The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલુ અધૂરું લાગે , અને આ અધૂરપ જયારે આખી જિંદગી લાગવાની હોય ત્યારે? એ લાગણી જાણે હૃદય મા અગ્નિ બળતી હોય સતત ...કશુ સતત ખૂટ્યા ની લાગણી.. બહુ અસહનીય હોય ક્યારેક એમ થાય, આટલો પ્રેમ શુ કામનો? જયારે એ વ્યક્તિ તમારી થવાની જ નથી, નથી જીવી શકવાના નાની નાની ક્ષણ, પેહલો વરસાદ કે ગાઢ નિંદર, ac ના ટેમ્પરેચર નું ડિસ્કશન કે ઈન્સુરન્સ રિનુઅલ ની વાતો.. આવુ સાવ આવુ નક્કામું વિચારી ને જાણે ગળે ડૂમો બાઝે છે. કોઈએ જાણે એસિડ ની ધાર કરી હોય ગળા માથી સીધી હૃદય મા. કેટલુ બળે છે સતત શુ કહુ?
બોટિંગ કરશે આજે ને ખુબ રમશે આજે આવવા દે જરા પછી પૂછીએ નિરાંતે રાહ જોતી નજરો બસ રાહ જ જોશે આજે 😣
તને ક્યાં ખબર છે મેં કેટલી વાર કેટલો વિચાર્યો છે તને, કદાચ તુ એવો છો પણ નઈ જેવો વિચાર્યો છે તને. મારી કમર મા હાથ નાખી દરિયા કિનારે નાચતો, મારી પાછળ ઘેલો ને મારા પ્રેમ મા રાચતો, હુજ સર્વોપરી તારા માટે, એક મિનિટ પણ મને તું તારા થી દૂર ના રાખે.. હાથ મા ઢગલો ગુલમહોર અને કેટલી બધી ચોપડીઓ, સુર્યાસ્ત નો સમય ને અને મારા વાળ મા ફરતી તારી આંગળીઓ, આ લાવું ને આમ કરુ અહી જઈએ ને અહી ફરું એક મિનિટ જો હોય તને હાશકારો, તારા આખા આકાશ મા જાણે હુ એક જ ચમકતો તારો, આટલો પ્રેમ અને અઢળક તારો આ વહાલ... મારા પર રચેલી તે કવિતાઓ ને...... હા હા હા... મારા આ બધા મો માથા વગર ના ખ્યાલ...😂😂
જેટલો વેહલો અસ્ત થાય છે, કદાચ એટલો વેહલો જ ઉગતો હશે, કોને ખબર… કાશ મારી આશાઓ પણ તારા જેવી હોત… ~નિધિ
ડર ખાલી મને જ છે તને ખોવાનો ? કે તું પણ ડર્યો હોઈશ કદી? તારી એક લીટી પણ મારા માટે આખો પત્ર.... અને મારુ એ લખેલું આખુ પુસ્તક તારા માટે રદ્દી? લાગણી હુ મારી કહુ તને કે ઓટ આવી છે જ્યાં હતી ભરતી.. તારા કેહવા પ્રમાણે વહેણ એક સરખું જ છે, તો ચાલો ત્યારે હુ જ અલગ અને જિદ્દી. પૂછવાનું હતું શુ તારે? એ પૂછ્યું તે કદી?ખાબોચિયા ક્યા થી ગણતરી મા આવે મને? જ્યા હતી આખે આખી નદી... ક્યારેક લાગે કે તને તો જાણે આજે પેહલી વાર મળી. ક્યારેક લાગે થઇ કેટલીય સદી... ખબર નહી શુ ધીરે ઠરે છે અંદર? બસ મળે એને આગ જલ્દી.. જેમ હુ ડરુ છુ , સાચું કેજે તુ ડર્યો છો કદી???
શુ કહુ શુ જોઈએ મને? ગુલાબ નહી ગુલમહોર પણ ચાલશે મને, દિવસ આખો ના મળે પણ તારી સાથે ની એક ક્ષણ ચાલશે મને, સુવાનું તારા હાથ ના ઓશીકે ના મળે પણ અજાણતા તારો એ થયેલો સ્પર્શ પણ ચાલશે મને, આમ તો શુ જોઈએ મને તારી જોડે થી એ લીસ્ટ બહુ લાંબુ છે, પણ જેટલું મળે છે એ પણ ચાલશે મને🤗
બહુ શોધી મે મને પણ જડી હુ તને ખોવાઈ ,પીગળી , સમાઈ , ઓગળી જાણે સળગી દિવસ ને રાત તે ઓલવી મને યાદ કરું હું તને તસુ એ તસુ એ ટીસ ઉપડે મને નસો માથી વહેતા લોહી મા ઘગ ઘગે તુ, મારા અણુ એ અણુ મા તગ તગે તુ. યાદ નથી છેલ્લે ક્યારે હુ તારા વગર મળી છુ મને . શ્વાસ મા જેટલી વાર કાઢુ એટલી વાર ભરુ છુ તને.
આમ જ ક્યાંક ઉગી નીકળવું છે , લીલા છોડ ની જેમ તડકો અડતા ઉઘડવું ને સાંજ થતા ઓલવાઈ જવુ છે, આમ જ ક્યાંક ઉગી નિકળવું છે , બંધિયાર કુંડા અને એજ માટી વર્ષો થી લીલ ત્યા જ બાઝી ભમરા અને પતંગિયા ક્યાં થી આવના? બાલ્કની મા તો બર્ડનેટ છે લાગી, ઊડતી ધૂળ અને માટી , વરસાદ ની એ છાંટા છાંટી માથે ખુલ્લુ આકાશ અને અને આથમતા સૂર્ય ની ઝાંખી મનેય જોઈએ એવી આઝાદી, આમ જ ક્યાંક ઉગી નીકળવું છે.
શુ લખુ? તને લખુ કે તારી વાતો ને લખુ તારા સપના લખુ કે તારી આઁખો ને લખુ તને બોલતા લખુ કે હસતા કે પછી આ અધૂરી મૂલાકાતો ને લખુ તને કર્યા એ બધા વાયદા ઓ લખુ કે આ સમાજ ના કાયદા ઓ લખુ કેટલો મળ્યો એ પ્રેમ લખુ કે રાખેલા બધા વહેમ લખું ? તુજ કે તને લખું કે ,તારી લાગણી ના વહેણ લખું?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser