Quotes by shreedhar mittal in Bitesapp read free

shreedhar mittal

shreedhar mittal

@mittalshreedhargmail.com214402


અનહદ પ્રેમની અપાર વેદના
માણહ સિવાય અન્યોની હોય સંવેદના
અનહદ પ્રેમની અપાર વેદના
એકમેકથી ચડીયાતા થવા કરતા નીતનવી પ્રવૃતિ
પણ જવાબદારી ના પોટલાં ક્યાં લેવા દે છે નિવૃત્તિ?
અનહદ પ્રેમની અપાર વેદના
કોઈને લગાડવા સારુ કરતા ઘડીકના વાયદા
નિર્દોષ નેજ દોષી ગણતા આ સબન્ધના કાયદા
અનહદ પ્રેમની અપાર વેદના
સબન્ધોની માયાજાળમાં ભોળા જતા ભરાઈ
જુઠાઓની જમાતમાં થતી એમની બુરાઈ
અનહદ પ્રેમની અપાર વેદના
બોલી મીઠાં વ્હેણ પેલા સૌ ભોળવતા
સ્વાર્થ પૂરો થતા આપણા માથે બધું ઢોળતા
અનહદ પ્રેમની અપાર વેદના
સત્યનો થતો વિજય બદલાય ગમે તેટલી સદીઓ
ખાબોચિયા જાણે છલકાવાનું જયારે વહેતી રહેતી નદીઓ
અનહદ પ્રેમની અપાર વેદના
સત્યને જૂઠું સાબિત કરતા જે નહીં ઘબરાતા
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પાપના ઘડા ત્યારે ઉભરાતા
અનહદ પ્રેમની અપાર વેદના

Read More

બોલી મીઠાં વ્હેણ પેલા સૌ ભોળવતા
સ્વાર્થ પૂરો થાય પછી એમના માથે બધું ઢોળતા
માનીયે આપણે જેને સારા અને સમજુ
અસલિયતમા એનું જ હોય લાલચ તણું ગજુ

Read More

ખુલ્લી હતી મારી બારી
ને નજર પડી અચાનક તારી
જોતો હતો તું મને ધારી ધારી
પછી મણિ બેઠી હું ખુદને સૌથી ન્યારી
ખુલ્લી હતી મારી બારી
બન્દ કર્યા મેં બારણાં ને ખુલ્લી રાખી બારી
તું જોવે છે મને ! એ જોવા આંખો તરસી મારી
ખુલ્લી હતી મારી બારી
ઉછળ્યા મોજા પ્રેમના ને કોરી રહી ગઈ દિલની કિનારી
તને જોઈને દિલના ભાવ ઉછળ્યા મૂકી શરમ શારી
ખુલ્લી હતી મારી બારી
સમજાવવા તને મારા શબ્દો
બની હું ખુલ્લી કિતાબ
વાંચી લાઇશ જયારે મને
ત્યારે હશે તારા મસ્તક પર ખિતાબ
ખુલ્લી રાખી મેં બારી
જોવા તારી આંખો કામણગારી

-shreedhar mittal

Read More

તને જોવું કે તારી રાહ જોવું,
બસ આમજ તને હરદમ ખુશ જોવું.
તારાથી વિશેસ નથી ક્સુ મારાં માટે.
જેમ મુસાફર નજીક તેની મઁઝીલ ની વાટે.

-shreedhar mittal

Read More

આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે
ભરાઈ આવે જયારે હૈયું ત્યારે લાગણીઓને વહેવા દે
ક્યાં સુધી રહું ચૂપ હવે તો કંઈક કહેવા દે
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
શીતળ વાતા વાયરાની સુવાસ ને મહેકવા દે
આ બન્દ પડેલી ધડકનને ફરીથી ધડકવા દે
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
મોસમમાં મસ્ત બનીને વિચારોને અવકાશ દે
વ્યોમ તણા પ્રણયને ધરા તું સમાવી દે
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
તારાથી ક્યાં સુધી રાખું અંતર ?
યાદોમાં તારી ભટકે મન મારુ નિરન્તર
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
તારા શમણાંઓની ઓઢી ચાદર વસન્ત મારી મલકાઈ
તને મળવાની તાલાવેલીમાં આંખો મારી છલકાઈ
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે. .....!
✍️ શ્રીધર મિત્તલ.

Read More