Quotes by NILESH MURANI in Bitesapp read free

NILESH MURANI

NILESH MURANI Matrubharti Verified

@nilesh.murani
(3.8k)

"ઝંખના.". (શબ્દ સંખ્યા 100)
=====
સંવેદનાની પ્રસવ પીડા વધી ગઈ,
“બાબો આવશે તો સંયમ નામ રાખીશું.”
જવાબમાં સંવેદનાએ
“બેબી આવશે તો ખેવના રાખીશું.”
સંવેદનાને શબ્દ સાથે થયેલ સંવાદ યાદ આવી ગયો.
શબ્દની એ વાત યાદ આવતા સંવેદનાના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.
સંવેદનાની ચીસો સાંભળીને પડોશમાં રહેતી દયા અને જિજ્ઞાસા પણ દોડી આવી.
બંને સખીઓની મદદથી સંવેદનાએ સુંદર બેબીને જન્મ આપ્યો.
સંવેદના ખેવનાને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે તે અનિમેષ દરવાજા તરફ જોઈ રહી.
દયા અને જિજ્ઞાસા બાજુમાં બેઠી હોવા છતાં આજે સંવેદના એકલી હોય એવી અનુભૂતિ કરી રહી હતી.
શબ્દએ દરવાજો ખોલ્યો,
ચાર સ્ત્રીઓને જોઈ નિઃશબ્દ થઈ ગયો.
સંવેદનાની વેદનામાં ઝંખના ઉપસી આવી.

-નીલેશ મુરાણી..

#પતંગ

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'બડી ખબર' વાંચો
https://www.matrubharti.com/book/19866340/badi-khabar

ચુંબન.
=====
ઈન્ફ્રારેડથી લઈને વાયા બ્લુટુથથી જેન્ડર સુધીની સફરમાં અને આઈ-પી મેસેન્જરથી ફક્ત ડેટા ટ્રાન્સફરના થયેલા અનુભવ, કોઈ ઉર્મીઓ કે સ્પંદનો એ વોટ્સેપ ચેટથી કે મેસેજથી જાગેલી જીવવાની ખેવના. ઓરકુટથી લઈને વોટ્સેપ સુધી અને વાયા યાહુ મેસેન્જરથી લઈને વિડીઓ ચેટ સુધીની સફરમાં ટ્રાન્સફોર્મ થતાં સ્પંદનો કે ઉર્મીઓ, લાગણીઓ, ગમા અણગમા, છણકા, કે ગુસ્સામાં કરેલા ચેટની અદાઓના નિરાળા અનુભવ.,અને એ ચેટ દરમિયાન ચહેરાપર આવતા ભાવ/સ્માઈલ, એ બાજુમાં બેઠેલો કોઈ નફફટ નાલાયક મિત્ર દ્વારા વાંચી ગયેલા હોય અને તેના મોમાંથી નીકળી ગયું હોય કે.. “ઓહો! શું વાત છે?. કોની સાથે ચેટ કરી રહ્યો છે?”
એની એ એક મજા છે, પણ પણ પણ... ચુંબન! બસ આજે એનીજ વાત કરીશ, એક રીસર્ચ મુજબ બાળક માતાના ગર્ભમાં હોય ત્યારેજ તેની ચુંબન કરવાની શૈલી ઘડાઈ જાય છે. એ લેફટી હોય કે રાઈટી, પણ એવીજ રીતે તેની નક્કી થતી ચુંબન શૈલીની ભાત/છાપ હોય છે. એ રાઈસ ફ્રાઈડ ખાતી વખતે ક્યારેક એના હોઠ ઉપર એકાદ રાઈસનો દાણો હીંચકા લેતો હોય અને એ બેસ્ટ મોકો હોય છે, જાહેરમાં એના હોઠ સુધી હળવેથી હાથ પહોંચાડી ને સ્પર્શ કરવાનો. અને એ નિર્દોષ અદામાં એની આંખોમાં જોવાનો. અને ક્યારેક એકાંતમાં લસલસતા ભીના હોઠનો ખારો સ્વાદ પણ મીઠો લાગતો હોય છે. એ કદાજ પ્રેમની ચરમસીમાથી થોડીક નીચેની થયેલી અનુભૂતી હશે! આવુંજ કંઇક હોતું હશે કદાજ એ બોડીનું ટેમ્પરેચર વધારી મૂકતું હશે! આ અનુભૂતિ કદાજ શબ્દોમાં ન પણ વાણી શકાય પણ જયારે આવું કંઇક વાંચીએ ત્યારે એ તાદ્સ થયેલો અનુભવ યાદ આવી જાય...આતો એમજ આજે આ ચુંબન દિવસના એમ થયું કે થોડુંક અહી હળવે શૈલીમાં મઠારીને મૂકી દઉં...
તમામ મિત્રોને ચુંબન દિવસની શુભેચ્છાઓ..

#_નીલેશ_મુરાણી .

(ફોટો સોર્સ:- ગુગલ.)

Read More

ખુદ હી ખુદા.
=======

ભગવાન/ગોડ/અલ્લાહ/ઈશ્વર.
શું છે? સૂફીનાં ઉદાહરણ લઈએ.સૂફીઓ એટલે? અલ્લાહ/ગોડના મેસેન્જર્સ?
તેમના અનુયાયીઓ? બિલકુલ નહી! એક સુફી થઇ ગયા જેમનું નામ કદાજ સાંભળ્યું હોય. અલ-હલ્લાજ મન્સુર. એક દિવસ નદી કિનારે કિતાબ લઈ બેઠા હતા. ત્યાંથી બીજા સુફી નીકળે છે. એ સુફી અલ-હલ્લાજ મન્સુરને કિતાબમાં મશગુલ જોઈ અને પૂછે છે. “તું અહી શું કરી રહ્યો છે? આ કિતાબમાં શું છે?”
અલ-હલ્લાજ મન્સુર જવાબ આપે છે “આ કિતાબમાં હું ઈશ્વરને શોધું છું”
ત્યારે એ સુફી તેની પાસેથી એ કિતાબ લઇ અને નદીમાં ફેંકી દે છે અને કહે છે કે જો તને ઈશ્વરની શોધ કરવી હોય તો આ કિતાબમાં નહી, પણ ચાલ મારી સાથે મારી પાછળ હું તને ઈશ્વર પાસે લઇ જાઉં.
ત્યારે અલ-હ્લ્લાજ મન્સુર ગુસ્સે થઇ જાય છે અને કહે છે કે એ કિતાબને નદીમાં શા માટે ફેંકી? એ કિતાબમાં મારો ઈશ્વર છે, મારું સર્વશ્વ છે. હવે હું ઈશ્વર ને ક્યાં સોધીશ?
ત્યારે એ સુફી નદીમાં હાથ નાખી અને એ કિતાબ તેને પાછી આપે છે અને કહે છે કે “લે કિતાબ શોધી લે તારા ઈશ્વર ને.”
મન્સુરને આશ્ચર્ય થાય છે અને તે સુફીની પાછળ પાછળ જાય છે...
ત્યાર બાદ મન્સુરના જીવનમાં એક નવો સુરજ ઉગે છે. મન્સુરને તેની પોતાની અંદર રહેલી શક્તિ/ઉર્જા/આત્મા જે પોતાનું સંચાલન કરતી હતી તેની પ્રતિતી થાય છે, પોતે ખુદ ઈશ્વર/અલ્લાહ હોવાનો દાવો કરે છે. પોતે અલ્લાહ અલ્લાહ હોવાનો દાવો શા માટે કરે છે? પછી મન્સુર સાથે શું થયું? પણ તે વાર્તાનું હું માત્ર ફિલોસોફીકલ રેફરેન્સ ઉપર જ લઉં છું. એવી કોઈ ફિલોસોફી હશે. ઘટના સત્ય છે કે નહી એ ગોણ બાબત છે. પૂછડું પકડી ને ચાલો કોઈના અનુયાયી બનીને રહો ખુશ રહો આબાદ રહો જી-હુજુરમાં જે કાઈ ૬૦-૭૦-૮૦ કે સો વર્ષની જિંદગી વિતાવી દો અને જલસા કરો!
આવુંજ કંઇક બુદ્ધ સાથે થયું હતું? આવુંજ કાંઇક ઈશુ સાથે થયું હતું? તમને કોઈ અધિકાર નથી! તમારી ઉર્જા/આત્માને ક્યાંક ને ક્યાંક તો નમાવવાની જ. તો પછી એજ ઉર્જાને ખુદમાં ઓતપ્રોત કેમ નહી? ખુદના અનુયાયી કેમ ન બની શકાય? સવાર સાંજ અરીસા સામે બે પાંચ મિનીટ ઉભા રહીને પોતાની આરતી કેમ ના ઉતારી શકાય? અરે એ એજ પ્રકૃતિને જીવતી જાગતી દેન છે!
જોકે ઓશો એ પોતાની દરેક વાતમાં ભીતર શબ્દ નો પ્રયોગ કર્યો છે. આ ભીતર એટલે શું? અરે કોઈ પણ થીયરી ઉપાડી લો આલ્બર્ટ અઈન્સટાઇનની કે કવોન્ટમની કે પછી ન્યુટનની. કે પછી એરીસટોટલની!
દરેકની થીયરીમાં ઉર્જા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છ. ક્યાય આત્માની વાત નથી કરી નથી કરી અને નથી કરી..ઓશોએ કરોડો અનુયાયી ઉભા કર્યા એ અલગ બાબત છે. પણ ઘણું બધું પીરસી ગયા..
દુનિયાના ઘણા બધા દેશોમાં એ મહાનુભાવ ઉપર બેન હતો. શામાટે? જો કે હું તો અમુક અંશે ઓશોને પણ નથી માનતો. કેમ કે તેને પણ પોતાનો એક સમુદાય બનાવ્યો, ઓશોઈઝ્મને કોમર્સિયલ સ્ટેન્ડ બનાવ્યું! ઓશો જગાડવામાં અને જાગવામાં માનતા હતા પણ લોકો જાગી જાગી અને ઓશોના અનુયાયી બનવા લાગ્યા હતા...
તેમની એક બુક છે “હમને ચાંદ દિખાયા ઔર તુમને ઉંગલી પકડ લી”
અનુયાયીઓને સ્પષ્ટ કહ્યું હતું કે હું શું બતાવું છું અને તમે શું કરો છો?
ખેર આમારા અંગત વિચાર છે. કોઈએ ફોલો કરવા ન કરવા એ તો ખુદ/પોતાની/અંદર રહેલી ઉર્જા પર નિર્ભર છે કે ન્યુટન ની ગતિનો નિયમ એ ઉર્જાને કઈ તરફ લઈ જાય છે!

#_નીલેશ_મુરાણી .

Read More

#માઇક્રોફિક્શન

(શબ્દ સંખ્યા 58)

ચાનો કપ.
======
શંકરભાઇ આઈ.સી.યુ.માં ગંભીર હાલતમાં હતા.
એનો પુત્ર રાજેશ ઓ-નેગેટિવ ગ્રુપનું લોહી શોધવા દોડા દોડ કરી રહ્યો.

અંતે પડોશમાં રહેતા રામુનું બ્લડ ગ્રુપ મેચ થતાં શંકરભાઇને બચાવી લેવાયા.

શંકારભાઈને ખબર પડી કે એના શરીરમાં રામુનું લોહી છે.

શંકારભાઈએ ઘરમાં પગ મુકતા પહેલા ગોખલામાં પડેલો ચાનો ખાલી કપ તોડી નાખ્યો.
હવે એ સ્વસ્થ થયા હોવાની અનુભૂતિ કરી રહ્યા.

-નીલેશ મુરાણી.

Read More

ઈશ્ક-કમીના
========

ફાટેલા કપડા જોઈ કુતરાઓ ભસવા લાગ્યા. ગણકાર્યા વગર અંદર ગયો. મોઢામાંથી છેક છાતી સુધી વધેલી દાઢી પર લાળ પડી રહી. લથડીયા ખાતો ક્રોસ સામે ઉભો. જીણી જીણી આંખો ઓટલા ઉપર લાગેલી તકતી ઉપર પડી. નિ:સાસો નીકળી ગયો. મેલા ઘેલા કોટની અંદરના ખિસ્સામાંથી એક મીણબત્તી કાઢી. બીજા ખિસ્સામાંથી એક ગુલાબનું ફૂલ હાથમાં પકડી ફૂલને જોતો રહ્યો. એની નજર સાથળ ઉપર માળીએ મારેલ ડંડાથી લાલ થઇ ગયેલ ચાંઠા ઉપર પડી. ફૂલ જોઈ એને હળવું સ્મિત વેર્યું. સાથળ ઉપર લાગેલા ઘાવને ખંજવાળતા પેન્ટના ખિસ્સામાંથી વાળેલી ચોળેલી સિગરેટ કાઢી સીધી કરી. ખિસ્સામાંથી માચીસ કાઢી. તીલ્લી સળગાવી. તકતી ઉપર પડેલી મીણબત્તી સળગાવી અને તીલ્લી આડો હાથ રાખી સિગરેટ સળગાવી. થોડીવાર એ સિગરેટના ધુમાડામાં ઓગળ્યો. ગુલાબ મીણબત્તીની બાજુમાં મુક્યું. ત્યાજ ફસડાઈ પડ્યો. ભૂખ્યો તરસ્યો સિગરેટના દમ મારતો રહ્યો. જીભ હોઠ ઉપર ફેરવતો. સિગરેટની રાખ જેમની તેમ દાઢી ઉપર ખરતી રહી.
થોડીવાર રહી એ સફાળો જાગ્યો. તકતી ઉપર હાથ ફેરવી સ્વગત બબડ્યો.
”રીના”
ફૂંક મારી મીણબત્તી ઓલવી. વાટ સાફ કરી ખિસ્સામાં મૂકી. ફૂલ ઉઠાવી બીજા ખિસ્સામાં મુક્ય

Read More