કેટલુ અધૂરું લાગે , અને આ અધૂરપ
જયારે આખી જિંદગી લાગવાની હોય
ત્યારે? એ લાગણી જાણે હૃદય મા અગ્નિ
બળતી હોય સતત ...કશુ સતત ખૂટ્યા ની લાગણી.. બહુ અસહનીય હોય ક્યારેક
એમ થાય, આટલો પ્રેમ શુ કામનો? જયારે
એ વ્યક્તિ તમારી થવાની જ નથી, નથી
જીવી શકવાના નાની નાની ક્ષણ, પેહલો
વરસાદ કે ગાઢ નિંદર, ac ના ટેમ્પરેચર નું
ડિસ્કશન કે ઈન્સુરન્સ રિનુઅલ ની વાતો..
આવુ સાવ આવુ નક્કામું વિચારી ને જાણે ગળે ડૂમો બાઝે છે. કોઈએ જાણે એસિડ
ની ધાર કરી હોય ગળા માથી સીધી હૃદય
મા. કેટલુ બળે છે સતત શુ કહુ?