Quotes by NATWAR TANK in Bitesapp read free

NATWAR TANK

NATWAR TANK

@natwartank


ગઝલ.

"ભારતમાતા કી જય", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

શીર્ષક- સત્ય-અસત્ય (માઈક્રોફિકશન)

જંગલ વચ્ચે મંદિરના પટાંગણમાં આજે એક ધાર્મિક પ્રવચન હતું.હજારો ભક્તો સાંભળવાં ભેગાં થયાં હતા.બનારસથી આવેલ ખૂબ જ પ્રખ્યાત એવા બાબાએ તેનું પ્રવચન ચાલું કર્યુ,

" મારા વ્હાલાં પરમ ભક્તો..હમેંશા તમે તમારું કર્મ કર્યે જાઓ.ફળ આપવાવાળો ઉપર બેઠો જ છે. કોને શું આપવું અને કોની પાસેથી શું લઈ લેવું એ જાણે જ છે.સત્યનું કાયમ આચરણ કરો તે કાયમી ટકે છે,જયારે અસત્ય ક્ષણભંગુર છે.સત્ય એ જીવન છે અને અસત્ય એ મૃત્યું......"

"મૈં જાનતી હૂં ઈસ બાબા કો અચ્છી તરહ સે. સાલા ઢોંગી હૈ..નાલાયક હૈ.મૈં ઈસે ઢૂંઢતી હૂઈ યહાં તક આઈ હૂં ઔર આપ સબ લોગો કો બતાદૂં કિ યે....."
ભીડમાંથી ઊભી થયેલ એ યુવતીનું વાક્ય પુરું થાય ત્યાં તો એક ઝાડ પાછળથી સનનન...કરતી ગોળીઓ બાબા તરફ છૂટી!

પેલી યુવતીને પકડવાં દોડેલી પોલીસ હવે પેલાં ઝાડ તરફ દોડી.

Read More

# Love You Mummy

મા તારાં કારણે તો આ જગતમાં મારું અનન્ય અસ્તિત્વ છે.તારું સ્થાન મારાં જીવનમાં ભગવાન કરતાં પણ વધારે છે.તારું એ સ્થાન મારાં જીવનમાં કોઈ ના લઈ શકે! કોઈ કવિએ એટલે તો લખ્યું છે કે,
" મીઠાં મધુર ને મીઠાં મેહુલાં રે લોલ,એથી મીઠી છે મારી માત જો, જનનીની જોડ સખી નહી જડે રે લોલ!"

મને મારું બાળપણ આટલાં વર્ષો પછી પણ યાદ છે.તું એક સાડીથી ચલાવતી અને મને નવા કપડાં,પુસ્તકો વગેરે લઈ દેતી! પેટે પાટાં બાંધીનેય તે મને ભણાવીને મોટો અધિકારી બનાવ્યો છે.મારી નીચે કેટલાય માણસો કામ કરે છે,પણ મારી અધિકારી તો તું જ છે મા તું!!!

Read More

શીર્ષકઃ નીંદર

આલીશાન ઈમારત ચણાય રહી હતી.પાંચ કરોડનો પ્રોજેક્ટ હતો.બધા જ મજૂરો હોંશેહોંશે કામ કરી રહયાં હતાં. બપોરનો સમય થતાં જ સૌ પોતપોતાનું ટિફિન જમી, પાણી પીધા પછી ઓડકાર ખાઈ આડે પડખે થયા હતા.

બપોરના ત્રણ વાગ્યા. કોન્ટ્રાકટરને જરાય શાંતી નહોતી.આવતાવેત મજૂરો પર બરાડી ઊઠ્યો, 'અરે, સાલાઓ ઊઠો.કામે વળગો,તમને બપોર વચાળેય નીંદર આવે છે! કામ માટે તો મારા હું મારા છોકરાંવનેય ટાઈમ નથી આપી શકતો .મને તો રાતેય નીંદર નથી આવતી, ને તમે તો..'

આ સાંભળતાં જ એક મજૂર બોલી જવાયું,
' શેઠજી ,અમને તો બે ટંકનું ખાવાનું મળી જાય અને આ અમારી નાનક્ડી ટબુડીને નવું ફ્રોક અને સરસ મજાની બંગડીઓ અપાવી શકીયે એટલે ભયોભયો. અમારે મન આ બધી ખોટી હાયહોય નકામી. અમારે તો નિરાંતનો રોટલો અને મીઠી નીંદર એ જ અમારી ખુશી, ને એજ અમારો આંનદ'.

Read More

# MKGANDHI

મહાત્મા ગાંધી તરીકે વિશ્વમાં પંકાયેલા આ વિશ્વમાનવ એટલે આપણા ભારત દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી માત્ર અહિંસક આંદોલન ચલાવીને આઝાદી અપાવનાર એક અદનો આદમી! એમનું સાદગીસભર જીવન આખા વિશ્વ માટે પ્રેરણાદાયક બની રહેશે. એટલે તો એમનો સંદેશ ' મારું જીવન એ જ મારો સંદેશ' આજેય એટલું જ અસરકારક છે.ગાંધીજી ઈચ્છતાં કે આપણો દેશ આત્મનિર્ભર બને,એટલે તો તેઓએ રેંટીયો કાંતીને ખાદીના કપડાં સીવ્યા.

તેઓ સત્યના પૂજારી હતા.એટલે તો તેમનું અહિંસક આંદોલન ' સત્યાગ્રહ' તરીકે ઓળખાયું. ' સત્યના પ્રયોગો' આજ પણ વિશ્વના દરેક માણસ માટે જીવન જીવવાની જડીબુટ્ટી છે. આપણા દેશના ગરીબોને કપડાં વિહિન જોઈ એમનું હ્દય દ્રવી ઊઠ્યું અને તેઓ આજીવન માત્ર એક જ ધોતી પહેરીને જીવન જીવ્યાં. એવાં આપણાં સૌના ઉધ્ધાક આ મહાન આત્માને આપણે ' રાષ્ટ્રપિતા' તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે. તેઓ દરેક ભારતિયના દિલમાં કાયમ માટે બિરાજેલા રહેશે!

*****

Read More

# Kavyotsv


*હૈયે ઉમંગ જાગે*

અંજન કરો આંખે,ને પહેરો કુંડળ કાને,
તમે કેશ ગુંથો, ને હૈયે ઉમંગ જાગે.

દાડમ કળી સમ હોઠ મલકે,પડે ખંજન ગાલે,
તમે રણકાવો કંગન, ને હૈયે ઉમંગ જાગે.

જાગો તમે,તો પડે સવાર,ને સૂવો તો રાત,
તમે આળસ મરડો, ને હૈયે ઉમંગ જાગે.

મુખડું તમારું મલકે, ને ઊગે પૂનમનો ચાંદ,
તમે હસી પડો, ને હૈયે ઉમંગ જાગે.

તાર ઝણઝણે હ્રદયનાં,ને મનમાં મલકાટ,
તમે અંગ મરડો, ને હૈયે ઉમંગ જાગે.

ચટકતી ચાલ તમે ચાલો,જાણે ઢળકંતી ઢેલ
તમે પગલાં માંડો, ને હૈયે ઉમંગ જાગે.

ઉરનો ઉભાર કરો એવો,જાણે ધડકનનો ઢગલો,
તમે તિરછૂં જૂવો, ને હૈયે ઉમંગ જાગે.

તમારા રુપથી અંજાઈ,હું થૈ ગ્યો છું કાન,
તમે રાધા બનો, ને હૈયે ઉમંગ જાગે.

********

Read More

પિરામિડ કાવ્ય

                  અજવાળું

                      આ
                     રાત
                    જૂઓને
                    ઘનઘોર 
                   અંધારું લૈને
                  રોકવા આવી છે
                  પણ  કેટલી  ઘડી 
                  રોકી શકશે  સૂર્યના
                 ધસમસતાં અજવાળાં !!

@ નટવર ટાંક
      જૂનાગઢ.
                     
      

Read More

પિરામિડ કાવ્ય

                  અજવાળું

                      આ
                     રાત
                    જૂઓને
                    ઘનઘોર 
                   અંધારું લૈને
                  રોકવા આવી છે
                  પણ  કેટલી  ઘડી 
                  રોકી શકશે  સૂર્યના
                 ધસમસતાં અજવાળાં !!

@ નટવર ટાંક
      જૂનાગઢ.
                     
      

Read More