Quotes by મૃગતૃષ્ણા mrigtrushna" in Bitesapp read free

મૃગતૃષ્ણા mrigtrushna"

મૃગતૃષ્ણા mrigtrushna" Matrubharti Verified

@mrigtrushnar205151
(330)

जो चढ़ रहा है आसमां में आज़, उसे कल ढलना भी पड़ेगा।
जिंदगी की जंग में गिरने पर उठना भी पड़ेगा।
जब नया सूरज चढ़ेगा आसमां में,
हर ढलते हूवे सूरज को लड़ना पड़ेगा।
- मृगतृष्णा
🌷🌷🌷
- મૃગતૃષ્ણા mrigtrushna"

Read More

કોનાં આંસુ સાચવી રાખેલું હ્રદય છે તું?
હે સમુદ્ર! આટલો વિશાળ પણ ખારો કેમ છે તું?

- મૃગતૃષ્ણા 🌊
🌷🌷🌷

સમજુતી: જો જિંદગી ને વાચા ફૂટે કે કવિત્વ જાગે તો કદાચ કંઈક આવું પણ કહી શકે ને!

હું તો વહેતું વારિ ને પરપોટારૂપી શમણાં જેવો તું
એક શૂળ ભોંકાય તોય અકબંધ હું ને ક્ષણમાં તૂટી પડે તું

હું તો વાદળી સ્વચ્છ આકાશ ને એક ખાલીખમ્મ વાદળી જેવો તું
તારલાંનો ભાર ઝીલી અડીખમ હું ને સહેજ પાણી ભરાય તો વરસી પડે તું

-મૃગતૃષ્ણા mrigtrushna"

Read More

વાહ રે કુદરત! તેં શું દુનિયા બનાવી!
કોને વખાણું ને કોને વખોડુ!?
નજારાઓની તેં વણઝાર લગાવી.
થયું કે લાવ કોઈ ખામી હું કાઢું,
પરંતુ, અસુંદરતાને પણ તેં સુંદર બનાવી.

- મૃગતૃષ્ણા
🌷🌷🌷
#Beauty

Read More

કલાકાર તારી કારીગરી નિરાળી!
ચહેરા પર મહોરાંની છે ક્યાં નિશાની?
પરતોની વચ્ચે છે રાખ્યાં છૂપાવી,
ન જાણે કોઈ કોઇની સાચી કહાણી.

વાહ! જોઈ લીધી તારી સઘળી ચાલાકી.
બુદ્ધિ મળી તેને વાપરી તેં ભારી.
મનમાં ને મનમાં હરખાતો તું તો
બનાવ્યો છે જેણે એને પણ બનાવી.

- મૃગતૃષ્ણા
🌷🌷🌷
#Artist

Read More

समय का खेल है समयांतर,
वही उठाये - गिराये मान।
समयांतराल बाद पुनः मिलता जो नहीं, उसी को काल जान।

- मृगतृष्णा
🌷🌷🌷
#Time

Read More

સમય સારો તો સૌ સારા
નહિ તો સઘળા રાંક

#Time

આગ ઓકતા થાકી નજરો, ભડથું ભીતર, બચ્યું નથી કંઈ બાકી.
બહું યાદ આવે છે તારી મારી વીતી ગયેલી યાદી,
નિસાસો,
વિસરાયુ સર્વસ્વ, કપાઈ શમણાંઓની પાંખો...
ખોવાયો,
એક સ્મિત ઝરતો ચહેરો ને નેહ નીતરતી આંખો...

- મૃગતૃષ્ણા
🌷🌷🌷
#Smile

Read More

મુરઝાયેલા ચહેરાઓમાં જિંદગી હવે ક્યાં બાકી છે!
ન આશ છે, ન જીજીવિષા, ન પ્રાણની કોઈ નિશાની છે.
પણ ફરક્યું જો એક સ્મિત અમસ્તું જ, તો સમજજો કે મડદાંમાં જીવન હજુ ક્યાંક બાકી છે.

- મૃગતૃષ્ણા
🌷🌷🌷
#Smile

Read More

सारा गोकुल खिल - खिल जाए,
अधरन पर धरी मुस्कान, शाम जब शाम को गैया चरा कर आये।

- मृगतृष्णा
🌷🌷🌷
#Smile