Quotes by Pankil Desai in Bitesapp read free

Pankil Desai

Pankil Desai

@pankilndgmailcom
(24)

જીવન સાવ ફિક્કું અને રંગવિહીન થઈ ગયું હોય,
વિશેષ કરીને પ્રવર્તમાન પરિસ્થિતિમાં !

તો શું કરવું...?

ઝાઝું કંઈ નહીં, શરૂઆત હળદર ફાકવાથી તો કરો.

એ બહાને જિંદગીમાં લીલોતરીને કૉમ્પ્લેક્સ થઈ જાય,
એવી ફૂલફટાક અને ચટ્ટક પીળોતરી તો ફેલાશે જ !

ભેગાભેગી રોગપ્રતિકારકશક્તિ નફામાં.

ચાલો તો કરો કંકુના..

ઓહ સોરી ! આઈ મીન કરો હળદરના.

- પંકિલ દેસાઈ

Read More

લવારી કરો છો ?

હું તો કરું છું !

ઇન્ફેક્ટ, દિવસ દરમિયાનની હાડમારીમાંથી હાશકારાનાં
ડેસ્ટિનેશન પર હવાફેર કરવા જવું એટલેજ મારે મન લવારી કરવી.

લવારી એટલે

" લખવાનું, વાંચવાનું ને રીજ્યુવનેટ થવાનું "

- પંકિલ દેસાઈ

Read More

સાત્વિક ફૂડની આવરદાનું રમૂજ...

આજે વામકુક્ષીનાં અવકાશ દરમિયાન ચતુષ્કોણીય વિદ્યુત સંચાલિત રંગપટલ પર ચક્રાકાર સાધનના માધ્યમથી ટાટાવાદળસમૂહનાં ઉપગ્રહસંચાલિત મનોરંજનમંચ પર સાત્વિક આહાર વિષે જ્ઞાનવર્ધક કાર્યક્રમ આવતો હતો.

વ્યવહારુ ગુજરાતીમાં કહું તો,
લંચબ્રેકમાં દસ-પંદર મિનિટ આરામ કરવાના સમયે ટીવીમાં ટાટાસ્કાય પર સાત્વિક ફૂડનો પ્રોગ્રામ આવતો હતો.

મને સહજ કુતૂહલ થયું કે, આ સાત્વિક ફૂડની આવરદા કેટલી?

આઈ મીન શેલ્ફ લાઈફ શું હોતી હશે એની?

તેનામાં પોષકતત્ત્વો કેટલાં દિવસ સુધી જળવાઈ રહેતાં હશે?

ત્યારેજ મારાં અંતરાત્મામાંથી અવાજ આવ્યો,

" ઓગણપચાસ દિવસ....! "

- પંકિલ દેસાઈ

Read More

વ્યક્તિ, મગનું નામ મરી હાથે કરીને ન પાડે અથવા તો
પરિસ્થિતિવશ એમ કરવા વિવશ હોય
ત્યારે તે
મુખ્યત્વે બે પ્રકારના લક્ષણમાંથી કોઈ એક ધરાવતી હોય.


૧. રાજકારણ
૨. લગ્નકરણ

- પંકિલ દેસાઈ

Read More

મોનસૂનકુમારની વિદાયનું ફેરવેલ...(વડોદરાતંત્ર દ્વારા)

ઈન્દ્ર ગ્રુપ ઓફ કંપનીઝનાં વોટર મેનેજમેન્ટ ડિવિઝનનાં સર્વેસર્વા એવાં મિસ્ટર મોનસૂન કુમાર હાલમાં જ વડોદરા લોકેશનનો આ વર્ષનો પ્રોજેક્ટ સંપૂર્ણ કાર્યદક્ષતાથી ઓવર અચિવ કરી હેડ ઓફિસ પાછાં ફરવાનાં હતાં.

તેમનાં સૌથી કમાઉ તથા સોનાનાં ઈંડા આપતી મરઘી જેવા ક્લાયન્ટને ફેરવેલ આપવા ખાડોદરાની (ઓહ ! સોરી લખવાનું વડોદરા જ હતું પણ ખીણ કમ ખાડો નડી ગયો) પ્રોજેક્ટ ઓડિટ ટીમનાં સભ્યો,

શ્રી કટકીભાઈ કોન્ટ્રાકટર, શ્રી અણઘડલાલ વહીવટદાર, શ્રીમાન ખાડાલાલ ખડેપગે, શ્રીમતી ખીણ ખોદકામવાલા, શ્રી ભુવા ભયંકરજી, શ્રી રખડતાંરામ ઢોરકુમાર ધૂરંધરવાલ, ચારેકોરકુમાર કચરાદાસ, ગટરલતા ઉભરાટણજી, તંત્રના લોકલાડીલા શ્રી ખાબોચિયાં બારેમાસિયા, શ્રી રેઢિયાળ તંત્રશાસ્ત્રીજી, શ્રીશ્રી આંખઆડાકાન અધિકારી અને શ્રી પ્રજાનેપૈસેલહેર કોર્પોરેટરકુમાર સત્તાકિયા જેવી પ્રજાનાં દુઃખહિતકારી ભાવનાથી છલકાતાં અસેવાભાવી હૈયાં, ભેગાં થયાં અને આલાગ્રાન્ડ સમારંભનું આયોજન થયું.

દૂરથી નિસાસા નાખતી સ્વચ્છતાક્રમમાં દસમાં સ્થાને આવેલાં વડોદરાની જનતા આ બધું જોઈ રહી. આ બધાં વિરુદ્ધ બૂમો પડવાનું શરૂ જ થયું હતું તે ત્યાંજ પાંચ મહિના જૂનાં એવાં વયોવૃદ્ધ રસ્તા પર લોકોનો ભાર વધી જતાં, ફરી એક ભૂવામાં બધી પ્રજા ધબાય નમઃ !

યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ !

- પંકિલ દેસાઈ

Read More

ફૂલો કહે છે...

પુષ્પજગતમાં માનવોની જેમ ચૂંટણી વ્યવસ્થા નથી,
એટલે જ અનામતનું દૂષણ પણ નથી.

તેમ છતાં, અમારાં પુષ્પપરિવારનાં જે ભાઈ - બહેનો
જાહેર સ્થળો પર માનવકલ્યાણાર્થે પોતાની સેવા આપે છે; તેમને ચૂંટાઈ જવામાં ' આરક્ષણ ' આપેલું છે.

જેથી નગરની સુંદરતા જળવાઈ રહે.

છતાં, આ નફ્ફટ માનવી અમારાં રંગબેરંગી સાથીદારોને પોતાનો લાલચુ અને મફતખોર રંગ બતાવ્યા વગર રહેતો નથી.

ફૂલ ચૂંટીને પાછો કહેતો જાય છે, "આ ફૂલમાં મજા નથી...!"

- પંકિલ દેસાઈ

Read More

" વિશ્વાસ એટલે...

સૌહાર્દની સહકારી બેંકમાં હૂંફનાં વ્યાજ માટેની થાપણ "

- પંકિલ દેસાઈ

#વિશ્વાસ

" સબંધોની આકસ્મિક ખેંચતાણ સામે
રક્ષણ આપતો વીમો એટલે વિશ્વાસ "

- પંકિલ દેસાઈ

#વિશ્વાસ

પૂજ્ય પિતાશ્રીનું માનવનિર્મિત ગંતવ્ય યંત્ર, તેનાં ગતિ સહાયક ચક્રોમાનાં એકમાં ધાતુયુક્ત તીક્ષ્ણ પદાર્થ પ્રેરિત છિદ્રોથી નિષ્ક્રિય તેમજ શિથિલ અવસ્થામાં સરી પડવાનો ભોગ બનવા પામ્યું.

સહેજ સરળ ભાષામાં કહું તો, પપ્પાના બુલેટમાં પંકચર પડ્યું જેની જવાબદારી મારાં પર માવઠું બની વરસી પડી.

હું ચક્રછિદ્રશાસ્ત્રી અથવા તો પૈડાંપંડિત ભાઈ એટલે કે પંકચરવાળા ભાઈ પાસે ગયો. ત્યાં એક બોર્ડ પર જે લખેલું, એ વાંચીને મારાં હાંજા ગગડી ગયાં ને ઘડીક તો હવાની હાજરીની વારંવાર લાંબા શ્વાસ લઈને ખાતરી કરી.

તેનાં પર લખ્યું હતું, " હવા કાલથી ચાલુ ! "

એવાં બીજાં બોર્ડ પર જે લખેલું એણે તો મને દિગ્મુઢાવસ્થામાં નાંખી દીધો.

બોર્ડ કંઇક આવું હતું, " વાહનના પીયુસી સુધી ઠીક છે,
પણ પોતાની હવાનો ઓકિસજન લેવલ ચેક કરવાનો
આગ્રહ રાખવો નહીં. લાયસન્સ માટે અરજી કરેલ છે "

આ વિશેષ પ્રકારની ચલણી નોટ પ્રજાતિની વ્યક્તિ,
આગળ જતાં ધંધામાં કાઠું કાઢવાની એ વાત નક્કી !

- પંકિલ દેસાઈ

Read More

" જીવનનાં શેરબજારમાં અહમ ભોંયતળિયે અને અનુભવ આસમાને..."

- પંકિલ દેસાઈ

#સંઘર્ષ