The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અભિમાનથી હસતો હતો ચંદ્ર , પોતાની ચાંદની ની સુંદરતા જોઈ ....(2) મોઢું શરમથી છુપાવી "લાપતા" છે હાલ (2) "અવનીશ"ની "ઉર્વશી" જોઈ ! - પાર્થિવ પટેલ "અવનીશ"
ગમતુ ત્યજી ન ગમતું કર્યું , ગમતાને ખુશ રાખવા માટે , અને ગમતાએ ખુશ થઈને કહ્યુ , તે કર્યું જ શુ છે મારી માટે ? -અવનીશ
કુદરત આ તારો કેવો ન્યાય છે ? જન્મ સાથે ઉદગમ ત્યજી મને નીચે પટકી , ભેખડો સાથે હું અથડાઈ , હજારો માઈલો મેં પગપાળા કાપ્યા , તરશ્યા જનને તૃપ્ત કર્યાને , ધરામાં ધનને ધન્ય ખીલ્યા , આટલું ઓછુ હતું ત્યાં એમાં હજારોના મળ મૂત્ર તજયા , અંતે ભળી હું સાગરમાં અને અલોપ થયું અસ્તિત્વ મારુ , હજારો વર્ષોનો આ દોર રહ્યો અને અને હું પોતે પણ ભૂલી કે મારું નામ શું ? -અવનીશ
સુગંધ ભીની માટીની મારા અંતરમાં અટવાય છે , સૂર્ય આજે સવારથી જ સંતાકૂકડી રમતો જણાય છે , દૂર ક્યાંક ક્ષિતિજ પર સ્વર મેહુલનો સંભળાય છે , કાળા ડિબાંડ વાદળા આજે , આમ તેમ અફડાય છે , એક અરસાથી તરસ્યા વૃક્ષો આજે ખૂબ હરખાય છે , લાગે છે કે દૂર ક્યાંક સવારી મેઘરાજાની વરતાય છે , સુગંધ ભીની માટીની મારા અંતરમાં અટવાય છે (૨) - પાર્થિવ પટેલ ' અવનીશ '
Sometimes Ignoring some things are the best way to be happy in life ! -Parthiv Patel ' Avnish '
દૂર ક્ષિતિજ પર જળ દેખી , મૃગ હુ દોટે ચડ્યુ , દોડી દોડી હું થાક્યુ છતા , હાથ મારે કંઇ ના ચડ્યુ , હું થાકી ગયુ , હુ હારી ગયુ , અંતે હું મરવા પડ્યુ , દશા આવી મારી જોઈ ઈશ્વરને દયા ચડી , પ્રકટ થયા જળાશય બની , તૃપ્ત કરવા આ મૃગને , પણ સાચા જળને મૃગજળ સમજી , હું ત્યાંજ પડ્યુ રહ્યુ , હું ત્યાં જ પડયુ રહ્યુ અને પડયુ પડયુ મૃત્યુ થયુ ! પાર્થિવ પટેલ ' અવનિશ '
મારી હાલમાં જ માતૃભારતી પર તબક્કાવાર પ્રકાશિત થઇ રહેલી વાર્તા ' The Priest ' માતૃભારતીની સ્પર્ધામાં સ્થાન પામેલ છે. તમે માતૃભારતી પર પણ ફ્રીમાં વાંચી શકો છો .
વાંચો હવે મારી લઘુકથા THE PRIEST માતૃભારતી પર સંપૂર્ણ ફ્રી !!
"The Priest ( ભાગ ૧ )", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser