Quotes by Nimu Chauhan in Bitesapp read free

Nimu Chauhan

Nimu Chauhan

@nimuchauhan213744


નિકળાશે નહીં ઘરબાર આજે વરસાદ છે
તુ જોઈશ ના મારી રાહ આજે વરસાદ છે,

ધોવાઈ ગયા છે રસ્તાને ઊગ્યું ઝીણું ધાસ
ચોમેર પાણીની ધાર આજે વરસાદ છે,

પહોચુ લઈને છત્રી એ પવન સંગ પધારે
પળમાં બનાવે જો કાગ આજે વરસાદ છે,

નેવે ઝરતા ઝરણામાં સ્મરણો તારા રેલાઈને
ટાઢા બૂંદમાં ટપકે યાદ આજે વરસાદ છે,

ઘડી મેળાપની આવી દુશ્મન જેવો મેઘરાજ
લાવ્યો વિજળીનો ચમકાર આજે વરસાદ છે,

બારણે ઉભી નિહાળું કેમ રે સમજાવુ સંતાપ
નરમ ના પડતો મેહુલો ઠાઠ આજે વરસાદ છે,

વૃક્ષોને ભીજવતો પર્ણ ડોલતા ઉન્માદમાં
'સાંજ'ચિડવે વરસી ધોધમાર આજે વરસાદ છે.

- નિમુ ચૌહાણ.. સાંજ

Read More

નાહક વચનોમાં બંધાવાનુ મને નહી ફાવે
તુ કહે એજ રીતે જીવવાનુ મને નહી ફાવે,

સત્યને ગ્રહણ કરીને અહી જીવનાર છુ હુ
દેખાડાનો વેશ ધરી રખડવાનુ મને નહી ફાવે,

વીજળીના ચમકારા જેવુ રાખ્યુ છે હ્રદય અમે
બે મૌસમ ક્યારેય વરસવાનુ મને નહી ફાવે,

ઉડી તો શકાશે એકલા પણ હશે ઈરાદો અડગ
પવનને વિરુદ્ધ જઈ ફફડવાનુ મને નહિ ફાવે,

વિશ્વાસ રાખ ખૂદ પર ગુંજાશે આભ લગ નામ
છળકપટના ભાગીદાર બનવાનુ મને નહી ફાવે.

- નિમુ ચૌહાણ.. સાંજ
- જામનગર

Read More

અશ્રુ ઓશિકુ ભીજાવી જાય છે તારી યાદ માં
રાતોની રાત વિતતી જાય છે તારી યાદ માં

ભુલ્યે ભુલાય ના બાકડે કરી જે મીઠી વાતો
સંગાથે ચાલ્યા રસ્તા સતાવી જાયછે તારી યાદ માં,

હ્રદયમાં કંડારી રાખી છે છબી હજુ હેમખેમ
એકાદ ધબકાર ચુકવી જાયછે તારી યાદ માં,

વરસતા વરસાદે ભીજાયા બંને અંતર લગી
મુશળધાર વર્ષા કોરી ખાય છે તારી યાદી માં,

જગની રીતમા દબાવી લાગણીની જાતને
જુઠ્ઠાણી જિંદગી સરી જાય છે તારી યાદ માં.

- સાંજ
- નિમુ ચૌહાણ

Read More

આસ્થા, બંદગીની ચાલો રસમ નિભાવીએ
ઈશ પરના વિશ્વાસની ચાલો અસર બતાવીએ,

હાથના કર્યા જ હૈયે વાગે પછી ના નજર ફેરવીએ
ઝીંક્યા જે પત્થરના ઘા બદલી ઈંટ જગત ધરે,

નભ આકાશ વચ્ચે સઘળુ સીદને અન્યત્ર ભટકીએ
પાપપુણ્ય નથી કોઈ હિસાબ સૌ માટીમા અતઃ મળીએ,

વેરઝેરની ગાંઠડીઓ તો અંતર પટમા ચિતરીએ
પણ જાતની ભુલનુ મૂલ્યાંકન ના હ્રદય થકી કરીએ,

ધનના. ગુમાનમા માવતરને અહમ ના દેખાડીએ
કળયુગના છે સાક્ષાત ઈશ્વર જરા ખૂદને મઠારીએ.

- નિમુ ચૌહાણ..સાંજ

Read More