The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચીંટુએ પીન્ટુને પૂછ્યું :- જે અપરાધ કરવા છતાં કબૂલે નહીં તે કોણ ? પીન્ટુ :- શેતાન ! ફરી પૂછ્યું - જે પોતાનો ગુનો કબૂલી લે, તે કોણ ? પીન્ટુ - શાણો ! ચીંટુએ છેવટે પૂછ્યું જે પોતાની ભૂલ ન હોવા છતાં કબૂલી લઈ માફી માંગે, તે કોણ ? પીન્ટુ – પતિ ! દામ્પત્યજીવનમાં જે આ શાંતિસૂત્રને અપનાવે છે, તેને પતિ કહેવાય છે. પણ મારા દ્રષ્ટિકોણે બનતા - ઘટતા પ્રસંગોમાં પોતે ગુનેગાર ન હોવા છતાં જે ( પૂર્વ ભવના કર્મ નો સ્વિકાર કરી ) ખુદને ગુનેગાર માને છે, તે જીવનમાં શાંતિ મેળવે છે. પણ એ માત્ર પતિ નથી રહેતો - બધાના હૃદયનો પતિ બને છે. "જેલર"
આજના આ પ્રેક્ટિકલ યુગમાં સબંધમા લોકોનું બવ સરળ રીતે વહેલા જોડાઈ જવું અને છૂટા પડવું સહજ થઈ ગયુ છે. કારણ કે હવે લોકો સબંધ મા 80% મગજ વાપરે છે અને 20% હ્રદય. અને અપેક્ષાઓ એવી રાખે કે સામો વ્યકિત મારા માટે 100% હ્રદયનો જ ઉપયોગ કરે. પણ એ શક્ય કેમ કરી થાય..? દરેક વ્યક્તિ એમજ ઈચ્છે કે હું જે કવ એમજ તારે કરવું પડે. પણ મિત્રો સ્વતંત્રતા સૌ ને વહાલી હોય. અને દરેક વ્યક્તિ એનો હકદાર છે. તો કોઈ પણ વ્યકિતને તમે તમારી મરજી ના થોપી શકો. તમે એને કહી શકો, સમજાવી શકો પણ કરવું જ પડશે એવું તમે ના કહી શકો. જ્યારે જ્યારે લોકો પોતાની મરજી સામા વ્યકિત પર થોપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ત્યારે સબંધો મા તિરાડો પડવા લાગી છે. અંતે એ તિરાડ એટલી વિકરાળ રૂપ ધારણ કરે છે કે પ્રણય નામના પાકા મકાન ને પણ ક્ષણ ભરમાં ભસ્મીભૂત કરી નાખે છે. તમારી માટે તમારી જીદ વહાલી છે..? કે એ વ્યકિતનો પ્રણય..? સૌ પ્રથમ એ નક્કી કરો. જો તમને જવાબ મળે મારી માટે એ વ્યકિતનો પ્રણય મહત્વનો છે. તો તમે તમારી જીદ ને પ્રસ્તાવના રૂપે રજુ કરો. ન કે જીદ રૂપે. કારણ કે જીદ રૂપે કરેલી રજૂઆત હંમેશા સબંધમા અરૂચિ જ જગાડે છે. પણ પ્રસ્તાવના સ્વરૂપે કરેલી વાત ઉપર એકવાર સામો વ્યકિત શાંતિપૂર્ણ વિચાર કરે ખરી. એવું શક્ય બની શકે કે નિર્ણય કદાચ આપણા તરફેણમા પણ આવે. બની શકે એમા થોડો સમય લાગે અથવા તો વઘુ સમય પણ લાગે. જીદ કરી સંબંધનો અંત લાવવા કરતા પ્રસ્તાવ મુકી સંબંધને ચાન્સ આપવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ.
ફક્ત સુખની જ વાત કરે એ મિત્ર, પણ સુખની સાથે હિતની વાત કરે એ કલ્યાણમિત્ર. ફક્ત આલોકની જ વાત કરે એ મિત્ર, પણ આલોકની સાથે પરલોકનીય વાત કરે એ કલ્યાણમિત્ર. મિત્રો તો ઘણા હોય છે સાહેબ, પણ કલ્યાણમિત્ર નસીબવાળાને જ મળે છે. સ્વ ના જીવનમાં કદાચ કલ્યાણમિત્ર ન હોય, તો દુઃખી ના થશો, પ્રયાસ કરો કોઈના જીવનમાં, તમારું સ્થાન કલ્યાણ મિત્ર તરીકે હોય..! લિ. : વિચારોનું વૃંદાવન :
વેઠવા અને ભોગવવા વચ્ચેની સૂક્ષ્મ ભેદ રેખા. વેઠવામાં નારાજગી અને ઇનકાર છે, ભોગવવામાં પ્રસન્નતા અને સ્વીકાર છે.
દુઃખને હસતાં હસતાં સ્વીકારશો તો, દુઃખ છે એનાથીય અડધું થઈ જશે..! જો દુઃખને રડતાં રડતાં સ્વીકારશો તો, દુઃખ છે એનાથીય બમણું થઈ જશે..! પસંદગી તમારી છે..! -આશુતોષ
સબંધો સાચવવા જ હોય તો, ક્રોધ રૂપી ઝેર ને નિલકંઠ સ્વરૂપે સાચવવાનો પ્રયત્ન કરો, મૌન ધરી એ વિષમ પરિસ્થિતિને જીવવાનો પ્રયત્ન કરો..!
"છે" પર નજર કરશો તો "સુખી" રહેશો, "નથી" પર નજર કરશો તો "દુઃખી" જ રહેશો..!
તારી યાદો રૂપી પુષ્પોને મેં મારા આંગણામાં વાવ્યાં છે.. પણ તું ચિંતા ન કર હું એને ક્યારેય મુરઝાવા નહીં દવ.. કારણ કે.. હું રોજ એનું સિંચન મારા આંખોના પાણી થી કરૂં છું..!
वो चाहता है उससे बिछड़कर खुश रहूँ, यानी हवा भी चलती रहें और दिया जले, उसकी जुबान में इक अजीब सा जादू था, अगर वो रोशनी की बात करें तो दिया जले, शायद मुझसे अजीज उन्हें दिये की लौ थी, तो है खुदा मेरी मज़ार बनें और दिया जले..!
"वहम" पालने से "अहम" का जन्म होता है, अहम पालने से "अहंकार" का जन्म होता है..! तो जरा संभलकर.. ;)
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser