ મુજને..... ફરી મળ્યા ફરી એજ રશમો કસમો શર્તો..... શુ કદી આ પ્રેમ ને રશ્મ કશ્મ શર્ત વીના નીભાવીશ?
રંગ વગર પણ કોઈ ચહેરો થઇ શકે છે ગુલાબી, બસ એ રાધાની જેમ એક નજરે જોવે તો ખરી !
માનવતા કોને કહેવાય કે જેના દિલમાં એક માણસ પ્રત્યે કોઈ એવી લાગણી ઉદ્દભવતી હોય કે તે માણસ માટે તેને કંઈ પણ કરવાની સાચી ભાવના જન્મી હોય તેને જ એક માનવતા છે એમ કહી શકીએ, બાકી કેમ છે!! શુ થયું!! ક્યારે થયું!! કેવી રીતે થયું!! એવું ખાલી ખાલી પુછનારાઓની તો દુનિયા મા ખોટ જ નથી..
દોસ્તી તૂટશે તો ઝીંદગી વિખરાય જશે, આ તમારા વાળ નથી તે સેટ થઇ જશે, પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે છે, નહિ તો રડતા-રડતા જ ઝીંદગી વીતી જશે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser