Quotes by Mayur Desai “Nirdosh” in Bitesapp read free

Mayur Desai “Nirdosh”

Mayur Desai “Nirdosh”

@mayurd009gmail.com8035


તું

ખુદાની બેનમૂન કારીગરીનું પરિણામ છે તું.
પરવરદિગારની ઇબાદતનું મળેલ ઈનામ છે તું.

બેજાન શબ છે આ જીવન તારા વગર,
જો હું છું હૃદય તો મારા ધબકાર છે તું.

દુનિયા જો દુશ્મન હોય આપણાં પ્રેમની,
તો હું તારી તલવાર ને મારી ઢાલ છે તું.

અગર ઇશ્ક નો જો હોય કોઈ મઝહબ,
"નિર્દોષ" હું પૂજારી ને ભગવાન છે તું.

પ્રેમ જો હોય અગર હોય કોઈ રોગ,
તો હું તારો મરીઝ ને મારી દવા છે તું.

✍️-મયુર દેસાઈ "નિર્દોષ"✍️

Read More

❤તારો સાથ જોઈએ છે❤

જીવન ને જીવવા માટે થોડો શ્વાસ જોઈએ છે,
વધારે તો કંઈ નથી માંગતો બસ તારો સાથ જોઈએ છે

ભરવી છે ઉડાન મારે તારા દિલ ના વિસ્તાર માં,
એ ઉડાન સાકાર કરવા તારું દિલ ઉધાર જોઈએ છે.

નથી ઈચ્છતો લાબું આયુષ્ય હું આ જીવનથી,
મને તો બસ તારા સાથેનો થોડીક ક્ષણો નો સંસાર જોઈએ છે.

નથી જોઈતાં સોના-ચાંદી,ને નથી જોઈતાં ચમચમતાં હીરા,
મને તો બસ તારા મુખ પર મુસ્કાન વારંવાર જોઈએ છે.

લડવા તૈયાર છું હું પ્રેમમાં તારા આ દુનિયાથી પણ;
શસ્ત્ર સ્વરૂપે તારા પ્રેમ સરીખી ઢાલ જોઈએ છે.

✍🏻-મયુર દેસાઈ "નિર્દોષ"✍🏻

Read More

🙏હું શીખી ગયો🙏

જિંદગી તો જીવી છે થોડી પણ જીવતા હું શીખી ગયો,
આ સ્વાર્થી મનુષ્યોના એ વ્યવહાર હું શીખી ગયો.

છળકપટની આ દુનિયામાં જીવવું બન્યુ છે ખૂબ મુશ્કેલ,
છળકપટના એ દરિયામાં તરતાં હું શીખી ગયો.

પાપીઓના સંગથી મન મારું એ પાપી થયું,
ને સજ્જનો સાથથી પવિત્રતા હું શીખી ગયો.

પાગલ થયા છે રૂપિયા પાછળ લોકો આ જગતમાં,
અરે રૂપિયાની એ રમતને રમતાં હું  શીખી ગયો.

લોભીઓનો લોભ જોઈ દંગ છે આ દિલ મારું,
મોહમાયાની તે જાળને ત્યજતાં હું શીખી ગયો.

જોયો હતો કોલસાને મેં હીરો બનતાં આ જીવનમાં,
જીવનને હીરો બનાવવાની એ કળા હું શીખી ગયો.

✍🏻-મયૂર દેસાઇ "નિર્દોષ"✍🏻

🌾મારી પ્રથમ રચના આપ સમક્ષ ગુરુપૂર્ણિમાના આ પવિત્ર દિવસે રજૂ કરું છું પસંદ આવે તો એક મેસેજ કરી તમારા અભિપ્રાય આપવા વિનંતી...!!🌾

🙏મારા જીવનની પ્રથમ રચના મને નાની-મોટી કોઈ પણ વાત શીખવનાર એ તમામ ગુરુજીઓને સમર્પિત કરુ છું....!!🙏

Read More

🌹યાદ આવે છે🌹

બાળપણના એ માસુમ ચહેરા યાદ આવે છે,
નાની નાની વાતે થતાં ઝઘડા યાદ આવે છે.

મિત્રોની સાથે રમતાં રમતાં ખૂંદી વળ્યા એ શેરીઓને,
આજે એ જ શેરીઓમાં ફરતાં એ મિત્રોની યાદ આવે છે.

શરારતોનો જાણે એક પહાડ રચી દીધો હતો,
શરારતોના પહાડમાં છુપાયેલો એ પ્રેમ યાદ આવે છે.

જીવી રહ્યો છું હાલ એક સુખી જીંદગી પણ,
શાળાએ જવાનું એ દુ:ખ આજે પણ યાદ આવે છે.

બની ગયો છું હાલ એક નીડર વ્યક્તિ આ જીવનમાં,
પણ બાળપણમાં જોયેલાં એ બિહામણાં સપનાં હજી પણ યાદ આવે છે.

વિતે છે દિવસો ખૂબ ઝડપથી આ ધરા પર,
એથીયે વધારે ક્ષણભંગુર એવા એ બાળપણના દિવસો યાદ આવે છે.

ભૂલો તો ઘણી કરું છું હું આ જુવાનીમાં પણ "નિર્દોષ "
પરંતુ બાળપણની એ માસુમ ભૂલો યાદ આવે છે...!!

✍🏻-મયૂર દેસાઈ "નિર્દોષ"✍🏻

Read More

😷કોરોના😷

યુદ્ધ ચાલુ છે ઘમાસાણ, આમ અધવચ્ચે તેને રોકો-ના,
હજારો ઘવાયાં કોરોનાથી, તેને લાખોમાં પહોંચતાં રોકો-ના.

સ્વભાવે છો જો બોલકણાં, તો એનો કોઈ વાંધો નથી,
છે સ્વાભાવિક બોલવું તમારૂં,તો માસ્ક પહેરીને બોલો-ના.

હાથોમાં નાખી હાથ વ્હાલમના, જો ફરવા તમે ટેવાયેલ છો,
તો ઘડિયે-પડીયે વ્હાલમ સાથે હાથ તમે પણ ધોવો-ના.

માનવી છે સામાજિક પ્રાણી ,વાત તો એ જગજાહેર છે,
બસ બે-ચાર મહિના સંબંધીઓને મળવા જવાનું છોડો-ના.

મિત્રોને ના મળી શકવાનું એ દુઃખ તો ચોક્કસ અસહ્ય છે,
મિત્રોના જ દીર્ઘ આયુષ્ય સારૂ,તમે વિરહનું વિષ પીવો-ના.

મંગળ પર જઇ આવ્યાં તમે, ને ચંદ્ર ઉપર પણ મારી લટાર,
પૃથ્વીના જીવો કાજે વૈદ્યો, કોઇ ઈલાજ તો આનો શોધો-ના.

"નિર્દોષ" કોરોના જો હોય અગર, જરાસંઘના રૂપે તો,
ઘરમાં રહીને કૃષ્ણની જેમ, રણ તમે પણ છોડો-ના.

✍️-મયુર દેસાઈ "નિર્દોષ"✍️

Read More