ડર ખાલી મને જ છે તને ખોવાનો ?
કે તું પણ ડર્યો હોઈશ કદી?
તારી એક લીટી પણ મારા માટે
આખો પત્ર....
અને મારુ એ લખેલું આખુ પુસ્તક
તારા માટે રદ્દી?
લાગણી હુ મારી કહુ તને કે ઓટ
આવી છે જ્યાં હતી ભરતી..
તારા કેહવા પ્રમાણે વહેણ એક સરખું
જ છે, તો ચાલો ત્યારે હુ જ અલગ અને જિદ્દી.
પૂછવાનું હતું શુ તારે? એ પૂછ્યું તે કદી?ખાબોચિયા ક્યા થી ગણતરી મા આવે મને? જ્યા હતી આખે આખી નદી...
ક્યારેક લાગે કે તને તો જાણે આજે પેહલી વાર મળી.
ક્યારેક લાગે થઇ કેટલીય સદી...
ખબર નહી શુ ધીરે ઠરે છે અંદર?
બસ મળે એને આગ જલ્દી..
જેમ હુ ડરુ છુ , સાચું કેજે તુ ડર્યો છો કદી???