Quotes by Mital in Bitesapp read free

Mital

Mital

@mitalparmar


પ્રેમ માં બે વ્યક્તિ ની જરૂર હોય છે. પણ કેટલીક વાર એવું થાય છે કે એક જ વ્યક્તિ એટલો બધો પ્રેમ કરે છે કે બીજા વ્યક્તિને એમ થાય કે મારા પ્રેમ ની તો કદાચ જરૂર જ નથી, પરંતુ એવું નથી હોતું કારણ જયારે એક વ્યક્તિ બંને ના ભાગ નો આટલો બધો પ્રેમ કરે ત્યારે એ પ્રેમ ને સાચવવા માટે બીજા વ્યક્તિની જરૂર હોય છે.
તો કોઈ એક ના અનહદ પ્રેમ ને જોઈ એને પ્રેમ કરવાનું ના છોડતા પણ એ પ્રેમ ને સાચવી લેવો જોઈએે.

Read More

ધર
ઘર ની પરિભાષા કે વ્યાખ્યા આપણે શું કરશુ?
એક ચાર દિવાલ ના ખોખા ને શું આપણે ઘર કહેશુ?
જવાબ ના જ આવશે સાચું ને,
કારણ ઘર તો ઘર માં રહેતા લોકો થી બને છે.
જ્યાં એ લોકો સાથે મળી જાય ત્યાં ઘર બની જાય
પણ સાચું કેહજો આજ ના આ બદલતા જમાના માં એ ઘર કોનું છે? જે કાગળ ના ટુકડા પર નામ છે એનું કે
જે એ ઘર ને સાચવે છે એનું કે પછી
જે ઘર ની બધી જવાબદારી સાચવે છે એનું?
સવાલ જરા કઠિન છે ને મિત્રો પણ એ
સવાલ ને કઠિન પણ તો આપણે જાતે જ બનાવતા છે
આજે ક્યાં કોઈ એવું કહે જ છે કે આ ઘર આપણું છે મારા પરિવાર નું છે તમે પણ કયારેક તો ઘર માટે ના
આ શબ્દો સાંભળ્યા જ હશે?

Read More

સમજણ સમજણ માં ફેર છે સાહેબ
કોઈ ના માટે કેટલું પણ કરશો કે મરશો,
છેલ્લે તો એ તમને એક જ વાક્ય કહેશે,
કાશ તમે મને સમજી શક્યા હોતે.

Read More

આ લાગણીઓ પણ કેવી અજીબ છે. જયારે એના થી દૂર ભાગો તો એ તમારી વધારે નજીક આવે છે, અને જયારે તમે એની એકદમ નજીક આવો તો એ તમારા થી કોસો દૂર જતી રહે છે.

Read More

આ ઢળતી સાંજ ના રંગો ખૂબ જ અદભૂત છે પણ આ ડૂબતો સૂરજ ને ઢળતી સાંજ કોઈક ની યાદ અપાવે છે, જેના વગર ઢળતી સાંજ ના બધા જ રંગો ફીકા લાગે છે. #લાગણીઓનોદરિયો

-Mital

Read More

Girlfriend એટલે જરૂરી તો ના હોય કે એ પ્રિયતમા જ હોય એ તમારી ખૂબ જ સારી સખી પણ તો હોય શકે, જેની સાથે તમે સુખ અને દુઃખ વહેંચી શકો મન ખોલી ને વાતો કરી શકો. જે રીતે કૃષ્ણ ની સખી દ્રોપદી હતી.
#GirlFriend

Read More

પ્રેમ
પ્રેમ નું વણૅન કરવું કંઈ સહેલું નથી.
જયારે એ થાય છે ને મિત્રો તો સ્વર્ગ માં હોય એવો એહસાસ થાય છે. તમારા પ્રેમી ની બધી જ વાત તમને ગમે પછી એ ગુસ્સો હોય કે એમનું નારાજ થવું આપણે એમાં પ્રેમ જ દેખાય.
કોઈકને હદ થી વધારે પ્રેમ કરવો ને એવો જ પ્રેમ તમને સામે ના પાત્ર તરફ થી પણ મળે તો તમારા થી વધારે નસીબદાર આ દુનિયામાં કોઈ નથી. કારણ કે પ્રેમ થવો અને પ્રેમ મળવો એ તો મારા કૃષ્ણ ની કૃપા હોય તો જ શક્ય છે. 😊
#GirlFriend

Read More

શું તમને લાગે છે કે આપણે આઝાદ છે?
આજે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વસ્તુઓ ની ગુલામ છે.
નાના બાળક થી લઇને વુદ્ધ સુધી આપણે ત્યાં કોઇ જ આઝાદ નથી. નાના બાળકો ટીવી ના, કિશોર વય મોબાઇલ ના, આધેડ વય પૈસા અને પાવર ના અને વૃદ્ધો પોતાના છોકરાઓ ના ગુલામ છે. થોડું પાછળ ફરી ને જોશો તો સમજાશે કે આપણે કેટલું બધું પાછળ છોડી આવ્યા છે. જે આઝાદી માટે નાના બાળકો પણ ઘર છોડીને ચાલ્યા જતા , કિશોરો શહીદ થવા માટે તત્ત્પર
હતા વૃદ્ધો તેમને થતી મદદ કરતા નાના બાળકો ને આઝાદી માટે ની વાતો કેહતા ચળવળમાં જોડાવા પ્રોત્સાહિત કરતા પણ આજે આપણે આઝાદ છે, પરંતુ કોઈ ને પણ આ આઝાદી ની કદર જ નથી. ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટ ના દિવસે જ બધા ને યાદ આવે છે વધુમાં ભારત પાકિસ્તાન ની મૅચમાં શું આ જ આપણી આઝાદી છે?
#Azadi

Read More

જયારે કોઈક વ્યક્તિ સાથે લાગણી નો સબંધ બધાંય જાય છે.
પરતું એ વ્યક્તિ લાગણી ની કિંમત કરવા લાગે જે અમૂલ્ય હોય અને તેની કદર ના કરે ત્યારે સબંધો નું એક વમળ રચાય છે અને આ વમળમાં ધીમે ધીમે તેમના સબંધો ના અંતિમ શ્વાસ લેવાય છે.

Read More

પ્રેમ ની પરિભાષા

પ્રેમ ની પરિભાષા દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ અલગ સમજે છે.

સાચી પરિભાષા શું છે એતો કોઈ સમજવા કે જણવા જ નથી માગતાં.

પ્રેમ શબ્દ સાંભળતા જ બધા ને રાધા કૃષ્ણ યાદ આવે છે, પણ કયારેય કોઈ મીરા ને યાદ ન કરે.

કોઈ પણ વ્યક્તિ મીરા જેવો પ્રેમ નહિ પણ રાધાકૃષ્ણ જેવો પ્રેમ કરવા માગે છે.

સાચું પણ છે ને મીરા ની જેમ ભક્તિ કરી ને પ્રેમ કરવો કંઈ સહેલું નથી.

એક આખી જીંદગી રાહ જોવી પડે છે પોતાના પ્રેમ ને મળવા માટે એ કાંઈ સહેલી વાત ના જ કહેવાય.

પ્રેમ કરો તો મીરા જેવો કરવો કે કૃષ્ણ આવ્યા વગર ના રહી શકે અને ભગવાન ને ખબર હોવા છતાં ઝેર ના પ્યાલો પી જાય છે.

પ્રેમ તો બસ આ જ રીતે થઈ શકે...

Read More