Quotes by Nisha Shukla in Bitesapp read free

Nisha Shukla

Nisha Shukla

@nishahshuklagmailcom


દિવસો ઘર માં જાય છે
એ જશે જરૂર મંદિર સુધી
તમારો હાથ ઝાલી ને લઈ જશે
લોકડાઉન તમને ઉન્નતિ સુધી
ન દવાખાના સુધી,ન યમલોક સુધી,
જો પાળશો નિયમ ઘર સુધી
ફક્ત સ્વસ્થ જો રહેવું હશે
તો તમારે જવું પડશે
સંયમ સુધી
દિવસો મિલન ના જાય છે
એ જશે જરૂર આનંદ સુધી !
૨૫-૪-"૨૦ શુકલ નિશા એચ
*હની* ભુજ કચ્છ.

Read More

વ્યથા
ગર્ભસ્થ શિશુ, કરે પોકાર
તમસ નો છે મારો ચિત્કાર!
શાને કરાવે તું પરીક્ષણ
મને જગત માં અવતરવા દે
બીજ નો ફણગો ફૂટવા દે
તારી આકૃતિ સર્જવા દે !
હું નથી ફૂલટા કે નથી
હું સાપ નો.ભારો !
છે જગત માં દીકરી નો
પણ મહિમા ન્યારો !!
૭-૪-"૨૦. શુકલ નિશા એચ
*હની* ભુજ કચ્છ.

Read More

રોજ
આવી
હરિ
કાન માં પૂછે ....બોલ , શું જોઈએ છે ?
અને
મારો
એક જ જવાબ ...
કશુ જ જોઈતું નથી પણ
રોજ પૂછતાં રહેજો .....
જય શ્રી કૃષ્ણ 🙏🏻

Read More

🌿 *શબ્દ શણગાર પ્રતિયોગિતા ગૃપ* 🌿

*તા. ૨.૮.૨૦૧૮ ગુરુવાર*

✍🏻આજનો પ્રતિયોગિતાનો શબ્દ હતો *મુલાકાત*

🎍 *BEST OF FIVE* 🎍
1⃣

📖 *વાચકશ્રીની દૃષ્ટિએ*
🥇 *પ્રથમ નંબર વિજેતા*

🌺 *શુક્લ નિશા એચ. હની*
ભુજ - કચ્છ

💐 *અભિનંદન* 💐
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
મુલાકાત
લીધી આજ મુલાકાત મેં વેશ્યા ગૃહ ની
લાગ્યું મને જાણે એ દીકરીઓ નું બાળ ગૃહ!
થતો હતો ત્યાં ખુલ્લેઆમ દેહ વિક્રય
ને ક્ષણભર અટકી ગયા કદમ મારા!
મૂઢ બની ને એક ક્ષણ તો હું રહ્યો ઉભો
કિંમકર્તવ્યમૂઢ બની બસ જોયા જ કર્યું!
આવ્યો સવાલ સામો ઉભા શું છો ચૂપચાપ
લીધી મુલાકાત તો નથી ઈચ્છા આજ તમારી?
દીકરી મારી યાદ આવતાં ધ્રુજવા લાગ્યો હું
ને જે પૂછવું હતું એ જ મારાથી પૂછાઈ ગયું!
આ દેહ વિક્રય ની રાખી છે શી કિંમત?
જોઈ ને આ દીકરીઓ ને નથી રહી કોઈ મમત!
વિવશ બનેલી એક દીકરી એ કાઢ્યો ઉભરો
હે મુલાકાતી! આપને ખરીદવો છે સંબંધ કયો?
ભાઈનો, પિતાનો, માતાનો કે દેહ વિક્રય નો?
મુલાકાત લેનારા ખોઈ બેસે છે અહીં માણસાઈ
તમારે અહીં કોની સાથે લેવી છે સરસાઈ?
થઈ આંખો ભીની ને પગ થઈ ગયા ભારી
શરમ થી એકદમ ઝૂકી ગઈ આંખો મારી!
બે મીઠા બોલ કહેવાનું મન થઇ ગયું જતાં જતાં
"कुर्यात सदा मंगलम्।" કહી દીધું રડતાં રડતાં!!

શુકલ નિશા એચ. હની
ભુજ. કચ્છ.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*ઓગસ્ટ* મહિનામાં *પ્રથમ* વખત વિજેતા . 🌹
1⃣
〰〰〰〰〰〰〰〰
*નિર્ણાયક શ્રી,*
નામ- કલ્પના સુથાર
સરનામું- મોડાસી ચોપટા, દરબાર રોડ, વિસનગર
અભ્યાસ- ધોરણ- ૧૦,૧૨ અને પી.ટી.સી.
વ્યવસાય- ૨૦ વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે વિસનગર તાલુકામાં ફરજ પર

Read More

માળી કહે માલણ ને....
સાંભળ એ માલણ, ગોતી દે
એવું ફૂલ તું,
જે તારા ચહેરા ની જેમ કદી
કરમાય નહિ !
માલણ પણ નીકળી ગજબ ની
કહે, કરમાય ના કદી ફૂલડાં,
એવો બગીચો છે પાસ માં,
હમેશા ખીલતા ને મહેકતા
વસંત ની માફક,
મેં જોયા છે *નિશાળ* માં !!

Read More

વાંસળી માંથી વિખૂટો પડી એક સૂર....
ઢૂંઢે કદમ્બ ની છાંય....
વ્રજ ની રજ ને ઢંઢોળી ને
પૂછે પ્રશ્ન....
મારા માધવ ને દીઠો છે ક્યાંય....??

Read More

बड़े दौर से गुजर रही है जिंदगी
यह दौर भी एक दिन गुजर जायगा !
थाम लो अपने पांव को घर मे
भटकने से जिंदगी भी थम जायगी !
घर मे दिन गुजारोगे यदि तो
"कोरोना" भी अपने आप थम जायगा !!
🙏🏼

Read More

💥આદિત્ય 💥

!! નિજાનંદ !!

આજ દિવસ લાગે છે ઝાંખો
લાગે છે આજ આદિત્ય ઉગ્યો છે પાંખો !
સમય ની અસર આજ વર્તાય છે માઠી,
તડકો આજ લાગે છે જાણે કાઠી !
આદિત્ય ના ઉદય ની માણવી છે મજા,
વિટામિન ડી ની ભોગવવી છે સજા !
આદિત્ય ની ઝાંખપ થી છે બધું ખંડિત,
તો પણ જગત આજ લાગે છે મંડિત !
આદિત્ય ના પ્રખર તાપ લેવી છે સજા,
અને ઝાંખપ ની પણ માણવી છે મજા !
૧૯-૭-૧૯ શુકલ નિશા એચ.
હની. ભુજ કચ્છ.

Read More

🌟 *શબ્દ શણગાર પ્રતિયોગિતા ગ્રુપ* 🌟

*તા. ૨૨.૧૦.૨૦૧૮. સોમવાર*

✍🏻આજની પ્રતિયોગિતાનો શબ્દ હતો *આનંદ*

🔅 *BEST OF FIVE* 🔅
4⃣
📖 *વાચકશ્રીની દૃષ્ટિએ*

🥇 *ચતુર્થ નંબર વિજેતા*

💐 *અભિનંદન* 💐
🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જીવન સંધ્યા એ
આનંદ
"સિનિયર સિટીઝન" નું પદ મળ્યું
હવે જ થોડું ઊંચું. કદ મળ્યું
ચાલ. ને થોડો આનંદ માણી લઈએ.!
60 ઓળંગી 70, 75 ના થશું
કોણ જાણે કાલ. ક્યાં. હોઈશું
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!
શારીરિક રીતે. ભલે. થાક્યા. છીએ
પણ નથી. થાક્યા મનથી જરાય
ચાલ ને થોડો આનંદ માણી. લઈએ.!
ઘર બેઠાં મળે છે વળી "પેંશન"
તેથી નથી કોઈ જાત નું "ટેંશન"
ચાલ. ને થોડો આનંદ માણી લઈએ.!
ઘણું, ઘણું સહન કર્યું જિંદગી માં
પણ નથી કરવા લેખા- જોખાં જિંદગી માં
ચાલ ને થોડો. આનંદ માણી લઈએ .!
ઈચ્છા તો છે પુરા 100 રન કરવાની
છોડવું છે શેષ બધું ઈશ્વર ભરોસે
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!
આઝાદી ની ખરી મજા જ છે હવે
જીવી લેવી છે જિંદગી ખુમારી થી હવે
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!
શરીર તો ચડી ખાય છે વધતી વય ની હવે
પુનર્જન્મ માં પાછાં મળીએ કે ન પણ મળીએ
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!!

શુકલ. નિશા. એચ. હની
ભુજ. કચ્છ.
🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥

Read More

લખી ને ભીંજાઈ ગઇ રોજનીશી,મારી લાગણી થી,
વિચલિત થઈ ગયું મન, જ્યારે વાંચી છાની માની !